Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

હિંદુત્વના ગઢ ગુજરાતમાં BJP નો નવો પ્રયોગ: સફળતા મળશે તો દેશની રાજનીતિ બદલાઈ જશે!

BJP Minority/Muslim Candidates : હિંદુત્વના ગઢ ગણાતા ગુજરાતમાં (Gujarat Hindutva Fortress) ભાજપ એક મોટો રાજકીય પ્રયોગ (Political Experiment) કરી રહ્યું છે. 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 270 જેટલા લઘુમતી ઉમેદવારોને (Minority Candidates) મેદાનમાં ઉતાર્યા છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો 2027ની વિધાનસભા અને 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ વહેંચણીની પેટર્ન અને દેશની રાજનીતિમાં મોટો બદલાવ આવી શકે છે.
હિંદુત્વના ગઢ ગુજરાતમાં bjp નો નવો પ્રયોગ  સફળતા મળશે તો દેશની રાજનીતિ બદલાઈ જશે
Advertisement

. 1998 પછી વિધાનસભામાં મુસ્લિમ ઉમેદવારોથી દૂર રહેલી ભાજપે સ્થાનિક સ્તરે લઘુમતીઓને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત કરી
. આ પ્રયોગ તુષ્ટિકરણ નહીં પણ 'રાષ્ટ્રવાદી મુસ્લિમ' વર્ગ ઉભો કરી સર્વસમાવેશક રાજનીતિ તરફનું એક ડગલું માનવામાં આવે છે
. ગ્રામીણ વિસ્તારોમાં મળેલી સફળતા 2027ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના સમીકરણો બદલી શકે છે

આનંદ શુક્લ (Anand Shukla) : હિંદુત્વ (Hindutva) ની રાજનીતિના ગઢ તરીકે દેશ-દુનિયામાં જાણીતા ગુજરાત (Gujarat) માં શું નવો રાજકીય પ્રયોગ (Political Experiment) થઈ રહ્યો છે અને તેની તૈયારી ઘણાં વખત પહેલાથી થઈ રહી છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે, કારણ કે 1980 થી 2022 સુધીની વિધાનસભા (Assembly) ની ચૂંટણી (Election) ઓમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) એ માત્ર એક જ મુસ્લિમ (Muslim) નેતાને ટિકિટ આપી હતી. ગુજરાત (Gujarat) માં છેલ્લા ત્રણ દાયકાથી મુસ્લિમ સાંસદ (Muslim MP) પણ બની શક્યા નથી. આ સિવાય ગુજરાતમાં વિધાનસભા (Gujarat Assembly) ના ઈતિહાસમાં માત્ર 11 મુસ્લિમ ધારાસભ્યો (Muslim Mlas) જ મંત્રી બન્યા છે. પણ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પોલિટિકલ પેટર્નમાં એવો બદલાવ આવી શકે છે કે જેની રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ કરીને 2029ની લોકસભાની ચૂંટણીમાં મોટી અસર થઈ શકે છે. બની શકે કે સ્થાનિક સ્વરાજની 2026ની ચૂંટણીમાં ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા છે, તેવી રીતે 2027માં વિધાનસભાની ચૂંટણીમાં પણ 1998થી 2022 સુધીની ચૂંટણીઓમાં મુસ્લિમ ઉમેદવાર નહીં ઉતારવાની પરંપરામાં ફેરફાર થઈ શકે છે.

Advertisement

ગુજરાતની વસ્તીમાં 9.67 ટકા જેટલા મુસ્લિમ હોવાનો એક અંદાજ છે. પણ મુસ્લિમોને વિધાનસભા અને લોકસભાથી માંડીને સ્થાનિક સ્વરાજમાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ નહીં મળતું હોવાની ઘણી રાજકીય બૂમરાણો વર્ષોથી ચાલી રહી છે. તેમાં નવા-નવા આયામો જોડાતા જાય છે.

Advertisement

આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત

ગુજરાત (Gujarat) 'હિંદુત્વ (Hindutva) નો ગઢ' બન્યું

ગુજરાતને હિંદુત્વની રાજનીતિની પ્રયોગશાળા (Gujarat Hindutva's Political Laboratory) ગણાવનારાઓનો ભારતીય રાજનીતિના વર્તુળોમાં તૂટો નથી. આ એટલા માટે કારણ કે ભારતીય જનસંઘના જનતા પાર્ટીમાં વિલય અને ત્યાંથી ડ્યૂઅલ મેમ્બરશિપના કારણે જનતા પાર્ટીમાંથી બહાર નીકળેલા ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ના નેતા-કાર્યકર્તાઓએ 1980માં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) ની સ્થાપના કરી. ત્યારે ભારતરત્ન (Bharat Ratna) અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ના નેતૃત્વમાં ભાજપ ગાંધીવાદી સમાજવાદ (Gandhian Socialism) ના આધારે લોકો વચ્ચે પહોંચ્યું હતું. ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તા-નેતાઓની કામગીરી શરૂ થઈ હતી. 1984માં દેશના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ની હત્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને આખા દેશમાંથી માત્ર બે બેઠકો મળી હતી અને તેમાની એક બેઠક ગુજરાતની મહેસાણાની હતી. આ બેઠક પરથી ડૉ. એ. કે. પટેલ (Dr. A. K. Patel) ને જીત મળી હતી. આ જીતમાં પણ તે સમયે મહેસાણાની નજીક બનેલી એક હિંદુ યુવકની વિધર્મી દ્વારા હત્યા અને તેના પછીના ઘટનાક્રમની ઘણી મોટી ભૂમિકા હતી.

1984ની લોકસભાની બેઠકમાં માત્ર 2 બેઠકો પ્રાપ્ત થયા પછી ભાજપમાં 'બેક ટુ બેઝિક્સ' ને લઈને ચિંતન-મનન થયું અને ભાજપે આગળ વધી રહેલી રામજન્મભૂમિ મૂવમેન્ટને ટેકો જાહેર કર્યો. ભાજપના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી (Lalkrishna Adwani) એ રામરથ યાત્રા (Ram Rath Yatra) શરૂ કરીને અને તેના કારણે દેશભરમાં ભગવા પાર્ટીની લોકપ્રિયતામાં ધરખમ વધારો થયો.

આ રામજન્મભૂમિ આંદોલન (Ramajanma Bhoomi Movement) ને દેશભરમાંથી મળી રહેલા સમર્થન વચ્ચે ભાજપ (BJP) અને આરએસએસ (RSS) ને એ દેખાયું કે ગુજરાતમાં રામજન્મભૂમિ આંદોલનને મળનારો ટેકો અભૂતપૂર્વ અને ઘણો મજબૂત તથા સાત્યત્યપૂર્ણ છે. ગુજરાતમાંથી પહેલી કારસેવા અને બીજી કારસેવામાં જનારા કારસેવકોની સંખ્યા ઘણી મોટી હતી. સામાજીક સ્તરે તો વાતાવરણ રાજ્યમાં બીજા અનામત આંદોલન વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવા દેવાના તત્કાલિન કૉંગ્રેસ સરકારના ફરમાન વખતે તમામ હિંદુઓએ એકઠા થઈને રથયાત્રા કાઢીને રાજ્યનો રાજકીય ચિતાર પણ સ્પષ્ટ કરી દીધો હતો કે રાજ્ય હવે ખામ થિયરીની જાતિવાદી બેડીઓથી સ્વતંત્ર થવા તરફ છે. જન્માષ્ટમીની શોભાયાત્રા વખતે પણ કોંગ્રેસની સરકારના અમલમાં પોલીસના દમનચક્ર સામે હિંદુઓ એકતા (Unity Of Hindus) એ મોટો અવાજ ઉઠાવ્યો હતો અને કોંગ્રેસની સરકારના તત્કાલિન મુખ્યમંત્રીને મોડી રાત્રે સભામાં હિંદુઓની માફી માંગવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!

અશાંતિના તબક્કામાં રાજકીય રૂપાંતરણના કાળમાંથી પસાર થઈ રહેલા ગુજરાતમાં એક મોટી સીમાચિન્હરૂપ ઘટના બની કે અમદાવાદની મહાનગરપાલિકામાં ભાજપને સત્તા પ્રાપ્ત થઈ હતી. આ ગુજરાત અને દેશભરમાં એક મોટી સફળતા હતી. અહીંથી ભારતીય જનતા પાર્ટીને પોતાનો પોલિટિકલ રોડમેપ પણ મળી ગયો હતો. અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં 1987માં ડૉન અબ્દુલ વહાબ અબ્દુલ લતીફ પાંચ ઠેકાણેથી ઉભો હતો અને તે પણ જેલમાંથી. તેને પાંચેય બેઠકો પર જીત મળી હતી. લતીફની ઉમેદવારીએ અમદાવાદના વોટર્સમાં એક મોટી અંડરકરન્ટ પેદા કર્યો હતો. લતીફ ભલે જીતી ગયો હતો, પણ તેની સામે લતીફને છાવરનારી રાજકીય શક્તિઓ લોકોમાં અળખામણી થવા લાગી અને છેલ્લે વોટિંગ બાદ પરિણામ આવ્યું અમદાવાદ કોર્પોરેશનમાં સત્તા પરિવર્તન.

કેન્દ્રની રાજીવ ગાંધીની નેતૃત્વવાળી સરકારમાં મોટાગજાના મંત્રી વી. પી. સિંહે રાજીનામું આપીને અલગ પક્ષ જનતાદળના નેજા હેઠળ બોફોર્સ કટકી કાંડના મુદ્દે જનતા સમક્ષ જવાનું નક્કી કર્યું હતું. ભાજપે પણ વી. પી. સિંહ (V. P. Singh) ના નેતૃત્વમાં જનતાદળ સાથે ગઠબંધન કર્યું અને 1990માં ગુજરાતમાં ભાજપ-જનતાદળના ગઠબંધને કોંગ્રેસ જેને 1985માં 149 બેઠકો મળી હતી, તે અજેય ગણાતી ગુજરાત કૉંગ્રેસને 1990માં ગુજરાતમાં માત્ર 33 બેઠકોથી જ સંતોષ માનવો પડયો હતો. ગુજરાતમાં જનતાદળ-ભાજપ (Janta Dal - BJP) ના ગઠબંધનની ચિમનભાઈ પટેલ-કેશુભાઈ પટેલ (Chimanbhai Patel - Keshubhai Patel) ના નેતૃત્વની સરકાર સત્તામાં આવી હતી.

ગુજરાતમાં આમ તો હિંદુત્વના સામાજીક અને રાજકીય પ્રયોગો છેક 1983થી મીનાક્ષીપુરમની સામુહિક ધર્માંતરણની ઘટના બાદના જનજાગરણથી શરૂ થઈ ચુક્યા હતા. મીનાક્ષીપુરમમાં ઘણાં હિંદુઓએ સામુહિકપણે ઈસ્લામ અંગિકાર કર્યો હતો. આ ધર્માંતરિત હિંદુઓની ઘરવાપસી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે દેશભરમાં જનજાગરણ અભિયાનો ચલાવાયા હતા અને ગુજરાતમાં તેની મોટી અસર થવા લાગી હતી.

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ ભાજપને સ્પષ્ટપણે ધ્યાનમાં આવી ચુક્યું હતું કે વ્યાપારી ક્ષેત્રે અગ્રણી એવા ગુજરાતીઓ ધર્મ-સેવા-રાષ્ટ્રને લઈને પણ ઘણાં સંવેદનશીલ છે. 1949માં ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પહેલા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રાંજલિ લઈને જે સંકલ્પ કર્યો હતો તેના કારણે જ ગુજરાતમાં આવેલા 17 વખત આક્રમકો દ્વારા તોડી પડાયેલા સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર થયો. તેની સાથે જ ગુજરાતમાં રાષ્ટ્રાભિમાન અને સ્વાભિમાનની લહેર છવાઈ હતી.

આ પણ વાંચો : Bengal Assembly Election: બંગાળમાં બાબરીવાળા હુમાયૂં-ઓવૈસીના ગઠબંધનના કારણે મમતા બેનર્જી BJP સામે હારશે?

મુસ્લિમ ઉમેદવારોથી BJP નું વિ.સભા-લોકસભા ચૂંટણીમાં અંતર

હવે રામજન્મભૂમિ આંદોલનથી સામાજિક રીતે એકજૂટ થયેલા હિંદુઓનું પોલિટિકિલ મોબીલાઈઝેશન (Political Mobilisation) પણ શરૂ થઈ ચુક્યું હતું. મુસ્લિમોને ભાજપે ગુજરાતમાં ઉમેદવાર બનાવવાનું બંધ કર્યું. 1998માં એક અપવાદરૂપ ઘટનામાં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપે ભરુચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર અબ્દુલગની કુરૈશીને ટિકિટ આપી હતી અને તેમની કોંગ્રેસના ઈકબાલ ઈબ્રાહીમ સામે હાર થઈ હતી. ભાજપના મુસ્લિમ ઉમેદવારને 24,439 વોટથી હાર મળી હતી. ચૂંટણીમાં જીતની ક્ષમતા અને સંભાવના ચકાસીને જ ઉમેદવારો ઉતારવામાં આવતા હોય છે. ભાજપની રાજકીય રૂપરેખા મુજબ મુસ્લિમ ઉમેદવારો જીતી શકે તેવી સંભાવના ઘણી ઓછી હોવાથી તેના પછી છેક 2022ની વિધાનસભા ચૂંટણી સુધી ભાજપે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી.

પણ જાણકારો માની રહ્યા છે કે એક રાજકીય પ્રયોગ ગુજરાતમાં ભાજપ કરી રહ્યું છે અને તેમાં જો સફળતા મળશે તો તેવી સ્થિતિમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી સંભાવનાને જાણકારો જોવાની કોશિશ કરી રહ્યા છે અને આ પ્રયોગ છે ગુજરાતની 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી.

આ પણ વાંચો : હિંદુઓને વસ્તી વધારાની સલાહ મહામૂર્ખતા ! ડેમોગ્રાફી બદલાવાનું કારણ 'Political Islam'

2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) માં 'રાજકીય પ્રયોગ' ?

26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં મતદાન થયું અને ચૂંટણી પંચના આંકડા મુજબ, સરેરાશ 49.14 ટકા મતદાન નોંધાયું છે.

જેમાં મહાનગરપાલિકાઓમાં 49.02 ટકા, નગરપાલિકાોમાં 59.81 ટકા, જિલ્લા પંચાયતોમાં 61.83 ટકા અને તાલુકા પંચાયતોમાં 62.05 ટકા વોટિંગ નોંધાયું છે. સ્પષ્ટ છે કે શહેરી વિસ્તારમાં મતદાતાઓએ ઓછા પ્રમાણમાં અને બિનશહેરી (અર્ધશહેરી અને ગ્રામીણ) વિસ્તારોમાં મતદાનની ટકાવારી સરખામણીમાં ખાસી વધારે છે. આ સિવાય રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ અને તેમની મોટાભાગની બેઠકો ભાજપના ઝંડાની નીચે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતૃત્વમાં ગુજરાત હિંદુત્વની રાજનીતિનો ગઢ બન્યું હોવાની વાત કોઈનાથી પણ અજાણી નથી. પણ હવે હિંદુત્વના ગઢમાં એક નવો રાજકીય પ્રયોગ થઈ રહ્યો છે. આ રાજકીય પ્રયોગ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને મજબૂત કરવામાં મુખ્ય રાજકીય પ્રવાહમાં નાત-જાત-પંથ-સંપ્રદાયના ભેદથી પર એવો રાજકીય માહોલ બનાવવાની શરૂઆત કરવાનો છે કે જેને દેશભરમાં લાગુ કરી શકાય.

ગુજરાતની હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 270 જેટલા લઘુમતી ઉમેદવારોને ઉતાર્યા છે. જેમાં સૌથી વધુ 45 મુસ્લિમ ઉમેદવારો કચ્છ જિલ્લામાં પછી ભરુચમાં 24, વડોદરામાં 20 અને આણંદમાં 19 લઘુમતી ઉમેદવારો છે.

સ્વતંત્રતા પછી થોડા વર્ષો સુધી એવો માહોલ હતો કે હિંદુ બહુમતીવાળી બેઠકો પરથી મુસ્લિમ જનપ્રતિનિધિઓ ચૂંટાતા હતા. હિંદુ બહુમતીવાળા મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં મુસ્લિમ મુખ્યમંત્રીઓ પણ રહી ચુક્યા છે. પરંતુ જાણકારોનો તર્ક છે કે આ બધું લઘુમતી તુષ્ટિકરણ હેઠળ તત્કાલિન રાજકીય વ્યવસ્થાના નીતિનિર્ધારકો દ્વારા ગોઠવેલું હતું.

આ પણ વાંચો : ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેસાહેબ સ્થાનિક સ્વરાજ-વિ.સભા ચૂંટણીમાં Congress નો હિસાબ થશે

લઘુમતી તુષ્ટિકરણ સામે ભાજપ વિચારધારાત્મક લડાઈ લડી રહ્યું છે. તેને કારણે આટલા મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ, તેવી રાજકીય ગણતરીઓ જનસંઘના જમાનાથી જ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સહીતના નેતાઓએ ફગાવી હતી. તેને ભાજપે પણ ચાલુ રાખી.

તર્ક છે કે વિરોધ કોઈ પંથ-સંપ્રદાયનો નથી. પણ સૌની સાથે ન્યાય - તુષ્ટિકરણ કોઈનું નહીં તેવા સિદ્ધાંતથી જ ભાજપ રાજકારણને આગળ વધારશે. રાજકીય સર્વસમાવેશકતાની રાજનીતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ-સૌનો વિકાસ સૂત્રથી શરૂ કર્યાનું જાણકારોનું માનવું છે.

ગુજરાત બહાર જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળની કેટલીક ચૂંટણીઓમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા પણ હતા.

2025ની કેટલીક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100થી વધુ મુસ્લિમ ઉમેદવારો ભાજપના મેન્ડેટથી કે સમર્થનથી ચૂંટણી લડયા હતા. જેમાં 80થી વધુ ઉમેદવારો ચૂંટણી જીત્યા અને 20 જેટલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તે વખતે કોંગ્રેસના નેતા કદીર પીરઝાદાએ કહ્યુ હતુ કે લોકોને એટલા ડરાવીને રાખ્યા છે કે ન છૂટકે લોકો હવે ભાજપને સરન્ડર થઈ ગયા છે. તેમણે આના સંદર્ભે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક સાથે ચર્ચા કરવાની વાત પણ ત્યારે કરી હતી.

તો ગુજરાત ભાજપના લઘુમતી મોરચાના તત્કાલિન પ્રમુખ મોહસિન લોખંડવાળાએ 2025ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારોની જીતને લઈને કહ્યુ હતુ કે મુસ્લિમ નેતાગીરી માને છે કે કૉંગ્રેસની મુસ્લિમો માટેની તુષ્ટિકરણની રાજનીતિનો અંત આવ્યો છે. મુસ્લિમ સમાજ જાગૃત થઈને ભાજપને પોતાના શહેર અને વિસ્તારના વિકાસ માટે મત આપી રહ્યા છે.

હવે 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એક નવા રાજકીય પ્રયોગ હેઠળ પોતાની રાજકીય રણનીતિ આગળ વધારી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ભાજપે મોટાભાગે લઘુમતી ઉમેદવાર ઉતારવાનું ટાળ્યું છે. કેટલાક વોર્ડમાં લઘુમતી વસ્તી 60થી 90 ટકા હોવા છતાં પણ લધુમતી ઉમેદવારોને ટિકિટ આપવાનું ભાજપે ટાળ્યું છે.

આ પણ વાંચો : બ્રાહ્મણ હોવા પર શરમ, હિંદુ હોવા પર સવાલ એક રોગ છે, ભોગ બન્યા છે ઘણાં "Piyush Mishra"

અમદાવાદ (Ahmedabad) ના જમાલપુર, દરિયાપુર, જુહાપુરા, સુરત (Surat) ના લિંબાયત અને વડોદરાના વાડી વિસ્તારોમાં આ પોલિટિકલ પેટર્ન દેખાઈ રહી છે. જાણકારો મુજબ આની પાછળનું કારણ શહેરોમાં ભાજપનો મુખ્ય મતદાર વર્ગ હિંદુત્વ સાથે જોડાયેલો છે અને મુસ્લિમ ઉમેદવારને હાલની સ્થિતિમાં ટિકિટ આપવામાં આવે, તો તે નારાજ થવાનો પાર્ટીને ડર હોઈ શકે છે. પરંતુ અમદાવાદ, વડોદરા (Vadodara) જેવા શહેરોની આસપાસ એટલે કે જિલ્લા વિસ્તારોમાં કેટલાક મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. આમા લાંબાગાળાની રાજકીય ગણતરી એવી હોઈ શકે કે ભવિષ્યમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓમાં લઘુમતી ઉમેદવારને ઉતારવા માટેની દાવેદારી મજબૂત થઈ શકે છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે, તો ભાજપની સામાજિક પહોંચ અને ચૂંટણી જરૂરિયાતનું સંતુલન પણ જાળવી શકાય.

આ રાજકીય વ્યૂહરચનાને આધારે જ અમદાવાદ જિલ્લામાં 9, વડોદરા જિલ્લામાં 19 જેટલા મુસ્લિમ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે.

કૉંગ્રેસ (Congress) નો ગઢ ગણાતા આણંદ (Anand) માં ભાજપે 19 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા છે.

નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા, તેના પહેલા તેમણે સદભાવના મિશન હેઠળ ગુજરાતના દરેક જિલ્લાએ સદભાવના ઉપવાસ કર્યા હતા. તેના પછી તેમણે સૌનો સાથ - સૌનો વિકાસ -નો મંત્ર આપ્યો. 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેઓ સતત સૌનો સાથ - સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની વાત કરી રહ્યા છે. હવે આને દ્રઢતા સાથે જમીની સ્તર પર મજબૂતાઈથી આગળ વધારવા માટે ગુજરાતમાં જે રાજકીય પ્રયોગ થઈ રહ્યો છે, તેમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોટી ભૂમિકા હશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓની રાજકીય એકતા તોડવાનો રોડમેપ!

તુષ્ટિકરણની રાજનીતિ (appeasement politics) હટાવી રાષ્ટ્રવાદી રાજનીતિ માટેની કોશિશ?

આની પાછળનું કારણ પણ જો વિચારવામાં આવે, તો સ્વતંત્રતા પહેલા કૉંગ્રેસ અને મુસ્લિમ લીગમાં દેશનો હિંદુ અને મુસલમાન રાજકીય રીતે વિભાજીત થયો. મુસ્લિમ લીગે પોતાનું મુસ્લિમોમાં સમર્થન 95 ટકાએ પહોંચ્યું (1946ની ચૂંટણીના આંકડા પ્રમાણે સેપરેટ ઈલેક્ટરોરેટમાં મુસ્લિમ લીગને મળેલું મુસ્લિમ મતદાતાઓનું સમર્થન) અને 14 ઓગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું. સ્વતંત્ર ભારતમાં પણ ખિલાફત આંદોલનકાળથી શરૂ થયેલી કૉંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનો બીજો ભાગ પણ શરૂ થયો હતો.

આના કારણે હિંદુ-મુસ્લિમમાં રાજકીય ઐક્યના સ્થાને હિંદુઓ પર મુસ્લિમના તુષ્ટિકરણની જાણે કે રાજકીય જવાબદારી આવી ગઈ હોય તેવો રાજકીય માહોલ પેદા થવા લાગ્યો. હિંદુ બહુમતીવાળી બેઠકો પરથી મુસ્લિમોના ચૂંટાવા કે મુખ્યમંત્રી બનવાની રાજકીય ઘટનાઓ સામાન્ય હતી. પરંતુ મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હજી સુધી હિંદુ મુખ્યમંત્રી બની શક્યો નથી. તો મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રોમાં હિંદુ જનપ્રતિનિધિ ચૂંટાયો હોય તેવી કોઈક અપવાદરૂપ ઘટનાને બાદ કરતા ક્યારેય આવી સ્થિતિ પેદા થઈ ન હતી.

આવી સ્થિતિના ચાલુ રહેવાના સંજોગોમાં દેશમાં રાજકીય ખટરાગ રાષ્ટ્રીય પ્રવાહ માટે નુકશાનકારક પણ હતો. આમ પણ ભારતમાં રહેતા તમામ લોકો સાંસ્કૃતિક રીતે પંથ-સંપ્રદાયથી પર થઈને જોડાયેલા હોવાની વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતૃત્વ દ્વારા સતત કહેવાતી રહી છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat) ઘણીવાર કહી ચુક્યા છે કે હિંદુ-મુસ્લિમોના પૂર્વજો એક છે. હિંદુ-મુસ્લિમોના ડીએનએ એક છે. ભારતમાં રહેતા સૌ લોકો હિંદુ છે અને આપણા સૌની સંસ્કૃતિ પણ એક છે.

આ આદર્શ તરફ આગળ વધવામાં રાજકારણ એક અડચણ છે અને આ અડચણને દૂર કરવા માટે એક રાજકીય પ્રયોગ કદાચ ગુજરાતમાં ભાજપ દ્વારા થઈ રહ્યો હોઈ શકે છે. પણ આની સફળતાને લઈને આશંકાઓ તો બનેલી છે. ગુજરાતના હિંદુત્વની વિચારધારાને આધારે ભાજપના સમર્થક બનેલા મતદાતાઓના મનમાં કેટલીક હદે આશંકાઓ પણ પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં હિંદુત્વની રાજનીતિના સમર્થકોના મનમાંથી રાજકીય આશંકાઓ પણ દૂર થવી જરૂરી છે. તેમને એ લાગવું જરૂરી છે કે ભાજપ મુસ્લિમ ઉમેદવારો ઉતારી રહી છે, તેની પાછળ મુસ્લિમ તુષ્ટિકરણની રાજકીય મજબૂરી બિલકુલ નથી.

આ પણ વાંચો : રામ માધવે BJP ની અંદર પોતાની વાપસીની સંભાવનાઓ પર પાણી ફેરવ્યું!

Tags :
Advertisement

.

×