ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Special Conversation: શા માટે બ્રેઈન સ્ટ્રોક કેસ વધી રહ્યા છે? પદ્મશ્રી ડૉ. સુધીર શાહે જણાવ્યા આ કારણો

Special Conversation With Dr. Sudhir Shah: બ્રેઈન સ્ટ્રોક સામાન્ય લક્ષણ જણાય તો પણ તાત્કાલિક સારવાર મેળવવી ખૂબ જરૂરી છે.
08:28 PM Dec 10, 2024 IST | VIMAL PRAJAPATI
Special Conversation With Dr. Sudhir Shah: બ્રેઈન સ્ટ્રોક સામાન્ય લક્ષણ જણાય તો પણ તાત્કાલિક સારવાર મેળવવી ખૂબ જરૂરી છે.
Conversation with Gujarat First
  1. છેલ્લા ઘણા સમયથી બ્રેઈન સ્ટ્રોક કેસ ખૂબ વધ્યાં છે
  2. પદ્મશ્રી ડૉ. સુધીર શાહે જણાવ્યું બ્રેઈન સ્ટ્રોકના કેસ વધવાનું કારણ
  3. ગુજરાતમાં દર 6 મિનિટ 1 બ્રેઈન સ્ટ્રોક આવી રહ્યા છે

Special Conversation: રાજ્યમાં અને દેશમાં છેલ્લા ઘણા સમયથી બ્રેઈન સ્ટ્રોક કેસ ખૂબ વધી રહ્યા છે. જેને લઇને ડૉક્ટર પણ હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જેને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયત્ન કરી રહ્યા છે.અને લોકો પણ સમજાવવામાં આવી રહ્યા છે. બ્રેઈન સ્ટ્રોક સામાન્ય લક્ષણ જણાય તો પણ તાત્કાલિક સારવાર મેળવવી ખૂબ જરૂરી છે. જેથી જીવ બચાવી શકાય છે.

આ પણ વાંચો: IPS Transfer : આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિનના રોજ સરકારનો ગર્ભિત સંદેશ ?

ગુજરાતમાં દર 6 મિનિટ 1 બ્રેઈન સ્ટ્રોકનો કેસ આવે છે

પદ્મશ્રી ડૉ. સુધીર શાહનું માનવું છે આજના સમયમાં 70% લોકો હાઈપરટેન્શન,ડાયાબિટીસ, ધૃમપણ,આલ્કોહોલ અને ડ્રગ્સ વગેરેનું સેવન વધારે થતુ હોવાને કારણે બ્રેઈન સ્ટોક આવવાના કેસ વધારે સામે આવી રહ્યા છે. ભારતમાં ત્રણ મિનિટે 1 વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોક આવી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં દર 6 મિનિટ 1 બ્રેઈન સ્ટ્રોક આવી રહ્યા છે. સરેરાશ વાત કરવામાં આવે તો દેશની અંદર દરરોજ 4000 હજાર જેટલા લોકો છે. બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. જયારે ગુજરાત દરરોજ અંદાજિત 240 જેટલા લોકો બ્રેઈન સ્ટ્રોક શિકાર બની રહ્યા છે. પરંતુ રાહતની બાબતે છે કે, આટલી મોટી સંખ્યામાં કેસ આવતા હોવા છતાં મૃત્યુદર 10 થી 15 ટકા છે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Diu : સસ્પેન્ડેડ પોલીસકર્મીની શર્મનાક કરતૂત, યુવતીનો પીછો કરી કારમાં ખેંચી અને પછી..!

30 થી 40 વર્ષની ઉંમર લોકોમાં બ્રેઈન સ્ટ્રોક કેસ વધ્યા

બ્રેઈન સ્ટ્રોક કેસની પહેલા વાત કરવામાં આવે તો, 60 થી 70 વર્ષના લોકો વધારે કેસ જોવા મળતા હતા. પણ હાલ જે પ્રમાણે પ્રદૂષણ અને વ્યસન જે પ્રમાણે યુવાનોમાં વધુ છે. જેને લઇને હવે 30 થી 40 વર્ષની ઉંમર લોકોમાં બ્રેઈન સ્ટ્રોક કેસ વધ્યા છે. બ્રેઈન સ્ટ્રોક પ્રાથમિક લક્ષણોની વાત કરવામાં આવે તો હાથમાં નબળાઈ આવી, બોલવામાં સમસ્યા ઊભી થવી, શરીર સંતુલનના જળવાવું જેવા તેના પ્રાથમિક લક્ષણો છે. આ લક્ષણો જણાતા વ્યક્તિ જો 4 કલાક અંદર હોસ્પિટલ સારવાર લેવામાં આવે તો આમાંથી બચી શકાય છે.

અહેવાલઃ રાહુલ ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 500 થી વધુ સરકારી કર્મચારીઓને અપાશે નિમણૂક પત્ર

Tags :
Brain strokebrain stroke caseGujarat FirstGujarat Top NewsPadmashree Dr. Sudhir Shahspecial conversation with Gujarat FirstTop Gujarati News
Next Article