Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: લ્યો બોલો! હવે વરઘોડો ન કાઢવા લીધી લાંચ, પોલીસ માટે કમાણીનું નવુ સાધન

Gujarat: પોલીસના કેટલાક કર્મચારીઓએ કમાણીનું નવું સાધન વરઘોડાને બનાવ્યું છે. અત્યારે એક આવા જ પોલીસ કૉન્સ્ટેબલની અમદાવાદ શહેરમાંથી ધરપકડ
gujarat  લ્યો બોલો  હવે વરઘોડો ન કાઢવા લીધી લાંચ  પોલીસ માટે કમાણીનું નવુ સાધન
Advertisement
  1. પોલીસના કેટલાક કર્મચારીઓએ કમાણીનું નવું સાધન બનાવ્યું
  2. છટકા દરમિયાન પોલીસ કૉન્સ્ટેબલની રંગે હાથે ધરપકડ કરાઈ
  3. પોલીસ કૉન્સ્ટેબલની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી

Gujarat: ગુજરાત પોલીસ દ્વારા કેટલાય આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યાં છે. જેમાં રાજકોટ અને અમરેલીનો કિસ્સો તાજો જ છે. પરંતુ પોલીસ હવે વરઘોડા ના કાઢવા માટે પણ પૈસા લે છે તેવું સામે આવ્યું છે. પોલીસના કેટલાક કર્મચારીઓએ કમાણીનું નવું સાધન વરઘોડાને બનાવ્યું છે. અત્યારે એક આવા જ પોલીસ કૉન્સ્ટેબલની અમદાવાદ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો એસીબીએ પોલીસ કૉન્સ્ટેબલ અમનકુમાર સંજયકુમાર ચૌહાણની લાંચ માંગવા બદલ ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

Advertisement

ભરપૂર માત્રમાં આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યાં અને હવે...

હવે આરોપીઓને બચાવવા માટે પૈસા લઈને પોલીસ ખુદ આરોપી બની રહી છે. એટલું જ કહીં શકાય કે પોલીસે હવે પૈસા કમાવાનું નવુ સાધન બનાવ્યું છે. પહેલા ભરપૂર માત્રમાં આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યાં છે. સ્વાભાવિક છે કે, પોલીસે પકડેલા લોકો(આરોપીઓ, ગુનેગારો) પોતાની કરતૂત લોકો સામે છતી ના થાય તે માટે પૈસા(લાંચ) આપવાના જ છે. આ નવી રીતનો કેટલાક પોલીસકર્મીઓ બેફામ લાભ લઈ રહ્યાં છે. જેમાંથી એકની આજે ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?

વરઘોડો ના કાઢવા માટે માંગી 4 લાખ રૂપિયાની લાંચ

હકીકત એવી છે કે, આ પોલીસ કૉન્સ્ટેબલે ફરિયાદી પાસેથી તેની વિરૂદ્ધ જુગારનો કેસના કરવા, સરઘસ (વરઘોડો) નહીં કાઢવા અને માર નહીં મારવા માટે રૂપિયા 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જો કે, પછી વાત 1,00,000 રૂપિયામાં નક્કી થઈ હતી. એટલું જ નહીં પરંતુ આ પોલીસ કૉન્સ્ટેબલે ફરિયાદી પાસેથી તે જ સમયે 35,000 રોકડા લઈ લીધા હતા અને બાકીના 65,000 બાદમાં લેવાની વાત નક્કી થઈ હતી. બન્યું એવું કે ફરિયાદીને હવે વધારે રૂપિયા આપવા નહોતા તેથી એસીબીમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પૉક્સો સહિતના ગંભીર કેસોમાં પોલીસ સામે કાળી કમાણીનો આરોપ

આરોપીને રંગે હાથે ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું

આ મામલે એસીબીએ ફરિયાદ નોંધી અને ફરિયાદના આધારે આરોપીને રંગે હાથે ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેથી આ છટકા દરમિયાન પોલીસ કૉન્સ્ટેબલની રંગે હાથે ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. એસીબી દ્વારા આરોપી પોલીસ કૉન્સ્ટેબલની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે પોલીસ હવે વરઘોડા ના કાઢવા માટે પણ પૈસા લે છે તેવું સામે આવ્યું છે. પરંતુ અત્યારે તો એક પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×