ચકચારી BZ Ponzi Scam ની તપાસમાંથી CA દુર્ગેશ પાંડેયને રાતોરાત હટાવી દેવાયા
BZ Ponzi Scam : ગુજરાતના અખબારો અને ન્યૂઝ ચેનલમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી સેંકડો કરોડની BZ Ponzi Scam ને લગતા સમાચારો સતત આવી રહ્યાં છે. નવેમ્બર-2024ના અંતમાં CID Crime Gujarat ના તત્કાલિન વડા S Pandia Rajkumar ના આદેશથી કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. CID Crime ની ટીમોએ જુદાજુદા સ્થળોએ દરોડા પાડી ડિજિટલ ડેટા, દસ્તાવેજો અને અનેક લકઝુરીયસ કાર કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે. કરોડોના BZ Ponzi Scam તપાસની શરૂઆતમાં જ ચાર્ટડ એકાઉન્ટન્ટ દુર્ગેશ પાંડેયની મદદ લેવાઈ રહી હતી. જો કે, ગૃહ વિભાગે (Home Department Gujarat) રાજ્યના તમામ વિભાગોને ચેતવણી આપતો પત્ર લખતા Durgesh Pandey CA ને અધવચ્ચે જ પડતા મુકી દેવાયા છે.
CAએ કલાસ વન અધિકારીના બ્લેકના વાઈટ કરી આપ્યા
વર્ષોથી કેન્દ્રીય તેમજ ગુજરાત પોલીસ (Gujarat Police) ની એજન્સીઓને આર્થિક ગુનાની તપાસ (Financial Crime Investigation) માં દુર્ગેશ પાંડેય મદદ કરતા હતા. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં ચાલતી એક તપાસમાં આક્ષેપિત કલાસ વન અધિકારીને સીએ દુર્ગેશ પાંડે્યે નાણાકીય ગેરરીતી આચરવામાં મદદગારી કરી હતી. ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીના કાળા નાણાને કાયદેસરના કરી આપવામાં CA Durgesh Pandey એ મહત્વની ભૂમિકા ભજવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કારણોસર ગૃહ વિભાગે ગુજરાત સરકાર (Gujarat Government) ના તમામ વિભાગોને લેખિતમાં જાણ કરી Durgesh Pandey અને તેમની પેઢી DKMS & Associates ની સેવા લેતા હોય તો તેમને તેમાંથી મુક્ત કરવા ગત ડિસેમ્બરમાં આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે
Durgesh Pandey પર પ્રતિબંધ બાદ ચર્ચાઓ શરૂ
CID Crime ના તત્કાલિન વડા ડૉ. એસ. પાંડીઆ રાજકુમાર હોય કે ED ના ઝોનલ ડાયરેક્ટર ચાર્ટડ એકાઉન્ટન્ટ દુર્ગેશ પાંડેય પર પૂરેપૂરો ભરોસો કરતા હતા. ACB Gujarat ના પૂર્વ વડા કેશવકુમાર સાથે ચાર્ટડ એકાઉન્ટન્ટ દુર્ગેશ પાંડેય (Durgesh Pandey) ને વિશેષ ઘરોબો હતો. કેશવકુમાર (Keshav Kumar IPS) ના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વના કેસોમાં એક માત્ર દુર્ગેશ પાંડેયની DKMS & Associates ની સેવા લેવામાં આવતી હતી. એન્ટી કરપ્શન બ્યૂરોએ કેટકેટલાંય કેસોમાં આક્ષેપિતોને ક્લીનચીટ આપી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. CID Crime Gujarat, EOW અને ED માં થયેલી તપાસો પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે.
આ પણ વાંચો: ED, એસીબી અને સીઆઈડી ક્રાઈમને આર્થિક કૌભાંડના કેસોમાં મદદ કરનારા CA Durgesh Pandey ખેલાડી નીકળ્યા
BZ Ponzi Scam તપાસમાં નવા CA ની પસંદગી થશે
ક્રિકેટર શુભમન ગીલ સહિત 11 હજાર રોકાણકારોને સેંકડો કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ચીટર ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ Ponzi Scam ની તપાસ શરૂઆતથી વિવાદોમાં રહી છે. શરૂઆતમાં હજારો કરોડની ઠગાઈનો આંકડો ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) ની ધરપકડ બાદ 360 કરોડ પર આવી ગયો છે. CID Crime નો ભૂતકાળ અને તેની કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટે (High Court Gujarat) પણ અનેક વખત કઠોર શબ્દોનો પ્રયોગ કર્યો છે. મસમોટી ઠગાઈની તપાસમાં મદદ કરતા સીએ દુર્ગેશ પાંડેયને હટાવ્યા બાદ હવે EOW CID Crime એમ્પેનલ્ડ પેનલમાં રહેલા ત્રણ ચાર્ટડ એકાઉન્ટન્ટ પૈકી એક CA ની પસંદગી કરવા જઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, તપાસ અધિકારી ડીવાયએસપી અશ્વિન એમ. પટેલ (Ashwin M Patel DySP) સીએ દુર્ગેશ પાંડેય તેમની પેનલ નહીં હોવાનું કહી રહ્યાં છે. જ્યારે એક સિનિયર IPS અધિકારી આ વાતને સમર્થન આપી રહ્યાં છે.