Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad CP ઑફિસમાં IPS જેવો વટ ધરાવતા 'સાહેબ' ઘર ભેગા, શહેર પોલીસ આનંદો

Ahmedabad CP ના અગ્ર રહસ્ય સચિવ તરીકે ડી. ડી. રાવલ (Dinesh D Raval) ની કોણે કરી હતી વિવાદીત નિમણૂક ?
ahmedabad cp ઑફિસમાં ips જેવો વટ ધરાવતા  સાહેબ  ઘર ભેગા  શહેર પોલીસ આનંદો
Advertisement

Ahmedabad CP : અમદાવાદ પોલીસ કમિશનર ઑફિસમાં વર્ષો સુધી ફરજ બજાવનારા એક માથાભારે કારકૂન કમ 'સાહેબ' ને તાજેતરમાં ઘર ભેગા કરી દેવાયા છે. IPS જેવો વટ ધરાવતા કારકૂન છેલ્લાં સાડા 4 વર્ષથી Ahmedabad CP ના અગ્ર રહસ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા. Ahmedabad City Police માં ફરજ બજાવતા સિનિયર અધિકારીઓની કામગીરીમાં દખલગીરી કરનારા તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને વહીવટદારો પાસે ધાર્યું કામ પાર પડાવનાર રાવલ દિનેશનો 'સૂર્ય' આથમી જતાં અનેક અધિકારી/કર્મચારીઓએ હાશ અનુભવી છે. Ahmedabad CP ના અગ્ર રહસ્ય સચિવ તરીકે ડી. ડી. રાવલ (Dinesh D Raval) ની કોણે કરી હતી વિવાદીત નિમણૂક ? વાંચો આ અહેવાલમાં...

નિવૃત્તિ ટાણે રાવલનો પગાર હતો સવા લાખ

Ahmedabad CP Office માં શરૂઆતથી અંત સુધી નોકરી કરનારા ખૂબ જ જૂજ કર્મચારી હશે, પરંતુ દિનેશ રાવલે આ મામલે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. 80ના દાયકાની શરૂઆતમાં D D Raval અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં સિવિલયન સ્ટાફમાં વર્ગ - 3 કારકૂન (PA) તરીકે નોકરી શરૂ કરી હતી. લગભગ 38 વર્ષની નોકરીમાં દિનેશ ડી. રાવલે Personal Secretary અને ત્યારબાદ અગ્ર રહસ્ય સચિવ (Principal Private Secretary) તરીકે બઢતી મેળવી હતી. વર્ષ 2020માં વય મર્યાદાના કારણે દિનેશ રાવલ PPS વર્ગ-1 અધિકારી તરીકે અમદાવાદ કમિશનર કચેરીમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમનો પગાર સવા લાખ રૂપિયા જેટલો હતો.

Advertisement

નોકરી અગ્ર રહસ્ય સચિવની, પગાર માત્ર 10 હજાર

અનેક IPS અધિકારીઓની પોલ અને કાંડની જાણકારી ધરાવતા ડી. ડી. રાવલે Ahmedabad CP ઑફિસ સિવાય અન્ય કોઈ સ્થાને નોકરી કરી ન હતી. વર્ષો સુધી સાઈડલાઈન રહેલાં સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava) ની નિમણૂક 3 ઑગસ્ટ 2020ના રોજ CP Ahmedabad તરીકે થઈ હતી. 90ના દાયકામાં સંજય શ્રીવાસ્તવ અમદાવાદ શહેરના જુદાજુદા ઝોનમાં DCP તરીકે ફરજ બજાવી ચૂક્યાં હોવાથી તેમનો દિનેશ રાવલ સાથે સારો એવો ઘરોબો હતો. તત્કાલિન પૉ.કમિ. સંજ્ય શ્રીવાસ્તવને પોતાના ચોક્કસ હેતુ પાર પાડવા અમદાવાદમાં જુદાજુદા મોરચે અંગત માણસોની જરૂર હતી. જેમાં તેમણે ડી. ડી. રાવલની પસંદગી કરી હતી. શરૂઆતમાં બેએક મહિના પગાર વિના CP શ્રીવાસ્તવની સંમતિ દિનેશ રાવલે અગ્ર રહસ્ય સચિવના પદ પર કામ શરૂ કર્યું હતું. PPS ના પદ પર ગેરકાયદે નિયુક્તિ બાદ ડી. ડી. રાવલને શ્રીવાસ્તવે નવેમ્બર-2020માં Suraksha Setu Project Consultant તરીકે મહિને 10 હજારના વેતનથી 11 મહિનાની કરાર આધારિત નોકરી આપી દીધી હતી. વિવાદીત નિમણૂકને કાયદેસર દર્શાવવા CP Sanjay Srivastava એ આ ખેલ ખેલ્યો હતો. નોંધનીય છે કે, પોલીસ કમિશનર ઑફિસમાં આવતી-જતી ફાઈલો અને તેમાં રહેલી અતિ સંવેદનશીલ માહિતીની જાણકારી D D Raval ધરાવતા.

Advertisement

કરાર આધારિત નોકરી, દબદબો IPS જેવો

CP Ahmedabad સંજ્ય શ્રીવાસ્તવ, પ્રેમવીર સિંઘ (In-charge Ahmedabad CP) અને વર્તમાન પોલીસ કમિશનર એમ ત્રણ અધિકારીઓના તાબામાં દિનેશ રાવલે નોકરી કરી છે. પોલીસ વિભાગમાં વર્ષો કાઢ્યા હોવાથી સિનિયર IPS થી લઈને ગૃહ વિભાગ સુધીના છેડા ધરાવતા દિનેશ રાવલ IPS જેવો વટ મારતા હતા. અમદાવાદ શહેર પોલીસની મહત્વની એજન્સી એવી ગુના નિવારણ શાખા (PCB) માં ફાળવવામાં આવેલી સરકારી બોલેરો અને ડ્રાઈવરોનો અંગત કામ તેમજ પારિવારિક કામો માટે D D Raval દુરઉપયોગ કરતા હતા. કચેરીમાં પ્રવેશતી વખતે રાવલને સંત્રીઓ IPS અધિકારીની જેમ સલામ પણ મારતા હતા.

CPના નિર્ણયથી શહેર પોલીસે અનુભવી રાહત

અમદાવાદ રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પર ચારેક વર્ષ અગાઉ થયેલા એક તોડકાંડમાં Dinesh D Raval ના મેળાપીપણાની ભૂમિકા સામે આવી હતી, પરંતુ તત્કાલિન ઉચ્ચ IPS અધિકારીની કૃપાથી તે મામલો સમેટી લેવાયો હોવાની જે-તે સમયે ચર્ચા ઊઠી હતી. સિનિયર અધિકારીઓની કામગીરીમાં દખલગીરી કરનારા તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને વહીવટદારો પાસે ધાર્યું કામ પાર પડાવનાર રાવલ દિનેશનો 'સૂર્ય' આથમી ગયો છે. અનેક IPS, ACP, PI, PSI, કૉન્સ્ટેબલરી તેમજ સિવિલિયન સ્ટાફને નડી ગયેલા દિનેશ રાવલને એક મહિલા આઈપીએસ અધિકારીની કામગીરીમાં ચંચૂપાત કરવો ભારે પડ્યો હોવાની ચર્ચા છે. મહિલા આઈપીએસ અધિકારી સહિત અન્ય સિનિયર અધિકારીઓએ કરેલી ફરિયાદોને લઈને પોલીસ કમિશનર G S Malik એ આકરો નિર્ણય લઈ ડી. ડી. રાવલને એપ્રિલના અંતમાં ઘર ભેગા કરી દીધા છે. પોલીસ કમિશનરના આ નિર્ણયથી અમદાવાદ શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા સંખ્યાબંધ અધિકારી/કર્મચારીઓએ હાશની સાથે ખુશી અનુભવી રહ્યાં છે.

આ પણ વાંચો :  Indian Passport : 500 જેટલાં પાસપોર્ટધારકોની તપાસ કેમ કરી રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ?

Tags :
Advertisement

.

×