Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે

અમદાવાદ ખાતે બ્રિટિશ રૉક બેન્ડ કૉલ્ડપ્લે કૉન્સર્ટ (Coldplay Concert) આગામી તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ખાતે યોજાનારો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી મીડિયામાં Coldplay Ahmedabad અવારનવાર ચમકી રહ્યો છે.
coldplay concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ  ટિકિટ ખરીદારો શોધે છે
Advertisement

Coldplay Concert : અમદાવાદ ખાતે બ્રિટિશ રૉક બેન્ડ કૉલ્ડપ્લે કૉન્સર્ટ (Coldplay Concert) આગામી તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ખાતે યોજાનારો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી મીડિયામાં Coldplay Ahmedabad અવારનવાર ચમકી રહ્યો છે. 'કલાકોમાં હજારો ટિકિટોનું બુકિંગ, લાખો લોકો વેઈટિંગમાં' આવા સતત સમાચારોએ ભારતના મુંબઈ અને અમદાવાદ શહેર ખાતે યોજાયેલા તેમજ યોજાનારા Coldplay Concert ના ટિકિટ વેચાણમાં મોટી ભૂમિકા ભજવી છે. Coldplay Concert ને હાઉસફૂલ બનાવવા શૉને કેન્દ્ર સ્થાને રાખીને અવનવી તરકીબો અજમાવી સમાચારમાં સતત લાઈવ રાખ્યો છે.

Coldplay Concert નું ટિકિટ બુકિંગ વિવાદમાં આવ્યું

અમદાવાદ ખાતે યોજાનારા અને મુંબઈ ખાતે યોજાઈ ગયેલા Coldplay Concert ની ટિકિટોના કાળાબજાર બુકિંગ સાથે જ શરૂ થઈ ગયા હતા. સપ્ટેમ્બર મહિનામાં Coldplay Concert ભારતમાં થશે તેવી જાહેરાત થઈ હતી. ઑનલાઈન બુકિંગ શરૂ થતાની સાથે જ ગણતરીની મિનિટોમાં પૂરૂ થઈ ગયું હતું. બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) માં ગત ઑક્ટોબર મહિનામાં વકીલ અમિત વ્યાસે કરેલી જનહિત અરજીમાં જણાવાયું હતું કે મોટા કાર્યક્રમો જેવા કે કૉન્સર્ટ, લાઈવ શો વગેરેની ટિકિટના વેચાણ દરમ્યાન ગેરરીતિ અને કાળાબજારી થાય છે. આવી ગેરરીતિ ગયા મહિને કૉલ્ડપ્લે કૉન્સર્ટની ટિકિટો બુક માય શો (BookMyShow) પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ ત્યારે પણ જોવા મળી હોવાનો દાવો કરાયો હતો. કેટલીક સેકન્ડરી વેબસાઈટો કૉલ્ડપ્લે કૉન્સર્ટની ટિકિટો ઊંચા ભાવે વેચી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. IPL મેચો, ક્રિકેટ વર્લ્ડ કપ મેચો અને ટેલર સ્વિફ્ટ તેમજ દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં પણ આવી ગેરરીતિઓ જોવા મળી હતી. આયોજકો અને ટિકિટ પાર્ટનરો ટિકિટ્સ સેકન્ડરી વેબસાઈટ પર ઊંચા ભાવે ટિકિટ લિસ્ટ કરીને ચાહકોને લૂંટતા હોવાનો જનહિત અરજીમાં દાવો કરાયો હતો. BookMyShow પ્લેટફોર્મ દ્વારા ઑનલાઈન ટિકિટનું વેચાણ એવી રીતે કરાયું હતું કે, ટિકિટ ઉપલબ્ધ થાય એ પહેલાં લોકો લોગ આઈટ કરાયા અને એક્સેસ અપાયું નહીં એવો જનહિત અરજીમાં આરોપ લગાવાયો હતો. ગણતરીની મિનિટોમાં જ ત્રણે શોની ટિકિટ વેચાઈ ગયાનું દર્શાવાયું હતું.

Advertisement

આ પણ વાંચો :  ED, એસીબી અને સીઆઈડી ક્રાઈમને આર્થિક કૌભાંડના કેસોમાં મદદ કરનારા CA Durgesh Pandey ખેલાડી નીકળ્યા

Advertisement

કાળા બજારીયાઓ પાસે ટિકિટ ક્યાંથી આવી ?

Coldplay Concert ની ઑનલાઈન બુકિંગ થકી મળતી ટિકિટો ઊંચા નફા સાથે અનેક કાળા બજારીયાઓ વેચવા ફરે છે અને પકડાય પણ છે. તાજેતરમાં ચાંદખેડા પોલીસ (Chandkheda Police) અને ઝોન-2 ડીસીપી સ્કવૉડે કુલ ત્રણ શખ્સોને ટિકિટો સાથે પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી પણ કરી છે. પકડાયેલા આ શખ્સો પાસેથી ટિકિટો કેવી રીતે આવી અને કોણે આપી તે એક મહત્વનો સવાલ છે.

Coldplay Concert માં મીડિયા માર્કેટિંગની ભૂમિકા

ગણતરીના સમયમાં ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ. મોટી કિંમતો આપવા છતાં ટિકિટો મળતી નથી. અનેકગણી કિંમત લઈને ટિકિટોના કાળાબજાર થઈ રહ્યાં છે. Coldplay Concert ટિકિટ બુક કરવાનું ચૂકી ગયા હોવ તો ચિંતા નહીં, ફરીથી ટિકિટ વેચાણ શરૂ. આવા અનેક સમાચારો આપે વાંચ્યા હશે અને સાંભળ્યા પણ હશે. Gujarat First એ આજે બપારે BookMyShow પર તપાસ કરી તો હજુપણ કેટલીક ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ હતી. અત્રે નોંધનીય છે કે, 22 જાન્યુઆરીની સ્થિતિએ 1.87 લાખ ટિકિટોનું વેચાણ થયું છે.

કાળા બજારીયાની સ્થિતિ કફોડી બની

Coldplay Concert ની ટિકિટો બુક કરાવી રાતોરાત લખપતિ થઈ જવાના સપનાં જોતાં કેટલાંક શખ્સો હાલ ભીંસમાં મુકાયા છે. BookMyShow પર આજની તારીખે પણ ટિકિટો ઉપલબ્ધ છે અને ટિકિટના કાળાબજાર કરવા જાય તો પોલીસ પકડી લે તેમ છે. આવી સ્થિતિમાં કરવું શું ? પૂર્વ અમદાવાદમાં રહેતા એક શખ્સે નામ નહીં આપવાની શરતે Gujarat First ને જણાવ્યું હતું કે, 25 હજારની એક ટિકિટ એવી આઠેક ટિકિટો ઊંચા ભાવથી વેચવા માટે એકઠી કરી હતી. હવે સ્થિતિ એવી છે કે, આ ટિકિટો કોઈ ભાવે ભાવ લેવા પણ તૈયાર નથી. આવા તો અનેક શખ્સો છે જેમણે યેનકેન પ્રકારે મેળવેલી ટિકિટો ખરીદીને ભેરવાઈ ગયા છે.

Coldplay Band કેવી રીતે બન્યું ?

કૉલ્ડપ્લે એક બ્રિટિશ રૉક બેન્ડ છે જેની રચના ૧૯૯૬માં ગાયક ક્રિસ માર્ટિન અને ગીટારીસ્ટ જોન બકલેન્ડ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં તેનું નામ પેક્ટોરાલ્ઝ હતું અને બેઝિસ્ટ ગાય બેરિમેનના બેન્ડમાં જોડાણ બાદ બેન્ડનું નામ "સ્ટારફીશ" (Starfish Band) રાખવામાં આવ્યું. વીલ ચેમ્પિયન ડ્રમ્મર, ગાયક, અન્ય વાજિંત્ર વગાડનાર તરીકે જોડાયા. વર્ષ ૧૯૯૮માં બેન્ડનું નામ બદલી "કોલ્ડપ્લે" (Coldplay Band) કરવામાં આવ્યું.

આ પણ વાંચો :  Ahmedabad : 'Coldplay' કૉન્સર્ટને લઈ સૌથી મોટા સમાચાર, ટિકિટ નથી મળી તો ચિંતાની જરૂર નથી!

Tags :
Advertisement

.

×