ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોગસ ગન લાયસન્સ સ્કેમમાં કૉર્પોરેટર, બિલ્ડર અને લોક કલાકારોના નામ આરોપી તરીકે ઉછળ્યા હતા, આરોપીઓ પકડવામાં Gujarat ATS નો ભેદ-ભાવ

કોલ સેન્ટર કૌભાંડમાં સંકળાયેલા કૉપૉરેટર, માથાભારે અબજોપતિ બિલ્ડર અને કેટલાંક ડાયરા કલાકારો Gujarat ATS ની મુલાકાત લઈ ચૂક્યાં છે.
01:46 PM Sep 08, 2025 IST | Bankim Patel
કોલ સેન્ટર કૌભાંડમાં સંકળાયેલા કૉપૉરેટર, માથાભારે અબજોપતિ બિલ્ડર અને કેટલાંક ડાયરા કલાકારો Gujarat ATS ની મુલાકાત લઈ ચૂક્યાં છે.
Fake_Arms_Licence_Scam_Gujarat_ATS_Controversy_Ahmedebad_Builder_Umang_Kapopara_accused_walks_free_Gujarat_First

Gujarat ATS : વર્ષ 2025નો કોઈ સૌથી મોટો કેસ એન્ટી ટેરરિઝમ સ્કવૉડમાં આવ્યો હોય તો તે છે ઓલ ઈન્ડિયા વેપન લાયસન્સ સ્કેમ (All India Arms Licence Scam) નો. રોકડીના જારે નાગાલેન્ડ અને મણીપુરમાંથી ગુજરાતના અનેક ગુનેગારો, બિલ્ડર, નગરસેવક તેમજ લોક કલાકારોએ ગન લાયસન્સ મેળવી લીધા હોવાની વાતો પાંચ મહિના અગાઉ ઉછળી હતી. કોલ સેન્ટર કૌભાંડમાં સંકળાયેલા કૉપૉરેટર, માથાભારે અબજોપતિ બિલ્ડર અને કેટલાંક ડાયરા કલાકારો Gujarat ATS ની મુલાકાત લઈ ચૂક્યાં છે. ભાજપના કૉપૉરેટર (BJP Corporator) અને લોક કલાકારો પૈકી એકનું પણ નામ પોલીસ ચોપડે ચઢ્યું નથી એટલે આ વાતો ઠંડી પડી ગઈ છે. જો કે, અમદાવાદનો એક અબજોપતિ બિલ્ડર એટીએસના ચોપડે ફરાર હોવા છતાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. કોણ છે આ બિલ્ડર અને કેમ એટીએસ તેની ધરપકડ કરતા ખચકાટ અનુભવે છે ? વાંચો આ અહેવાલ...

Gujarat ATS ને બાતમી મળી અને પછી...

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર એસઓજીએ મણીપુર અને નાગાલેન્ડના હથિયાર પરવાના કૌભાંડમાં આગળ વધી ગઈ તે અરસામાં એટીએસને બાતમી મળી હતી. એટીએસના ડીવાયએસપી એસ.એલ.ચૌધરી (S L Chaudhary DySP) ને ગત 25 માર્ચના સવારે 11 કલાકે માહિતી મળી હતી કે, વિશાલ પંડયા સહિત 4 શખ્સો પાસે હથિયાર પરવાના છે. જેથી DySP Shankar Chaudhari એ બપોરે 12.15 કલાકે બાતમી અંગેની Gujarat ATS Police Station ના ચોપડે નોંધ કરાવી હતી. બીજા દિવસે વિશાલ પંડ્યા, અર્જુન અલગોતર, ધૈય જરીવાલા અને સેલા ભરવાડ/બોળીયાને 28 માર્ચના રોજ હથિયાર પરવાના સાથે હાજર રહેવા નોટિસ પાઠવી હતી. મોબાઈલ ફોન ઘરે મુકીને આવેલા Vishal Pandya alias VP સહિતના શખ્સો હાજર થતાં તેમના હથિયાર પરવાના મેળવી Team ATS એ પૂછપરછ કરતા અન્ય શખ્સોએ પણ લાખો રૂપિયા ખર્ચી પરવાના મેળવ્યા હોવાની હકિકત સામે આવી હતી. ગત એપ્રિલ મહિનાની 7મી તારીખે એટીએસએ 49 શખ્સો સામે ફરિયાદ નોંધી. ફરિયાદ નોંધ્યાના બીજા દિવસે 8 એપ્રિલના રોજ બપોરે 3.30 કલાકે વિશાલ પંડ્યા, મુકેશ બામ્ભા (Mukesh Bambha) સહિતના 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Gujarat ATS ના ચોપડે કેટલાંની ધરપકડ બાકી

8 એપ્રિલથી લઈને 1 સપ્ટેમ્બર સુધીમાં એટીએસ હથિયાર પરવાના કૌભાંડમાં કુલ 91 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે Arms Licence Scam માં 22 જેટલાં આરોપીની ધરપકડ કરવાની હજુ પણ બાકી છે. ATS Gujarat એ 66 આરોપીઓ સામે ચાર્જશીટ કરી દીધી છે. Gujarat First એ ગન લાયસન્સ સ્કેમમાં હજુ કેટલાં આરોપીની ધરપકડ કરવાની બાકી છે તે જાણવા તપાસ અધિકારી પીઆઈ કે.બી.સોલંકીનો સંપર્ક કર્યો હતો. PI K B Solanki એ જણાવ્યું છે કે, ફરાર આરોપીઓનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી. કારણ કે, તપાસમાં અન્ય આરોપીઓના નામ પણ સામે આવી રહ્યાં છે.

ગન હાઉસના માલિક પિતા-પુત્રની ગુપચુપ ધરપકડ

એટીએસ ગુજરાતે ગન લાયસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં નવેક તબક્કામાં 91 આરોપીઓ પકડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચે હથિયાર લાયસન્સકાંડમાં ઝડપી પાડેલા સુરતના ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલ બે મહિના અગાઉ શરતી જામીન પર છુટ્યા હતાં. એટીએસના ચોપડે ફરાર અતુલ ચીમનભાઈ પટેલ અને જીગર અતુલભાઈ પટેલ (બંને રહે. મહાવીરનગર સોસાયટી, ગજેરા સર્કલ પાસે, કતારગામ, સુરત) ની ગત 18 ઑગસ્ટના રોજ ધરપકડ દર્શાવી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં ગજાનન ગન હાઉસ (Gajanan Gun House) ના માલિક પિતા-પુત્રને જેલમાં ધકેલી દેવાયાં છે.

શંકરની કૃપાથી વૉન્ટેડ અબજોપતિ બિલ્ડર બિનધાસ્ત

અમદાવાદના અબજોપતિ બિલ્ડરમાં જેની ગણના થાય છે તેવા કાપોપરા પરિવારનો ઉમંગ પ્રવિણભાઈ કાપોપરા હથિયાર પરવાના કૌભાંડનો આરોપી છે. ઉમંગ કાપોપરા () એ અન્ય ગુનેગારોની જેમ લાખો રૂપિયા ખર્ચીને વેપન લાયસન્સ મેળવી લીધું હતું. એટીએસની ચાર્જશીટમાં ફરાર આરોપીઓની યાદીમાં 41 નંબર પર રહેલા ઉમંગ કાપોપરા મહિનાઓથી બિનધાસ્તપણે અમદાવાદ, મુંબઈ સહિત અનેક સ્થળો પર ફરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઉમંગ કાપોપરા શ્રાવણમાં શંકરની ભક્તિ કરતા, ગણેશ ચર્તુથીમાં 500 રૂપિયાની નોટો ઉડાડતા તેમજ ફિલ્મ કલાકાર મહેશ માંજરેકર સાથે મુંબઈમાં જોવા મળી રહ્યો છે. SG Highway પર આવેલી ATS Office પાસેથી નિયમિત આવ-જા કરી રહેલાં ઉમંગ કાપોપરાની ધરપકડમાં સ્ટેટ એજન્સી ભેદ-ભાવ દર્શાવી રહી છે.

આ પણ વાંચો :   2323 કરોડના સટ્ટાકાંડનો કેસ થતાં સૂત્રધાર Harshit Jain ગોવાથી વાયા નેપાળ થઈને દુબઈ પહોંચ્યો હતો

Tags :
Arms Licence ScamBankim PatelBJP CorporatorGajanan Gun HouseGujarat ATS Police StationGujarat FirstMukesh BambhaPI K B SolankiS L Chaudhary DySPUmang KapoparaVishal Pandya alias VP
Next Article