Nirlipt Rai ના તપાસ રિપોર્ટે પોલીસ બેડામાં મચાવ્યો ખળભળાટ, 4 પોલીસ કર્મી ગેરકાયદે વિદેશ પ્રવાસ બદલ સસ્પેન્ડ
Nirlipt Rai : છેલ્લાં કેટલાંક મહિનાઓથી ગુજરાત પોલીસ (Gujarat Police) ની માઠી દશા બેઠી છે. સજાના ભાગરૂપે પોલીસ અધિકારી/કર્મચારીઓની બદલી, બદમાશ પોલીસ સામે ફરિયાદ તેમજ સસ્પેન્શનનું હથિયાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) છૂટથી ઉગામી રહ્યાં છે. ગુજરાત પોલીસ બેડામાં બેફામ બનેલા બદમાશ અધિકારી/કર્મચારીઓની શાન ઠેકાણે લાવવા Gujarat DGP ને એકશન લીધા વિના છૂટકો નથી. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ના ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ને સોંપવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવતા વિકાસ સહાયે જિલ્લા બદલી કરાયેલા અમદાવાદના 13 પોલીસ કર્મચારીઓ પૈકી 4ને સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લીધો છે.
Gujarat DGP સહાયે 4 ને કર્યા સસ્પેન્ડ
રાજ્ય પોલીસ વડા (Gujarat HoPF) વિકાસ સહાયે અમદાવાદના 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી બાદ વધુ એક આકરો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માં છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રભુત્વ ધરાવતા પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી થતાં ત્રણ કર્મચારીઓએ વિકાસ સહાય (Vikas Sahay) સામે બાંયો ચઢાવી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના દ્વાર ખખડાવ્યા હતાં. જિલ્લા બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓની તપાસ ડીજીપી સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય ( DIG Nirlipt Rai) ને સોંપી હતી. આ તપાસમાં બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી 4 જણાની મોટી પોલ પકડાઈ ગઈ. જેના પગલે DGP Vikas Sahay એ હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ DGP એક્શનમાં
ગુજરાત પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ
અમદાવાદ શહેરમાંથી 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં જિલ્લા બદલી કરાઈ હતી
13 પૈકી 4 પોલીસ કર્મચારીઓને DGP વિકાસ સહાયે કર્યા સસ્પેન્ડ
વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓએ કર્યા અનેક વિદેશ…— Gujarat First (@GujaratFirst) January 15, 2025
કથિત વહીવટદારોને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા ?
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સસ્પેન્ડ કરાયેલા 4 કથિત વહીવટદાર/પોલીસ કર્મચારીઓએ તેમની સરકારી ફરજ દરમિયાન અનેક વિદેશ પ્રવાસ (Foreign Travel) કર્યા છે. નિયમાનુસાર પાસપોર્ટ મેળવ્યા બાદ જ્યારે પણ સરકારી કર્મચારી/અધિકારીએ વિદેશ પ્રવાસ કરવાનો હોય તો સંલગ્ન વિભાગને જાણ કરી મંજૂરી મેળવવાની હોય છે. જો કે, આ ચારેય પોલીસ કર્મચારીઓએ પોલીસ વિભાગની મંજૂરી મેળવ્યા વિના વિદેશ પ્રવાસો (Travel abroad without permission) કર્યા હોવાનું Nirlipt Rai ની તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત આ પોલીસ કર્મચારીઓએ ચાલુ પગારે એટલે કે, રજા મેળવ્યા વિના ઉચ્ચ અધિકારીઓની કૃપાથી વિદેશની સફરો ખેડી છે.
13 પોલીસવાળા પાસે આ માહિતી માંગી હતી
અમદાવાદમાંથી એક સાથે 13 પોલીસ કર્મચારીઓની ગત નવેમ્બરમાં જિલ્લા ટ્રાન્સફર કરાતા મામલો હાઇકોર્ટમાં ગયો હતો. Gujarat DGP વિકાસ સહાયે આ મામલે SMC DIG નિર્લિપ્ત રાયને તપાસ સોંપી જિલ્લા બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓની મિલકતની માહિતી મેળવવા આદેશ કર્યો હતો. Nirlipt Rai એ 13 પોલીસ કર્મચારીઓ પાસે નીચે જણાવ્યાનુસાર માહિતી માગી હતી.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોએ વિદેશ પ્રવાસ કર્યો હોય તો તેની સંપૂર્ણ માહિતી.
- પોલીસ કર્મચારી અને તેમના માતા-પિતા, પત્ની અને બાળકોના નામે આવેલી રહેણાંક-કોર્મશિયલ સ્થાવર મિલકતોના વેચાણ કરાર.
- પોલીસ કર્મચારી અને તેમના માતા-પિતા, પત્ની અને બાળકો માટે વસાવેલા કસરતના સાધનોની માહિતી.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યો માટે વસાવેલી મ્યુઝીક સિસ્ટમ, હોમ થિએટર, કૉમ્પ્યુટર, લેપટૉપ, ટેબ્લેટ, મોબાઈલ ફોન અને અન્ય ગેઝેટની ખરીદ તારીખ અને બીલની નકલ.
- પોલીસ કર્મચારીના ઘરમાં વસાવાયેલું ફર્નિચર, TV, વોશીંગ મશીન, AC તથા રેફ્રિજરેટર હોય તો તેની સંપૂર્ણ માહિતી.
- પોલીસ કર્મચારીના પરિવારના સભ્યોનું સરકારી બેંકમાં PPF Account હોય તો ચાલુ વર્ષનું સ્ટેટમેન્ટ.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે ક્રેડિટ કાર્ડ હોય તો ચાલુ વર્ષનું સ્ટેટમેન્ટ.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે સરકારી-સહકારી કે ખાનગી બેંકમાં લૉકર હોય તો તેની માહિતી.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોના નામે ખરીદવામાં આવેલા સોના-ચાંદી સહિતના દાગીનાના બિલો.
- પોલીસ કર્મચારી અને તેના પરિવારના સભ્યોનો મેડીક્લેમ અને કોઈ કલબની મેમ્બરશિપ હોય તો તેની માહિતી.