શીખો ન હોત તો ઉત્તર ભારત Pakistan હોત? Dr. Ambedkar એ ઉજાગર કર્યું હતું મોટું સત્ય!
. અફઘાનિસ્તાન અને પશ્ચિમી પંજાબ ક્યારેક ભારતના અભિન્ન અંગ અને બૌદ્ધ-વૈદિક સંસ્કૃતિના કેન્દ્રો હતા
. ડૉ. આંબેડકરના મતે, જો શીખોનું ઉત્થાન ન થયું હોત, તો ઉત્તર ભારત કાયમી માટે ભારતથી અલગ થઈ ગયું હોત
. ભૌગોલિક એકતાની સાથે સાંસ્કૃતિક-આધ્યાત્મિક એકતા ભારતના ભવિષ્યને સુરક્ષિત રાખવા જરૂરી
આનંદ શુક્લ (Anand Shukla) : આજે ભારત સ્વતંત્રતાના 79 વર્ષે એક એવા ત્રિભેટે આવીને ઉભું છે કે જ્યાં જાતિગત વસ્તીગણતરીના મુદ્દે રાજકારણ ખેલાઈ રહ્યું છે અને કાસ્ટ સેન્સસ (caste census) ના આવ્યા બાદ આ રાજકારણ વધુ તીવ્ર બનવાનું છે.
તેની સાથે ડિમિલિટેશન (delimitation) ના મુદ્દે ઉત્તર (North India) અને દક્ષિણ ભારત (South India) નું રાજકારણ પણ તીવ્ર બનવાના આસાર છે. પરંતુ આજે ભારતમાં કથિતપણે ઉત્તર ભારતનું રાજકીય વર્ચસ્વ હોવાના તર્કો આપનારા નેતાઓને એ ખબર છે કે ઉત્તર ભારત, ભારત સાથે જોડાયેલું રહ્યું છે તેની પાછળ સૌથી મોટું પરિબળ હોય તો તે શીખોનું ઉત્થાન છે. શીખો (Shikhs) એ ઉત્તર ભારતને ભારત બનાવી પણ રાખ્યું અને ભારત (Bharat - India) સાથે જોડી પણ રાખ્યું. જો આ ન થયું હોત , તો પાકિસ્તાન (Pakistan) ની માગણી થઈ ત્યારે આ મજહબી દેશે ઉત્તર ભારતને પણ ગળી લીધું હોત. આ તથ્યોનો ખુલાસો ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન ચિંતક ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. B.R. Ambedkar) પોતાના પુસ્તક "पाकिस्तान अथवा भारत का विभाजन" (Pakistan or the Partition of India) માં કર્યો છે.
આ પણ વાંચો : Savarkar Reminiscence: જિન્નાએ એવું તો શું કહ્યું કે સુભાષચંદ્ર બોઝ સાવરકરને મળવા પહોંચ્યા!
Hiuen Tsang ના વર્ણન મુજબ ભારતના 5 ક્ષેત્ર
સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના કાર્યકાળ વખતે ચીની તીર્થયાત્રી હ્યુએનસાંગ (Hiuen Tsang) ભારત આવ્યા હતા. તેમની ડાયરીમાં ઉલ્લેખ મુજબ, ત્યારે ભારત પાંચ ભાગ-ઉત્તર ભારત, પશ્ચિમી ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણી ભારત અને આ પાંચેય વિભાગોમાં 80 રજવાડાં હતા.
હ્યુએનસાંગ મુજબ ઉત્તર ભારતમાં પંજાબ (Punjab) હતું, જેમાં કાશ્મીર (Kashmir) અને તેની આસપાસનના પહાવી રાજ્યો અને સિંધ (Sindh) પારનો સમગ્ર પૂર્વ અફઘાનિસ્તાન (Afghanistan) અને સરસ્વતી (Saraswati) નદીના પશ્ચિમ સુધી હાલના સિસ-સતલજ રાજ્ય સામેલ હતા. આમ ઉત્તર ભારતમાં કાબુલ, જલાલાબાદ, પેશાવર, ગઝની (Ghazni) અને બન્નૂના જિલ્લા સામેલ હતા. તેના પર કપિસાના હિંદુ -ક્ષત્રિય શાસકોનું રાજ્ય હતું. તેમની રાજધાની કાબુલથી 27 માઈલના અંતરે ચારીકાર હતી.
પંજાબમાં તક્ષશિલા (Taxshila) નો પર્વતીય જિલ્લો સિંહપુરા, ઉરાસા, પુંછ અને રાજૌરી સામેલ હતા અને કાશ્મીરના રાજાનું શાસન હતું. જ્યારે આખું મેદાની ક્ષેત્ર જેમાં મુલતાન અને શારાકોટ સામેલ હતા, લાહોર (lahore) નજીક બર્ફી અથવા સંગલાના શાસકોને આધિન હતા. જે સમયે હ્યુએનસાંગ પોતાની તીર્થયાત્રા પર ભારતમાં આવ્યા ત્યારે ભારતની ઉત્તરીય સીમાનો ઉપરોક્ત વિસ્તાર હતો.
બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરે આને લઈને લખ્યું છે કે "આ સત્ય છે કે જ્યારે હ્યુએનસાંગ આવ્યા હતા તો ન માત્ર પંજાબ, પરંતુ આજનું અફઘાનિસ્તાન પણ ભારતનો ભાગ હતું અને તેના સિવાય પંજાબ અને અફઘાનિસ્તાનના નિવાસી વૈદિક અથા બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પરંતુ હ્યુએનસાંગના ભારતમાંથી પાછા ફર્યા બાદથી શું થયું?" * (1)
આ પણ વાંચો : Savarkar Reminiscence: સાવરકરની પ્રેરણાથી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી!
હ્યુએનસાંગના China ગયા પછીના 1000 વર્ષનો સંઘર્ષ
હ્યુએનસાંગના ચીન (China) પાછા ફર્યાના 1000 વર્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના પશ્ચિમોત્તર ભારત પર આરબ (Arab) મુસ્લિમ આક્રમણખોર દ્વારા હુમલો થયો. 711-12માં મુહમ્મદ બિન કાસિમ (Muhammad bin Qasim) ના નેતૃત્વમાં સિંધ પર આરબ મુસ્લિમ હુમલાખોરોએ કબજો કરી લીધો હતો. આ હુમલો બગદાદ (Bagdad) ના ખલીફા (Khalifa) ના આદેશ પર થયો હતો. 9મી સદીના મધ્યમાં તેને સિંધના આ સુદૂર વિસ્તારોમાંથી સીધું નિયંત્રણ હટાવવા માટે બાધ્ય થવું પડયું હતું. પરંતુ તેના પછી 1001માં ગઝનીના મહેમૂદ ગઝનવી (Mahmud Ghaznavi) ના ભીષણ આક્રમણો થવા લાગ્યા. તેણે સિંધ પર ફરીથી કબજો જમાવ્યો. મહેમૂદ ગઝનવીનું 1030માં મૃત્યુ થયું. પણ 30 વર્ષના ટૂંકાગાળામાં ભારત પર તેણે 17 આક્રમણો કર્યા.
તેના પછી 1173માં મુહમ્મદ ઘોરી (Muhammad Ghori) એ ભારત પર આક્રમણ કર્યું અને તે 1206માં માર્યો ગયો. આમ 30 વર્ષ સુધી ગઝનીના મહેમૂદે ભારતને કચડયું અને 30 વર્ષ સુધી મુહમ્મદ ઘોરીએ પણ આ દેશને કચડયો. તેના પછી ચંગેઝ ખાનના મોંગલ ઝુંડોએ 1221માં ભારતના સીમાડાંઓ પર જ આક્રમણ કર્યા, પણ અંદર પ્રવેશ કર્યો નહીં.
તેના 20 વર્ષ બાદ મંગોલોએ લાહોર પર હુમલો કર્યો અને તેને લૂંટયું. આ હુમલામાં સૌથી ભીષણ હુમલો 1398નો તૈમૂર લંગ (Taimur Lang) ના નેતૃત્વમાં થયેલો હુમલો હતો.
તેના પછી બાબર (Babur) તરીકે નવો આક્રમણખોર ઉભર્યો, તેણે 1526માં ભારત પર આક્રમણ કર્યું. બે અન્ય આક્રમણો પણ થયા. 1738માં હુમલાખોર નાદિરશાહના નેતૃત્વમાં પંજાબ પર ચઢી આવ્યા. તેનું આક્રમણ નદીમાં આવેલા ભીષણ પૂર અથવા તો પછી સાગરના રૌદ્ર સ્વરૂપ જેવું હતું.
તેના પછી 1761માં અહમદશાહ અબ્દાલી (Ahmad Shah Abdali) એ ભારત પર હુમલો કર્યો. તેણે પાણિપત (Panipat) માં મરાઠા (Maratha) ઓની સેનાને પરાજિત કરી અને હિંદુ (Hindu) ઓ દ્વારા મુસ્લિમ (Muslim) આક્રાંતાઓના હાથે ગુમાવવામાં આવેલા આધારને ફરીથી પ્રાપ્ત કરવા માટે થનારા પ્રયાસોની હંમેશા માટે કમર તોડી નાખી. *(2)
આ પણ વાંચો : હિંદુઓને વસ્તી વધારાની સલાહ મહામૂર્ખતા ! ડેમોગ્રાફી બદલાવાનું કારણ 'Political Islam'
હુમલા પાછળ રાજકીય ઉદેશ્ય પર મજહબી મનસા હાવી
આ હુમલાઓને લઈને બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે લખ્યુ છે કે "મુસ્લિમ હુમલા માત્ર લૂંટમાર અથવા વિજયની આકાંક્ષાથી પ્રેરિત થઈને જ કરવામાં આવ્યા ન હતા. તેની પાછળ એક અન્ય ઉદેશ્ય પણ હતો. મુહમ્મદ બિન કાસિમે સિંધ પર હુમલો કર્યો, તેનું સ્વરૂપ દંડાત્મક પણ હતું. આ સિંધ સમ્રાટ દાહિર (Dahir) ને સજા આપવા માટે થયો હતો, જેણે દેવલમાં, કે જે સિંધનું એક પોર્ટ હતું, પકડવામાં આવેલા એક આરબ જહાજને મુક્ત કરવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ આ વાતમાં પણ કોઈ શંકા નથી કે ભારતમાં મૂર્તિપૂજા અને હિંદુઓના બહુદેવવાદ પર પ્રહાર કરીને અહીં ઈસ્લામની સ્થાપના પણ આ હુમલાનો એક ઉદેશ્ય હતો." * (3)
આ પણ વાંચો : "વ્યભિચારી મુસ્લિમને પણ ગાંધીથી શ્રેષ્ઠ માનું છું!": મુહમ્મદ અલીનો વિવાદ Dr. Ambedkar ના શબ્દોમાં
આ મામલો મુહમ્મદ બિન કાસિમથી શરૂ થયો અને છેક અહમદશાહ અબ્દાલીના આક્રમણ સુધી ચાલુ રહ્યો. એટલે કે મુસ્લિમ આક્રમણખોરોએ ભારત પર હુમલા કર્યા તેની પાછળ રાજકીય ઉદેશ્ય સાથે મજહબી ઉદેશ્યો પણ હતા અને તે રાજકીય ઉદેશ્યો પણ ઘણી હદે હાવી પણ હતા. આમ મુહમ્મદ ગઝનવીના આવવા અને અહમદશાહ અબ્દાલીની વાપસી વચ્ચેના 762 વર્ષોના સમયગાળાની આ કહાણી છે.
એ હકીકત છે કે અફઘાનિસ્તાન સહીત ઉત્તર ભારત જે ક્યારેક ભારતનો ભાગ હતા અને આ ક્ષેત્રના લોકો બૌદ્ધ (Bauddh) અથવા હિંદુ (Hindu) હતા. પણ હકીકત એ પણ છે કે અફઘાનિસ્તાન અત્યારે ભારતમાં નથી. પાકિસ્તાન (Pakistan) તરીકે ઓળખાતો દેશ અખંડ ભારત (Akhand Bharat) ના ટુકડા કરીને બનાવી દેવાયો છે. આ આખા વિસ્તારમાં વસતા લોકો હવે પોતાના પૂર્વજોના મૂળિયા સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલા નથી અને આવું પસંદ પણ કરતા નથી. આવી સાંસ્કૃતિક ઓળખને વીણીવીણીને પોતાનામાંથી કાઢી ચુક્યા છે.
જ્યારે ભારત વિભાજન (Partition of India) ની વાતો થતી હતી, ત્યારે ડૉ. આંબેડકરે લખ્યું હતું કે "આ આક્રમણોની જે અન્ય પરિણતિઓ થઈ, તેના સિવાય પણ મારા અભિપ્રાયમાં એ ઉત્તરીય ક્ષેત્રોની સંસ્કૃતિ અને સ્વરૂપમાં ઘણાં નક્કર પરિવર્તનો આવ્યા છે ને જેને હવે પાકિસ્તાનમાં સામેલ કરવાનું પ્રસ્તાવિત છે. સ્થિતિ એ છે કે આ ક્ષેત્ર અને બાકીના ભારત વચ્ચે એકતા તો છે જ નહીં, પંરતુ બંને વચ્ચે વાસ્તવિક વિદ્વેષ એક તથ્ય બની ગયું છે." *(4)
આ પણ વાંચો : 2200 Hindus VS 700 Muslims : પાણીપતના ચોથા યુદ્ધનો મૌલાનાનો પડકાર Dr. Ambedkar ના શબ્દોમાં
"શીખો (Shikhs) ના ઉત્થાને આખા ઉત્તર ભારતને શેષ ભારતથી કપાતું બચાવ્યું"
અફઘાનિસ્તાન સહીત હ્યુએનસાંગના વિવરણોમાં આવેલા ઉત્તર ભારતના ક્ષેત્રોનું ભારત સાથે જોડાણ અને ભારતથી અલગ શાસકના ક્ષેત્રમાં ભળવાની એક મોટી ઘટમાળ છે. આ ઘટમાળમાં શીખોનું ઉત્થાન મહત્ત્વપૂર્ણ છે અને શીખોના ઉત્થાને આખા ઉત્તર ભારતને ભારતથી કપાતું બચાવ્યું છે.
ડૉ. આંબેડકરે લખ્યું છે કે " આ આક્રમણોની પહેલી પરિણતિ ઉત્તર ભારત અને બાકીના ભારતની એકતાનું વિખંડન હતું. મુહમ્મદ ગઝનવીએ ઉત્તર ભારતના પોતાના વિજય બાદ આને શેષ ભારતથી અલગ કરી દીધું અને તેના પર ગઝનીથી શાસન કર્યું. જ્યારે એક વિજેતા તરીકે મોહમ્મદ ઘોરી સામે આવ્યો તો તેણે તેને ફરીથી ભારતમાં મિલાવી દીધું અને તેના પર પહેલા લાહોરથી અને પછી દિલ્હીથી શાસન કર્યું. અકબર (Akbar) ના ભાઈ હાકિમે કાબુલ (Kabul) અને કંદહાર (Kandhar) ને ભારતથી પૃથક કર્યા. અકબરે ફરીથી ઉત્તર ભારતમાં તેને મિલાવી દધા. 1738માં નાદિરશાહે ફરીથી તેને અલગ કર્યા અને જો શીખોના ઉત્થાને અવરોધ પેદા કર્યો ન હોત, તો આખું ઉત્તર ભારત જ ભારતથી કપાઈ ગયું હોત. " *(5)
આ પણ વાંચો : ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેસાહેબ સ્થાનિક સ્વરાજ-વિ.સભા ચૂંટણીમાં Congress નો હિસાબ થશે
ટ્રેનના ઉદાહરણ અને અલસાસ લૌરેનનો દાખલો
ભારતની ઐતિહાસિક ઘટમાળને ટાંકીને ડૉ. આંબેડકરે ઉત્તર ભારતની સ્થિતિને સમજાવવા માટે રેલગાડીનું ઉદાહરણ આપ્યું અને અલસાસ લૌરેનનો દાખલો આપીને તેને સમજાવ્યું પણ ખરું.
ડૉ. આંબેડકરે લખ્યુ છે કે " ઉત્તર ભારત એક રેલગાડીમાં લાગેલા ડબ્બા જેવું રહ્યું, જેને સંચાલનની પરિસ્થિતિઓ મુજબ જોડી કે અલગ કરી શકાય છે. જે સાદૃશ્ય જ અપેક્ષિત હોય તો અલસાસ લૌરેનનું ઉદાહરણ આપી શકાય છે. અલસાસ લૌરેન મૂળભૂત રીતે જર્મનીનો વિસ્તાર હતું, જેવું કે બાકીનું સ્વિટ્ઝરલેન્ડ અને નીચલા દેશ હતા. તેની આ સ્થિતિ 1689 સુધી જળવાઈ રહી, જ્યારે ફ્રાંસે તેને લઈ લીધું અને ફ્રાંસિસી ક્ષેત્રમાં વિલીન કરી લીધું. 1871 સુધી તે ફ્રાંસનો ભાગ રહ્યું. તે વર્ષે તેને જર્મનીએ અલગ કરીને પોતાના ક્ષેત્રનો હિસ્સો બનાવ્યું. 1918માં તે ફરીથી જર્મનીથી અલગ થઈને ફ્રાંસનો ભાગ બન્યું અને 1940માં ફરીથી જર્મનીનો ભાગ બનાવી દેવામાં આવ્યું." * (6)
આ પણ વાંચો : Trump નો ખુદને ઈશુ ખ્રિસ્ત દેખાડવાનો અભરખો! Pope Leo XIV નિશાને કેમ?
"શીખો (Shikhs) ની કુહાડી પણ ઓક (Oak) વૃક્ષને કાપીને પાડી શકી નથી"
આવી જ રીતે ભારતનો ઉત્તર ભાગ પણ શીખોને કારણે બાકીના ભારત સાથે પાછો જોડાયો હતો. ડૉ. આંબેડકરે ઉત્તર ભારતને લઈને લખ્યું છે કે " મુસ્લિમ આક્રાંતા નિશંકપણે હિંદુઓની વિરુદ્ધ નફરતના ગીતો ગાતા આવ્યા હતા. પરંતુ તેઓ ઘૃણાના તે ગીત ગાઈ અને માર્ગમાં કેટલાક મંદિરોને આગ લગાવીને જ પાછા ફર્યા નહીં. આવું થયું હોત તો આ વરદાન માનવામાં આત. તેઓ આવા નકારાત્મક પરિણામો માત્રથી સંતુષ્ટ ન હતા. તેમણે ઈસ્લામનો છોડ લગાવતા એક સકારાત્મક કામ પણ કર્યું. આ છોડનો વિકાસ પણ ઉલ્લેખનીય છે. આ ગ્રીષ્મમાં વાવવામાં આવેલો કોઈ છોડ નથી. આ તો ઓક (બાંજ) વૃક્ષની જેમ વિશાળ અને સુદ્રઢ છે. ઉત્તર ભારતમાં આનો સૌથી વધુ વિકાસ થયો છે. એક પછી બીજા હુમલાએ તેને અન્યત્ર કોઈપણની અપેક્ષાએ પોતાના ખોળાથી વધુ ભર્યો છે અને તેમણે નિષ્ઠાવાન માળીઓની જેમ તેમાં પાણી પાવાનું કામ કર્યું છે. ઉત્તર ભારતમાં આનો વિકાસ એટલો સઘન છે કે હિંદુ અને બૌદ્ધ અવશેષ ઝાડીઓ સમાન થઈ ગયા છે, ત્યાં સુધી કે શીખોની કુહાડી પણ આ ઓક (બાંજ) વૃક્ષને કાપીને પાડી શકી નથી." * (7)
આ પણ વાંચો : Corporate Jihad: નાસિકનો TATA ની TCS કંપનીનો કાંડ હિંદુ મહિલાઓ માટે વોર્નિંગ!
રાજનીતિક વર્ચસ્વ સાથે આધ્યાત્મિક-સાંસ્કૃતિક એકતા પણ જરૂરી
ડૉ. આંબેડકરે આગળ લખ્યું છે કે "નિશંકપણે શીખ (Shikh) ઉત્તર ભારતના રાજનીતિક માલિક થઈ ગયા, પરંતુ તેઓ ઉત્તર ભારતને તે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા પાછી પ્રદાન કરાવી શક્યા નહીં જેનાથી તે હ્યુએનસાંગના પહેલા બાકીના ભારત સાથે જોડાયેલું હતું. શીખોએ તેને ભારતને પાછું અપાવ્યું, પરંતુ આ રાજકીય રીતે એલસાસ લૌરેનની જેમ અલગ થઈ શકનારો અને સાંસ્કૃતિક રીતે પારકું જ બનેલું રહ્યું અને જ્યાં સુધી બાકીના ભારતનો સંબંધ હતો, તેનાથી દૂર જ રહ્યું." * (8)
મહારાજા રણજીતસિંહે હ્યુએનસાંગ ઉલ્લેખિત ઉત્તર ભારતના ઘણાં મોટા વિસ્તારોને શીખ સામ્રાજ્યને આધિન કર્યા હતા. તેના સંદર્ભે જ ડૉ. આંબેડકરે પોતાના લખાણમાં વાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે અહીં ઉલ્લેખિત ઉત્તર ભારત અખંડ ભારતના સંદર્ભમાં છે અને તેનો ઉલ્લેખ ચીની તીર્થયાત્રી હ્યુએનસાંગના વર્ણનોવાળો છે. હાલના ઉત્તર ભારતના ઘણાં મોટા વિસ્તારો હ્યુએનસાંગ સંદર્ભિત ઉત્તર ભારતમાં સામેલ ન હતા.
ડૉ. આંબેડકરે પાકિસ્તાન અથવા ભારત વિભાજન સંદર્ભે ચાલતી ચર્ચાઓ વચ્ચે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે " પાકિસ્તાન (Pakistan) અને હિંદુસ્તાન (Hindustan) વચ્ચે હિંદુ કઈ એકતા જુએ છે? જો આ ભૌગોલિક એકતા છે, તો તે કોઈ એકતા નથી." * (9)
ભારતની ખંડિત સ્વતંત્રતાના 79 વર્ષે પણ ભારતને અખંડ ભારત (Akhand Bharat) બનાવવાની વાતો કરનારા જૂજ લોકો છે. પણ તેઓ ડૉ. આંબેડકરે કહેલી વાતોને પણ વાંચીને સમજી લે, તો ભારત આગામી સમયમાં કોઈ મોટી મુસીબતમાં ફસાય નહીં. હિંદુ-મુસ્લિમ એકતા (Hindu - Muslim Unity) ની ખોટા માર્ગે કરેલી કોશિશોએ ભારત તોડયું, હિંદી-ચીની ભાઈભાઈની ખોટી કરાયેલી કોશિશોએ 1962માં ચીન (China) સાથેના યુદ્ધમાં અક્સાઈ ચીન (Akshai China) જેવો રણનીતિક રીતે મહત્ત્વનો ભાગ ભારતથી અલગ કર્યો. હવે આવી કોઈ ખોટી મૂર્ખતા ભારતને વધુ નુકશાન ન કરે તેના માટે ડૉ. આંબેડકરે કહેલી વાતોનું ફરીથી સ્મરણ કરવું જોઈએ.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓની રાજકીય એકતા તોડવાનો રોડમેપ!
સંદર્ભ (Reference):
* (1) પૃષ્ઠ-36, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (2) પૃષ્ઠ-37, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (3) પૃષ્ઠ - 37, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (4) પૃષ્ઠ-47, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (5) પૃષ્ઠ - 48, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (6) પૃષ્ઠ-48, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (7) પૃષ્ઠ-48-49, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (8) પૃષ્ઠ-49, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
* (9) પૃષ્ઠ-50, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી
આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત


