ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જેલમાં કેદ પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા ચર્ચાસ્પદ Gujarat Maritime Board ના દસ્તાવેજો ચોરી કરવાના કેસમાં કર્મચારીની ધરપકડ

ગાંધીનગર પોલીસે Gujarat Maritime Board ની કચેરીમાંથી સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવાનો કેસ
03:30 PM Sep 18, 2025 IST | Bankim Patel
ગાંધીનગર પોલીસે Gujarat Maritime Board ની કચેરીમાંથી સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવાનો કેસ
Gujarat_Maritime_Board_employee_Nishidh_Jani_arrested_in_GMB_document_theft_case_Journalist_Mahesh_Langa_involved_in_GMB_case_Gujarat_First

Gujarat Maritime Board : ગુજરાત સરકારના મેરિટાઈમ બૉર્ડમાં ટેન્ડર અને પૉર્ટની સંવદેનશીલ માહિતી લીક કરવાનો કેસ ગત ઑક્ટોબર-2024માં ગાંધીનગર ખાતે નોંધાયો હતો. 200 બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાનો GST Scam આચરનારા રાષ્ટ્રીય અખબારના પત્રકાર મહેશ લાંગા (Journalist Mahesh Langa) સહિત ચાર શખ્સોની ગત ઑક્ટોબર મહિનામાં ધરપકડ કરાઈ હતી. મહેશ લાંગા સામે આ અરસામાં ગાંધીનગર પોલીસે ગુજરાત મેરિટાઈમ બૉર્ડ (Gujarat Maritime Board) ની કચેરીમાંથી સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવાનો કેસ નોંધ્યો હતો. દસ્તાવેજોની ચોરીના કેસમાં Gandhinagar Police એ મેરિટાઈમ બૉર્ડના એક કારકૂનની બુધવારે રાતે ધરપકડ કરી છે.

Gujarat Maritime Board માંથી દસ્તાવેજો ચોરાયાની ક્યારે જાણ થઈ ?

પત્રકાર મહેશ લાંગાની જીએસટી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી તે સમયે જ મેરિટાઈમ બૉર્ડમાંથી કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો લીક થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં Gujarat Maritime Board Office માં કામ કરતા કોઈ કર્મચારી સાથે સાંઠગાંઠ કરીને Mahesh Langa એ વ્યક્તિગત ફાયદા માટે સંવેદનશીલ દસ્તાવેજો કઢાવ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી હતી. આ મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન (Gandhinagar Sector 7 Police Station) માં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ગાંધીનગર એસડીપીઓ ડી.ટી.ગોહિલ પાસે છે.

Gujarat Maritime Board ના કર્મચારીની ધરપકડ

મેરિટાઈમ બૉર્ડની ઑફિસમાંથી ટેન્ડર અને પૉર્ટની સંવદેનશીલ માહિતી લીક થઈ હોવાના પુરાવા ગત વર્ષે પોલીસને હાથ લાગ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પોલીસની અડધો ડઝન જેટલી ટીમે મેરિટાઈમ ઑફિસમાં દરોડા પાડ્યા હતા. આ મામલે ચાલેલી તપાસમાં Gujarat Maritime Board ના કર્મચારી નિષિધ અરૂણભાઈ જાની (રહે. અમદાવાદ)ની સંડોવણી સામે આવી હતી. Nishidh Jani ને ફેફસાંની બિમારી હોવાથી તેઓ 6 મહિનાથી સારવાર હેઠળ હતાં. થોડાંક દિવસો અગાઉ નિષિધ જાનીએ નોકરી શરૂ કરી હતી. જેની જાણકારી તપાસ અધિકારી DySP Divyaprakash Gohil ને થતાં તેમણે તબીબનો અભિપ્રાય મેળવી નિષિધ જાનીની બુધવારે રાતે ધરપકડ કરી હતી.

રિમાન્ડ મેળવી સહ આરોપી મહેશ લાંગાની ધરપકડ કરાશે

ગુજરાત મેરિટાઈમ બૉર્ડના કર્મચારી નિષિધ જાની (Nishidh Jani GMC) ની ધરપકડ બાદ આજે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યાં છે. Maritime Board Documents Leaked કરવાના પ્રકરણમાં નિષિધ જાનીની સાથે અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ ? તેમજ મહેશ લાંગા પાસેથી આરોપી નિષિધ જાનીએ કયો અને કેવી રીતે લાભ મેળવ્યો છે ? તેની પોલીસ તપાસ કરી રહી છે. કેસમાં જરૂરી માહિતી તેમજ પુરાવાઓ મેળવવા માટે અદાલતમાં રિમાન્ડ મેળવવા અરજી કરાઈ છે. નિષિધ જાનીની ધરપકડ બાદ હવે ગમે તે સમયે ગાંધીનગર પોલીસ મહેશ લાંગાનો ટ્રાન્સફર વૉરંટથી કબજો મેળવશે.

આ પણ વાંચો :   Ahmedabad PCB ની રેડમાં સરપંચ પુત્ર, મહિલા સહિત 17 જુગારીયાઓ ડેકૉરેશનના ગૉડાઉનમાં જુગાર રમતા ઝડપાયા

Tags :
Bankim PatelDySP Divyaprakash GohilGandhinagar PoliceGandhinagar Sector 7 Police StationGST ScamGujarat FirstGujarat Maritime Board Officejournalist Mahesh LangaMaritime Board Documents LeakedNishidh Jani GMC
Next Article