ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ, રાજ્યોમાં ચાલ્યું નહીં Muslim Card
. બંગાળ, આસામ અને તમિલનાડુમાં Muslim Card અને ધાર્મિક ધ્રુવીકરણના સહારે ચૂંટણી જીતવાના વિપક્ષી પ્રયાસો નિષ્ફળ રહ્યા
. રામજન્મભૂમિ આંદોલનથી શરૂ થયેલી વૈચારિક ક્રાંતિ હવે વોટિંગ પેટર્નમાં દેખાઈ રહી છે, જ્યાં હિંદુ મતદારો એકજૂટ થયા છે
. AIUDF, ISF, AIMIM જેવા પક્ષોનો પ્રભાવ ઘટ્યો છે, જે દર્શાવે છે કે મતદારો હવે વિકાસ અને રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપી રહ્યા છે
આનંદ શુક્લ (Anand Shukla) : ભારત એક નવી સ્વતંત્રતાની લડાઈ લડી રહ્યું છે. આ લડાઈ બિલકુલ લોકતાંત્રિક (Democratic) ઢબે ચૂંટણી પ્રક્રિયા (Election Prcess) ઓ થકી થઈ રહ્યું છે. 1989ની લોકસભા ચૂંટણી (Loksabha Election) થી શરૂ થયેલી આ સ્વતંત્રતાની લડાઈ દરેક ચૂંટણીઓ મતદાતાઓ પોતાના અભિગમમાં પરિવર્તન સાથે તેને લડી રહ્યા છે. ગુજરાત (Gujarat) , મધ્યપ્રદેશ (Madhya Pradesh) , રાજસ્થાન (Rajasthan) , ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) , બિહાર (Bihar) , મહારાષ્ટ્ર (Maharashtra) , હરિયાણા (Haryana) , કર્ણાટક (Karnataka) થઈને આ લડાઈ હવે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં પણ દેખાઈ રહી છે. જો કે કેટલીક વાર ભાજપને આમાના કેટલાક રાજ્યોમાં જીત ન મળી હોય તેવું પણ બન્યું છે. પણ હારજીત પણ ભારતની નવી સ્વતંત્રતાની લડાઈનો હિસ્સો માત્ર છે.
વિધાનસભાની ચૂંટણીના પરિણામોના Trands
આસામ (Assam) માં સતત ત્રીજીવાર ભાજપ (BJP) ની સરકાર બની રહી છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં પહેલીવાર રાજનીતિમાં કેસરિયું પ્રભાત થવા જઈ રહ્યું છે. તમિલનાડુ (Tamilnadu) માં સનાતન-હિંદુ (Sanatan - Hindu) વિરોધી નિવેદનબાજી કરનારા ઉદયનિધિ (Udaynidhi) અને તેમની પાર્ટી ડીએમકે (DMK) ના નેતાઓની હરકતોનું ફળ ડીએમકેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન (M. K. Stalin) ને ભોગવવાનો વારો આવી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ-મુસ્લિમ લીગના ગઠબંધનવાળો યુડીએફ (UDF) સત્તામાં આવે તેવા ટ્રેન્ડ્સ દેખાઈ રહ્યા છે, પણ ભાજપ ભલે સત્તામાં ન આવે, પણ મતદાતાઓનો ઝોક તેના તરફ ઢળતો દેખાય રહ્યો છે. પુડ્ડુચેરીમાં પણ ભાજપ ગઠબંધનને સફળતા મળતી દેખાઈ રહી છે.
Suvendu Adhikari unapologetically presented facts and had guts to say
ENOUGH of Sabka saath Sabka Vikas 🔥
He showed TRUST in Hindus of West Bengal and did not do any appeasement politics of pleasing 30% Muslim population #electionresult2026 pic.twitter.com/6CiBUwgnMd
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) May 4, 2026
આ પણ વાંચો : Bengal માં રાહુલ ગાંધીના બંને હાથમાં લાડુ!: મમતા જીતે કે ભાજપ, કૉંગ્રેસ માટે ગુડ ન્યૂઝ
મુસ્લિમ તુષ્ટિકરણ (Muslim Appeasement) વાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સ (Secular Vote-Bank Politics) આંકડાના પ્રકાશમાં
પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો (Muslims) ની વસ્તી 28થી 30 ટકા જેટલી છે. જ્યારે આસામમાં મુસ્લિમોની વસ્તી 33 ટકા જેટલી અને કેરળમાં મુસ્લિમોની વસ્તી 23 ટકા જેટલી છે. તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં મુસ્લિમોની વસ્તી એટલી મોટી નથી. પણ તેમ છતાં રાષ્ટ્રીય રાજકારણ અને સ્થાનિક વસ્તીગણતરીને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સ વિપક્ષો દાયકાઓથી ચલાવી રહ્યા છે. આની પાછળની એક જ વ્યૂહરચના રહી છે કે હિંદુ સમાજમાં પોલિટિકલ યૂનિટી ઉભી ન થાય તેના માટે કાસ્ટબેઝ પોલિટિક્સ એટલે કે જાતિવાદી રાજકારણ ચાલુ રાખવું અને મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સ થકી મુસ્લિમોને પોતાના પક્ષમાં કરવા. તેની સાથે જાતિવાદી મતસમીકરણો અને મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંકને સાંકળીને ખુરશી પ્રાપ્ત કરી લેવી.
બંગાળમાં પહેલીવાર કેસરિયું પ્રભાત (Saffron Dawn in Bengal) - બાબરી (Babri) વાળા હુમાયૂં કબીર (Humayun Kabir )ની રાજનીતિનું ફીંડલું
પશ્ચિમ બંગાળમાં આ વખતે સત્તા પરિવર્તન થતું અને પહેલીવાર રાજ્યની રાજનીતિમાં કેસરિયું પ્રભાત થતું દેખાઈ રહ્યું છે. આ રાજ્યમાં 92 ટકા જેટલું સરેરાશ વોટિંગ બે તબક્કામાં થયું. ખાસ વાત એ રહી કે હિંદુ બહુલ બેઠકો પણ વોટિંગમાં મુસ્લિમ બહુલ બેઠકોથી પાછળ રહી નથી. મુકાબલો કડક હતો. ગત ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના 85 ટકાથી વધુ મુસ્લિમોએ મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. પરંતુ આ વખતે ટીએમસીમાંથી બરખાસ્ત કરાયેલા હુમાયૂં કબીરે ઓક્ટોબરમાં નવી પાર્ટી આમ જનતા ઉન્નયન પાર્ટી (Aam Janata Unnayan Party - AJUP) બનાવી હત. હુમાયૂ કબીરે બાબરી મસ્જિદ બનાવવાની ઘોષણા કરીને તેના માટેની કામગીરી શરૂ કરીને મુસ્લિમોને પોતાની સાથે જોડવાની રણનીતિ અખત્યાર કરી હતી. હુમાયૂં કબીર ખુદ મુર્શિદાબાદ જિલ્લાની બે બેઠકો રેન્જિનગર અને નોઆદાથી ચૂંટણી મેદાનમાં છે. પણ આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી તેમની પાર્ટી કોઈ બેઠખક પર આગળ નથી. મુર્શિદાબાદના બેલડાંગામાં જ બાબરી મસ્જિદનો પાયો નખાયો હતો. હુમાયૂં કબીરની કથિત વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ થયેલી આક્ષેપબાજી આમા કારણભૂત હોઈ શકે. પણ પશ્ચિમ બંગાળના મોટાભાગના મુસ્લિમ વોટર્સ હજીપણ મમતા બેનર્જી તરફનો ઝોક ધરાવતા હોવાનું વિશ્લેષકોનું તારણ છે. મમતા બેનર્જીની તુષ્ટિકરણની નીતિને કારણે હિંદુ વોટર્સ તેમનાથી છૂટયા હોવાની એક ગણતરી છે.
Suvendu Adhikari unapologetically presented facts and had guts to say
ENOUGH of Sabka saath Sabka Vikas 🔥
He showed TRUST in Hindus of West Bengal and did not do any appeasement politics of pleasing 30% Muslim population #electionresult2026 pic.twitter.com/6CiBUwgnMd
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) May 4, 2026
પીરઝાદા નૌશાદ (Pirzada Naushad) ને પણ મળી નથી મોટી સફળતા
બંગાળની ચૂંટણીમાં પીરઝાદા નૌશાદ સિદ્દીકી (Pirzada Naushad Sidiqi) ના નેતૃત્વમાં ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (Indian Secular Front - ISF) એ પણ બંગાળની ચૂંટણીમાં 120 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. આઈએસએફે 33 બેઠકો પર લેફ્ટ સાથે ગઠબંધન પણ કર્યું હતું. પરંતુ ડાબેરીઓ સાથે આઈએસએફને પણ ધૂળ ચાટવાનો વારો આવ્યો છે. નૌશાદ સિદ્દીકી ખુદ ભાંગડ વિધાનસભા બેઠક પર ટીએમસીના શૌકત મોલ્લાથી પાછળ ચાલી રહ્યા છે. નૌશાદ સિદ્દીકી બંગાળના મુસ્લિમોમાં પ્રભાવશાળી ફુરફુરા શરીફ સાથે સંબંધ ધરાવે છે. આઈએસએફે દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના, હાવડા, હુગલી અને માલદા જેવા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા છે.
આ પણ વાંચો : 4 મે ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ હશે, BJP - Congress ની રાજનીતિ બદલાશે
આસામમાં AIUDF ધ્વસ્ત
આસામ વિધાનસભા ચૂંટણીમાં ક્યારેક કિંગમેકર એવા બદરુદ્દીન અજમલ (Badruddin Ajmal) ની પાર્ટી AIUDF એ 27 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને તેનું આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન નથી. પરંતુ AIUDF ટ્રેન્ડ્સમાં માત્ર 2 બઠકો પર જ આગળ જોવા મળી. બિન્નાકાંડી બેઠક પર અજમલ આગળ છે, પણ 14 બેઠકોનું AIUDF ને નુકશાન થતું દેખાય રહ્યું છે. AIUDF અને કોંગ્રેસ વચ્ચે 2021માં ગઠભંદન હતું. પણ કોંગ્રેસે આ વખતે ધ્રુવીકરણથી બચવા માટે AIUDF સાથેનું ચૂંટણી જોડાણ તોડયું હતું. કોંગ્રેસને આ વખતે મુસ્લિમ વોટ તો મળ્યા છે, પરંતુ કોંગ્રેસને હિંદુ વોટો મળવામાં સફળતા મળી નથી.
#WATCH | Assam Elections 2026 | Celebrations underway at the BJP office in Guwahati. Of the total 126 seats in the state, the party is currently leading on 79 seats - well past the majority mark. pic.twitter.com/oxcQ35GgxR
— ANI (@ANI) May 4, 2026
ઓવૈસીની રાજનીતિ પણ ચાલી નહીં
અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ના નેતૃત્વવાળી AIMIM એ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હુમાયૂં કબીરના સ્ટિંગ ઓપરેશન બાદ અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. AIMIM ખાસ કરીને 8 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોને ઉતાર્યા હતા, પરંતુ તે ક્યાંય પણ બીજા ક્રમાંકે ટ્રેન્ડ્સમાં જોવા મળી નથી. ઓવૈસી બિહારના સીમાંચલ જેવો કોઈ કમાલ બંગાળમાં કરતા દેખાઈ રહ્યા નથી. AIMIM એ આસામમાં આઆઈયૂડીએફનું સમર્થન કર્યું, પણ અજમલને કોઈ ફાયદો મળતો દાખાયો નથી. ઓવૈસીએ આસામની મુલાકાત દરમિયાન AIUDF ના પક્ષમાં 8 રેલીઓ સંબોધિત કરી હતી.
કેરળમાં યુડીએફને સફળતા
જો કે કેરળમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના ગઠબંધન યુડીએફને સત્તા મળતી દેખાઈ રહી છે. કેરળમાં મુસ્લિમ લીગનો પ્રભાવ મુસ્લિમ બહુલ વિસ્તારમાં ઘણો મોટો છે. તેથી અહીં મુસ્લિમ લીગ સારી બેઠકો જીતે છે. મુસ્લિમ લીગને કારણે કેરળમાં મુસ્લિમ વોટર્સ પણ કોંગ્રેસની તરફેણમાં વોટિંગ કરે છે. તેનો ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો છે.
આ પણ વાંચો : કેજરીવાલની પાર્ટી AAP ના લેખાજોખાં કઈ રાજનીતિ તરફ કરે છે સંકેત?
તમિલનાડુમાં સનાતન-હિંદુ વિરોધી રાજનીતિ (Anti-Sanatan Politics) ને જાકારો
તમિલનાડુમાં મદુરાઈમાં તિરુપરાંકુંદરમ પર્વત સ્તંભ પર કાર્તિકેય દીપમ (Kartikeya Deepam) પ્રગટાવવાને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે તમિલનાડુ સરકારનું વલણ સનાતની-હિંદુઓ વિરુદ્ધનું હતું અને મુસ્લિમોનો તેમણે પક્ષ લીધો હતો. કોર્ટે આ મામલામાં સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે તહેવારના દિવસે દીપમ એ જ સ્થળે પ્રગટાવવો જોઈએ. તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ હિંદુઓ પર વાંધાજનક ટીપ્પણી કરીને સનાતને મિટાવવા સબબની નિવેદનબાજી કરી હતી. આ મામલે કોર્ટે પણ નિવેદનકાર ઉદયનિધિની ઝાટકણી કાઢી હતી. તો તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં થલાપતિ વિજયની ટીવીકે બાજી મારતી દેખાઈ રહી છે. આની પાછળ ડીએમકે અને તેના નેતા મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન અને તેમના પુત્ર ઉદયનિધિના હિંદુ વિરોધી વલણને પણ જવાબદાર માનવામાં આવે છે. તમિલનાડુમાં દ્રવિડિયન રાજનીતિનો પ્રભાવ છે અને તેમાં પરિવર્તન કરીને સમીકરણોમાં સ્થાન જમાવવા માટે ભાજપે હજી અહીં ઘણી મોટી મહેનત કરવી પડે તેમ છે. પણ એટલું સ્પષ્ટ છે કે હિંદુ વિરોધી વલણ ધરાવતા નેતાઓના વર્ચસ્વવાળી ડીએમકેના સ્થાને અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયની ટીવીકેને તમિલનાડુની જનતાએ પસંદ કરીને સનાતન વિરોધી રાજનીતિ નહીં ચાલે તેવા સ્પષ્ટ સંકેત અહીં આપી દીધા છે.
#WATCH | Chennai: "I am so happy", says Shoba Chandrasekhar, TVK chief Vijay's mother, as the party is currently leading in 109 seats of the total 234 in the state
His father, SA Chandrasekhar, says, "She is not only his mother. She is the first fan of Vijay. She is so… pic.twitter.com/L79f5RnWpM
— ANI (@ANI) May 4, 2026
આ પણ વાંચો : "સનાતને મિટાવવા નીકળેલા સ્ટાલિન (M. K. Stalin) ને તમિલનાડુએ નષ્ટ કર્યા"
હિંદુ પોલિટિકલ યુનિટી (Hindu Political Unity) સત્તાના સાધકોને ખૂંચતી રહી છે!
ભારતની લોકશાહીમાં સૌથી વધુ મત મેળવનારા જીતે છે. અહીં એક બહુપક્ષીય લોકશાહી પદ્ધતિ છે. તેના કારણે ભાગલા કરો-રાજ મેળવોની રણનીતિ ઘણાં રાજકીય પક્ષોએ દાયકાઓ સુધી ચલાવી છે. ભારતમાં હિંદુઓની પોલિટિકલ યુનિટીને હંમેશા ધ્વસ્ત કરીને સત્તા સમીકરણો સાધવાની રાજનીતિ ચાલી છે.
આના મૂળિયા 1919-20માં શરૂ થયેલા ખિલાફત આંદોલનમાં તત્કાલિન કૉંગ્રેસ નેતૃત્વ દ્વારા અપાયેલા સમર્થનમાં છે. ત્યારથી મુસ્લિમોને સ્વતંત્રતા આંદોલનમાં સાથે રાખવા તેમનું તુષ્ટિકરણ તત્કાલિન રાજનીતિનો ભાગ બની ગયું હતું. તેના પરિણામે મુસ્લિમ નેતાઓની માગણીઓ સ્વીકરતા સ્વીકારતા મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર રાજનીતિએ 16 ઓગસ્ટ, 1946ના રોજ જે સ્વરૂપ પકડયું તેમાં કોલક્ત્તામાં બેફામ હિંસાચાર થયો અને 14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના ભાગલા કરીને પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમ છેડે અસ્તિત્વમાં આવ્યું.
ભારત સ્વતંત્ર થયા પછી મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સની રાજનીતિમાંથી પણ દેશને આઝાદી મળવાની સંભાવનાઓ હતી. પણ મહાત્મા ગાંધીની હત્યા અને સરદાર વલ્લભાઈ પટેલના આકસ્મિક નિધન સાથે કોંગ્રેસમાં નહેરુવાદી નેતાઓ સામે ઘટેલા હિંદુત્વવાદી (Hindutvawadi) ઝોક ધરાવતા નેતાઓના વર્ચસ્વે મુસ્લિમ તુષ્ટિકરણવાદી વોટબેંક પોલિટિક્સની કથિત સેક્યુલર રાજનીતિને બેફામ બનાવી દીધી. દેશમાં જાતિવાદી રાજનીતિ બેફામ રીતે ચાલી અને જાતિગત વૈમનસ્યે હિંદુ સમાજની પોલિટિકલ યુનિટી લગભગ તોડી નાખી હતી. આવા સંજોગોમાં યોગ્ય હોય કે અયોગ્ય મુસ્લિમ પ્રતિનિધિત્વના નામે રાજનીતિ આગળ વધવા લાગી હતી.
એક તરફ હિંદુઓની રાજકીય એકતા તૂટી રહી હતી અને મુસ્લિમ નેતાગીરી પોલિટિકલ યુનિટી દ્વારા પોલિટિકલ પાર્ટીઓની નેતાગીરીને ઘૂંટણિયે લાવી રહી હતી. શાહબાનો કેસ આનું એક મોટું ઉદાહરણ છે કે જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને મુસ્લિમ નેતાગીરીના દબાણમાં 413 લોકસભા બેઠકો જીતનારી કોંગ્રેસની તત્કાલિન રાજીવ ગાંધી (Rajiv Gandhi) સરકારે સંસદમાં બદલવાનો વારો આવ્યો હતો. સલમાન રશ્દીના સેતાનિક વર્સિસ નામના પુસ્તકને પણ મુસ્લિમ નેતાગીરીને ખુશ કરવા માટે જ પ્રતિબંધિત કરવામાં આવી હોવાના આક્ષેપો તત્કાલિન વિપક્ષ દ્વારા અનેક વખત થયા છે.
મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સથી મુક્તિનું વાહક બન્યું રામજન્મભૂમિ આંદોલન!
આવી ઘણી ઘટનાઓ બનતી હતી, ત્યારે રામજન્મભૂમિ આંદોલન (Ramjanmabhoomi Movement) શરૂ થઈ ચુક્યું હતું અને દેશમાં રાજકીય વાતાવરણ બદલાઈ રહ્યું હતું. આ આંદોલન રામજન્મભૂમિ મુક્તિ માટે તો હતું, પણ તેની સાથે તે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયામાં લોકોના વોટ દ્વારા દેશની મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંકની રાજનીતિને પણ બદલી રહ્યું હતું. હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં વોટિંગ પેટર્ન પણ દર્શાવે છે કે હિંદુ પોલિટિકલ યુનિટીનો વિજય થયો છે અને તેની સાથે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ પણ વાગી ચુક્યો છે. હવે હિંદુઓને અવગણીને દેશના કોઈપણ ખૂણે રાજનીતિક સફળતા કોઈને મળી શકે નહીં. આ એક સ્વતંત્રતા આંદોલન જ છે અને તેમા સફળતા મળવાથી દેશનું સ્વાભિમાન, દેશની સંસ્કૃતિને વિજય મળવાનો છે. આ મામલો ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ રાજકીય પક્ષથી પર છે. દેશની વાત છે, રાષ્ટ્રની વાત છે. રાજનીતિ તો માત્ર આ પરિવર્તનમાં વાહક કે માધ્યમ છે.
આ પણ વાંચો : "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા


