"વ્યભિચારી મુસ્લિમને પણ ગાંધીથી શ્રેષ્ઠ માનું છું!": મુહમ્મદ અલીનો વિવાદ Dr. Ambedkar ના શબ્દોમાં
. શરૂઆતમાં ગાંધીજીને શાંતિદૂત ગણાવનાર મુહમ્મદ અલીએ પાછળથી તેમને ધાર્મિક રીતે 'નિકૃષ્ટ' ગણાવ્યા
. આ કિસ્સો ડૉ. આંબેડકરના પુસ્તક 'પાકિસ્તાન અથવા ભારતનું વિભાજન' (ખંડ-૧૫) માં પ્રમાણિત રીતે નોંધાયેલા છે
. ગાંધીજીના એકતાના પ્રયત્નો છતાં તત્કાલીન મુસ્લિમ નેતાઓ પોતાની ધાર્મિક શ્રેષ્ઠતાના આગ્રહ પર અડગ રહ્યા હતા
આનંદ શુક્લ (Anand Shukla) : ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ખિલાફત આંદોલન (Khilafat Movement) એક ટર્નિંગ પોઈન્ટ (Turning Point) છે. જેના કારણે ભારતની રાજનીતિ (Indian Politics) માં એક મોટો બદલાવ પણ આવ્યો અને સ્વતંત્રતા બાદ પણ આ રાજકારણના વારસાને ભારતના રાજકારણીઓ આગળ વધારી રહ્યા છે. ખિલાફત આંદોલન (Khilafat Movement) થી ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણ (Muslim Appeasement Politics) ના રાજકારણની હિંદુ-મુસ્લિમ એકતા (Hindu- Muslim Unity) ના પ્રયત્નોના નામે શરૂઆત થઈ હોવાનું જાણકારો માની રહ્યા છે.
ખિલાફત આંદોલન (Khilafat Movement) વખતે ખલીફા (Khalifa) ને પુનર્સ્થાપિત કરવા માટે ચાલી રહેલા મુસ્લિમોના ધાર્મિક આંદોલનને ભારતમાં હિંદુ નેતાઓએ ટેકો આપ્યો હતો. તેની શરૂઆત મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. તેઓ આ આંદોલનના થોડાક વર્ષો પહેલા જ ભારત આવ્યા હતા. લોકમાન્ય બાળગંગાધર તિલક (Lokmanya BalGangadhar Tilak) ના નિધન બાદ કૉંગ્રેસમાં મોહનદાસ કરમચંદ ગાંધી (Mohandas Karanchand Gandhi) એટલે કે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) નો પ્રભાવ વધી રહ્યો હતો.
ખિલાફત આંદોલન (Khilafat Movement) ને ટેકો આપવાને કારણે સર્જાયેલા મતભેદોના પરિણામે વિખ્યાત બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા (Mohammad Ali Jinnah) કે જેઓ પાછળથી મુસ્લિમ લીગ (Muslim League) ના અધ્યક્ષ તથા પાકિસ્તાન (Pakistan) ના સર્જક બન્યા, તેમણે કૉંગ્રેસથી કિનારો કરી લીધો હતો. તેઓ ખિલાફત આંદોલનમાં મુસ્લિમોને કૉંગ્રેસના ટેકાથી નાખુશ હતા.
બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે (Dr. B. R. Ambedkar) ખિલાફત આંદોલન વખતે જ્યારે મુસ્લિમો (Muslims) ને હિંદુઓ (Hindus) ઘણી મદદ કરી રહ્યા હતા, ત્યારે પણ મુસ્લિમોના વલણને લઈને પોતાના લખાણોમાં વિશદ ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: Trump નો ખુદને ઈશુ ખ્રિસ્ત દેખાડવાનો અભરખો! Pope Leo XIV નિશાને કેમ?
ખિલાફત આંદોલન (Khilafat Movement) વખતે મુસ્લિમોનું હિંદુઓ માટે વલણ
ડૉ. બી. આર. આંબેડકરના શબ્દોમાં જ વાત કરીએ તો તેમણે લખ્યું છે કે "ત્યારે પણ મુસલમાન એ ભૂલ્યા ન હતા કે તેમની સરખામણીએ હિંદુ નિમ્ન અને ઘટિયા કોમ છે. એક મુસલમાને ખિલાફતના સમાચાર પત્ર ઈન્સાફમાં લખ્યું: સ્વામી અને મહાત્માનો અર્થ શું છે? શું મુસલમાન પોતાના ભાષણો અથવા લેખોમાં બિનમુસ્લિમ માટે આ શબ્દોનો ઉપયોગ કરી શકે છે? તેમનું કહેવું છે કે સ્વામીનો અર્થ છે માસ્ટર અને મહાત્માનું તાત્પર્ય છે, તે વ્યક્તિ જે સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત છે, અર્થાત તે રુહ-એ-આઝમ સમાન છે અને સર્વોચ્ચ આત્મા છે. તેમણે ઉલેમાઓને કહ્યુ કે તે એક નિર્ણાયક ફતવો જાહેર કરે કે શું તેમના માટે બિનમુસ્લિમોને આવી સમ્માનજનક અને આદરસૂચક પદવીઓથી સંબોધિત કરવું ન્યાયસંગત છે." * (1) (પૃષ્ઠ- 304, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
આ પણ વાંચો: હિંદુઓને વસ્તી વધારાની સલાહ મહામૂર્ખતા ! ડેમોગ્રાફી બદલાવાનું કારણ 'Political Islam'
મુહમ્મદ અલી (Muhammad Ali) એ પહેલા ગાંધીજી (Gandhiji) ના વખાણ કર્યા....
આ ઘટના એટલા માટે રજૂ કરી, કારણ કે વાત કરવી છે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની અધ્યક્ષતા કરનારા મુહમ્મદ અલી (Muhammad Ali) ના ગાંધીજી (Gandhiji) માટે અપાયેલા એક નિવેદનની તેની ત્યારે ખૂબ ચર્ચા થઈ હતી અને હાલના સમયમાં પણ ક્યારેક તેનો ઉલ્લેખ કરાતો હોય છે. આ ઘટનાક્રમને ડૉ. બી. આર. આંબેડકરે (Dr. B. R. Ambedkar) પોતાના લખાણોમાં ઉલ્લેખિત કર્યો છે.
1924માં ગાંધીજી (Gandhiji) જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે હકીમ અજમલ ખાં દ્વારા સંચાલિત યૂનાની ચિકિત્સા પદ્ધતિની તિબ્બિયા કોલેજમાં તેમના સમ્માન સમારંભમાં એક હિંદુ વિદ્યાર્થીએ ગાંધીજીની તુલના હજરત ઈસા (જીસસ - Jesus Christ) સાથે કરી દીધી હતી. આ સરખામણીથી મુસ્લિમોની ભાવના ભડકી હતી અને મુસ્લિમ વિદ્યાર્થીઓએ તે હિંદુ છાત્રને મારવાની ધમકી આપી હતી. ત્યારે મુસ્લિમ અધ્યાપકોએ પણ પોતાના સહધર્મીઓનો સાથ આપ્યો હતો. આ આખી ઘટનાને ડૉ. આંબેડકરે પોતાના લખાણોમાં વર્ણવી છે.
મહત્ત્વપૂર્ણ છે કે હજરત ઈસા (Hazrat Isha) ને ઈસ્લામના અનુયાયીઓ હઝરત મોહમ્મદ પયગમ્બર (Prophet Muhammad) પહેલા થઈ ગયેલા પયગમ્બર માને છે. હજરત ઈસા જેને ખ્રિસ્તીઓ ઈશુ ખ્રિસ્ત કે જિસસ ક્રાઈસ્ટ (Jesus Christ) તરીકે માને છે. ઈશુ ખ્રિસ્તથી ખ્રિસ્તી પંથની શરૂઆત થઈ હતી. પણ ત્યારે ઈસ્લામિક માન્યતા મુજબ હજરત ઈસા સાથે ગાંધીજીની સરખામણીએ એક મજહબી રંગ લઈ લીધો હતો.
બાબાસાહેબ આંબેડકરે (Dr. B. R. Ambedkar) આ આખી ઘટનાને લઈને 1923માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની અધ્યક્ષતા કરનારા મુહમ્મદ અલી (આ મહાનુભાવ મોહમ્મદ અલી ઝીણાથી અલગ છે) દ્વારા ગાંધીજી માટે કહેવાયેલી વાતોને પોતાના લખાણોમાં ટાંકી છે.
આંબેડકરે મુહમ્મદ અલીને ટાંકીને લખ્યું છે કે " ઘણાં લોકોએ મહાત્માના ઉપદેશો અને તાજેતરમાં ભોગવેલી તેમની યાતનાઓની જીસસ (જેમને શાંતિ મળે) સાથે તુલના કરી. જીસસે જ્યારે પોતાની સેવાના પ્રારંભમાં પોતાની દુનિયાનું ધ્યાન કર્યું તો સુધાર કરનારા સાધનોના ચયનનું પણ તેમના દ્વારા આવાન કરવામાં આવ્યું, કરુણા અને ત્યાગથી સર્વશક્તિમાન થવાની ધારણા અને હ્રદયની શુદ્ધતાથી શક્તિ પર વિજયી થવું એટલું જ પ્રાચીન છે, જેટલું અબેલ અને કેનના સમય, જેમને કે માનવ સૃષ્ટિના પ્રથમ વંશજ કહી શકાય છે." * (2) (પૃષ્ઠ-305, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
આ પણ વાંચો: Bengal Assembly Election: બંગાળમાં બાબરીવાળા હુમાયૂં-ઓવૈસીના ગઠબંધનના કારણે મમતા બેનર્જી BJP સામે હારશે?
મુહમ્મદ અલીની વાતને આગળ વર્ણવતા આંબેડકરે લખ્યું છે કે " જે પણ હોય, આ મહાત્મા ગાંધી માટે પણ એટલું જ વિચિત્ર હતું. પરંતુ ઈસાઈ સરકારે આપણા યુગના ઈસા જેવા એક સામાન્ય વ્યક્તિને અપરાધી માન્યા (શર્મ, શર્મ). અને તે વ્યક્તિને શાંતિભંગ કરવા બદલ દંડિત કરવામાં આવ્યા જે જનતાના કાર્યમાં તલ્લીન છે અને બિલકુલ શાંતિદૂત સમાન છે. મહાત્માના આગમન પહેલા ભારતની રાજકીય સ્થિતિ એવી જ હતી જેવી ઈસા મસીહના આવતા પહેલા પૂર્વ જૂડિયાની હતી અને તેમણે ભારતને સ્વસ્થ થવા માટે તે નિદાન બતાવ્યું જે ઈસા મસીહે જૂડિયા માટે જણાવ્યું હતું. વેદાન દ્વારા આત્મશુદ્ધિ, સરકારનું ઉત્તરદાયિત્વ સંભાળવા માટે નૈતિક તૈયારી, સ્વરાજ પ્રાપ્તિ માટે એક મૂળભૂત શરત આત્માનુશાસન. આ જ મહાત્માનો પથ અને વિશ્વાસ હતો, અને તેમાંથી એ લોકોએ, જેમણે તે કીર્તિમાન વર્ષામાં જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેમનું દિગ્દર્શન કૉંગ્રેસના અમદાવાદ અધિવેશનના રૂપમાં પરિલક્ષિત થયું, એ દેખાયું છે કે આટલા વિશાળ જનસમૂહના વિચારો, ભાવનાઓ અને કાર્યોમાં કેટલા ઉલ્લેખનીય અને ઝડપી પરિવર્તનો થયા છે. * (3) (પૃષ્ઠ-305, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
(નોંધ- ઉપરોક્ત ઉલ્લેખિત જુડિયા હાલ કોઈ સ્વતંત્ર દેશ નથી, પણ દક્ષિણ લેવન્ટ (હાલના ઈઝરાયલ અને વેસ્ટ બેંકના ક્ષેત્ર) માં આવેલો એક ઐતિહાસિક અને બાઈબલ ક્ષેત્ર છે. તેને ઐતિહાસિકપણે યહૂદી ધર્મ ને યહૂદી લોકોની ઉત્પત્તિનું સ્થાન માનવામાં આવે છે, જે હાલમાં ઈઝરાયલના નિયંત્રણવાળા વેસ્ટ બેંક સાથે મળતું આવે છે.)
આ પણ વાંચો: "મુસ્લિમો વગર મીડું છે કૉંગ્રેસ!": Vande Mataram નહીં ગાવા મામલે રુબીના ખાને આપી ધમકી
ગાંધીજી (Gandhiji) કરતા વ્યભિચારી મુસ્લિમ શ્રેષ્ઠ હોવાની મુહમ્મદ અલીની ટીપ્પણી
પરંતુ એક વર્ષ બાદ આ જ મુહમ્મદ અલીની ટ્યૂન ફેરવાઈ. તેમણે એક વર્ષ બાદ અલીગઢ અને અજમેરમાં કહેલી વાત ડૉ. આંબેડકરે પોતાના લખાણોમાં રજૂ કરતા લખ્યું છે કે "મુહમ્મદ અલીએ કહ્યુ: શ્રી ગાંધીનું ચરિત્ર કેટલું પણ પવિત્ર કેમ ન હોય, ધાર્મિક દ્રષ્ટિકોણથી તે મને કોઈપણ મુસલમાનથી, ચાહે તે મુસલમાન ચરિત્રહીન જ હોય, નિકૃષ્ટ જ લાગશે." * (4) (પૃષ્ઠ ક્રમાંક- 306, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી )
મુહમ્મદ અલીની આ ટીપ્પણીથી લોકોમાં ખળભળાટ પણ થયો અને ઉત્તેજના પણ ફેલાઈ. જે મુહમ્મદ અલી ગાંધીજીને સમ્માન આપતા હતા, તેમણે આવી કડક અને નફરત ભરેલી વાત મહાત્માને લઈને કરી હતી.
આંબેડકરે આખા ઘટનાક્રમ પર લખ્યું છે કે "જ્યારે શ્રી મુહમ્મદ અલી લખનૌન અમીનાબાદ પાર્કની સભામાં બોલી રહ્યા હતા, ત્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તેમના દ્વારા આપવામાં આવેલું ઉક્ત કથન સત્ય છે, તો તેમમે કોઈપણ ખચકાટ કે પસ્તાવા વગર કહ્યુ: હા, મારા ધર્મ અને મત અનુસાર, હું એક વ્યભિચારી અને નીચે પડેલા મુસલમાનને પણ શ્રી ગાંધીથી શ્રેષ્ઠ માનું છું." * (5) (પૃષ્ઠ ક્રમાંક- 306, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
આ પણ વાંચો: Trump and India: પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી India ન આવે તો સારું!
આંબેડકરના લખાણ મુજબ, તે સમયે મુહમ્મદ અલીને પોતાનું તે નિવેદન પાછું લેવાનું સૂચન કરાયું, જેમાં તેમણે ગાંધીજી કે જે એક બિનમુસ્લિમ હતા, હજરત ઈસા સમાન આદરણીય ગણાવાયા હતા અને જેનાથી મુસ્લિમ સમુદાયને ચોટ પહોંચી હતી, કારણ કે મુસ્લિમ ધર્મ પ્રમાણે એક કાફિરની આવી પ્રશંસા વર્જિત હતી.
આ સમયગાળા દરમિયાન ખિલાફત આંદોલનને ગાંધીજી દ્વારા અપાયેલા ટેકાથી માંડીને ગાંધીજીને લઈને અપાયેલા મુહમ્મદ અલીના અવાંછિત નિવેદન સુધી મહાત્માએ હિંદુ-મુસ્લિમ એકતા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. અંગ્રેજો સામેની સ્વતંત્રતા સંગ્રામની લડાઈને તેમણે મજબૂત કરવાની કોશિશ કરી હતી. પરંતુ હિંદુ-મુસ્લિમ સંબંધોને લઈને 1928માં જાહેર કરવામાં આવેલું એક ઘોષણાપત્ર ત્યારના મુસ્લિમ નેતાઓની માનસિકતાને ઉજાગર કરે છે.
આ પણ વાંચો: "બૌદ્ધ ધર્મના પતનનું કારણ મુસ્લિમ આક્રમણો": જાણો ડૉ. આંબેડકરે આપેલી બુતની વ્યાખ્યા
મુસ્લિમો ભારતના એકલા બાદશાહ: ખ્વાજા હસન નિજામી (Khwaja Hasan Nijami)
ડૉ. બી. આર. આંબેડકરે (Dr. B. R. Ambedkar) પોતાના લખાણોમાં આ માનસિકતાને ઉજાગર કરતા લખ્યું છે કે "હિંદુ-મુસ્લિમ સંબંધો (Hindu - Muslim Relation) સંદર્ભે 1928માં જાહેર એક ઘોષણાપત્રમાં ખ્વાજા હસન નિજામીએ ઘોષણા કરી: મુસલમાન હિંદુઓથી અલગ છે. તેઓ હિંદુઓ સાથે હળીમળી નહીં શકે, કારણ કે રક્તરંજિત યુદ્ધો બાદ મુસ્લિમોએ ભારત પર જીત પ્રાપ્ત કરી હતી અને અંગ્રેજોએ ભારત તેમની (મુસ્લિમો) પાસેથી લીધું હતું. મુસ્લિમ એક કોમ છે અને તે ભારતના એકલા બાદશાહ છે. તે ક્યારેય પણ પોતાના વ્યક્તિત્વ અને ઓળખને નહીં છોડે. તેમણે હિંદુઓ પર સેંકડો વર્ષો સુધી શાસન કર્યું અને માટે તેમનો આ દેશ પર અક્ષુણ્ણ અધિકાર છે. હિંદુ સંસારમાં એક લઘુમતી સમુદાય છે. તેમને પરસ્પર લડાઈઓમાંથી ફુરસત નથી. તે ગાંધી (Gandhi) માં વિશ્વાસ કરે છે અને ગાય (Cow) ની પૂજા કરે છે. તે અન્ય લોકોને ત્યાં પાણી પીને અપવિત્ર થઈ જાય છે. હિંદુ સ્વાયત્તશાસનની ન તો ઈચ્છાશક્તિ ધરાવે છે અને ન તો તેમની પાસે તેના માટે સમય જ છે. તેમને પારસ્પરિક લડાઈઓ જ લડવા દો. બીજા લોકો પર શાસન કરવાની તેમની ક્ષમતા જ શું છે? મુસ્લિમોએ શાસન કર્યું છે અને મુસ્લિમો જ શાસન કરશે." * (6) (પૃષ્ઠ-306-307, बाबासाहेब डॉ. अम्बेडकर संपूर्ण वाड्गमय खंड-15, पाकिस्तान अथवा भारत का विभाजन, 11મું સંસ્કરણ - (2020 (ઓગસ્ટ)), પ્રકાશન - ડૉ. આંબેડકર પ્રતિષ્ઠાન, સામાજિક ન્યાય ઔર અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી)
મહત્ત્વપૂર્ણ છે કે મહાત્મા ગાંધી આ આખા વિવાદના સમયગાળામાં ભારતના લોકોના હ્રદયમાં સ્થાન પામી ચુક્યા હતા. પરંતુ તત્કાલિન મુસ્લિમ નેતાગીરી ગાંધીજીને લઈને મજહબી ભાવનાઓથી પીડિત હતી. ગાંધીજીના સમ્માનને પણ તાક પર રાખીને પોતાની મજહબી માનસિકતાને આગળ કરીને મુસ્લિમોમાં મજહબી ધોરણે પોતાનું નેતૃત્ત્વ પણ ટકાવી રાખવાની કોશિશ કરી રહી હતી. 30 ડિસેમ્બર, 1906ના રોજ સ્થપાયેલી મુસ્લિમ લીગ ત્યારે એટલી પ્રભાવી બની ન હતી. પણ મોહમ્મદ અલી જિન્નાહના મુસ્લિમ લીગના અધ્યક્ષ થયા પછી જે પ્રભાવ ફેલાયો તેના મૂળમાં આવી માનસિકતા હતી.
આ પણ વાંચો: 2200 Hindus VS 700 Muslims : પાણીપતના ચોથા યુદ્ધનો મૌલાનાનો પડકાર Dr. Ambedkar ના શબ્દોમાં


