Gujarat : પૂર્વ સાંસદ અને ભાજપ નેતા દીનુ સોલંકીનો મોટો આરોપ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે માંડ્યો મોરચો
- ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પર ગંભીર આરોપ
- ગુજરાત ફર્સ્ટ પર દીનુ સોંલકીનો EXCLUSIVE વાર્તાલાપ
- ડિમોલિશન સમયે બંને એક જ સ્ટેજ પર દેખાયા હતા : દીનુ સોલંકી
પૂર્વ સાંસદ અને ભાજપ નેતા દીનુ સોલંકીએ મોટો આરોપ લગાવ્યો છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે મોરચો માંડ્યો છે. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં ગુજરાત ફર્સ્ટ પર દીનુ સોંલકીનો EXCLUSIVE વાર્તાલાપ જુઓ. જેમાં દીનુ સોલંકીએ જણાવ્યું છે કે કલેક્ટર અને શક્તિસિંહ સાથે મોટી સાંઠગાંઠ છે. ડિમોલિશન સમયે બંને એક જ સ્ટેજ પર દેખાયા હતા.
પહેલા ખાલી શંકા હતા, ચૂંટણી પછી પાક્કું થઈ ગયું
પહેલા ખાલી શંકા હતા, ચૂંટણી પછી પાક્કું થઈ ગયું છે. ચૂંટણીમાં કલેક્ટર દિગ્વિજયસિંહે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. ધમકાવીને અધિકારીઓને CCTV ફૂટેજનો નાશ કરવા મોકલ્યા હતા. શક્તિસિંહના મિત્ર અને કોંગ્રેસ આગેવાનને બચાવવા પ્રયાસ થયા છે. દિગ્વિજયસિંહે અધિકારીને ન છાજે તેવું વર્તન કર્યું છે. સુપ્રીમ કોર્ટની પિટિશનમાંથી બચવા શક્તિસિંહ સાથે સોદો કર્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ
તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થવા પામી હતી. જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ જાહેર સભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા. તેમજ કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંકતા જાહેરસભામાં સોંપો પડી જવા પામ્યો હતો.
પૂર્વ સાંસદ દ્વારા જાહેરસભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંક્યો
કોડીનારમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ પૂર્વ સાંસદ દ્વારા જાહેરસભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. વિજય સરઘસ બાદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા. તેમજ દિનુ સોલંકીએ જાહેરસભામાં કહ્યું હતું કે, અમે ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ મોરચો ખોલીશું. પહેલા મહમદ ગઝનવીએ આપણાં સોમનાથને લૂંટ્યું અને હવે કલેક્ટર લૂંટે છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને કહ્યું આ કલેક્ટર મોટો ભ્રષ્ટાચારી છે. ગુજરાત અને કેન્દ્ર સરકારમાં પણ હું રજૂઆત કરવાનો છું. તારાથી થાય તે કરી લે કલેક્ટર, પણ મારી પ્રજાને પીડાવા નહી દઉ. દિનુભાઈએ આકરા શબ્દોમાં કલેક્ટરને ખખડાવ્યા તેથી જાહેરસભામાં થોડ સમય માટે સોંપો પડી જવા પામ્યો હતો.
આ પણ વાંચો: USA થી ડિપોર્ટ કરાતા ભારતીયો સાથે ગેરવર્તન, વ્હાઉટ હાઉસે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સનો Video કર્યો શેર