Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કિચન ગાર્ડનથી ખેતર સુધી! જાણો જશોદાબહેનની પ્રાકૃતિક ખેતીની યાત્રા વિશે

Jashodaben's Natural Farming : જ્યારે વિશ્વ ફલક ઉપર મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી હોય ત્યારે એવા મહિલા વ્યક્તિ વિશેષની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જે ખેડૂત જગતને પ્રાકૃતિક ખેતી તરફ દિશા ચિંધે છે.
કિચન ગાર્ડનથી ખેતર સુધી  જાણો જશોદાબહેનની પ્રાકૃતિક ખેતીની યાત્રા વિશે
Advertisement
  • કિચન ગાર્ડનથી ખેતર સુધી: જશોદાબહેનની પ્રાકૃતિક ખેતીની યાત્રા
  • જશોદાબહેન તરબદા: પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્ય અને સંપત્તિનું સંચાલન
  • ઘરથી ખેતર સુધી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરતા જશોદાબહેન
  • કેમિકલ ફ્રી ખેતીની દિશામાં જશોદાબહેનનો અનોખો પ્રયાસ
  • કિચન ગાર્ડનથી 19 વીધા સુધી: પ્રાકૃતિક ખેતીમાં સફળતા
  • પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતા ખેડૂત મહિલા
  • આજની નારી, પ્રાકૃતિક ખેતીની અગ્રણી: જશોદાબહેન તરબદા

Jashodaben's Natural Farming : જ્યારે વિશ્વ ફલક ઉપર મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી હોય ત્યારે એવા મહિલા વ્યક્તિ વિશેષની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જે ખેડૂત જગતને પ્રાકૃતિક ખેતી તરફ દિશા ચિંધે છે. વાત છે કિચન ગાર્ડનથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરનાર જશોદાબહેન તરબદાની.

Advertisement

કિચન ગાર્ડન બનાવી શાકભાજી વાવવાની શરૂઆત કરી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામના વતની જશોદાબહેન તરબદા ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જશોદાબહેનના પતિ વર્ષોથી રસાયણીક ખેતી કરતા હતા. જશોદાબહેનને ખેતીમાં કઇ નવુ કરવાનો વિચાર આવ્યો અને તેમણે મંગલભારતી અને આત્માના ખેડૂત સંમેલનમાં જવાનું શરૂ કર્યુ. તમામ સંમેલનમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવતી હતી. મંગલભારતી અને આત્મા પ્રોજકટના ખેડૂત સંમેલનમાંથી પ્રેરણા લઇને જશોદાબહેનને કિચન ગાર્ડન બનાવી શાકભાજી વાવવાની શરૂઆત કરી હતી. શાકભાજી પાકતા ઘરે બનાવી પરિવારને જમાડી, પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજીનો સ્વાદ અને તેના ફાયદા સમજાતા જશોદાબહેને 19 વીધા જમીનમાંથી થોડી જમીન પર પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આમ ઘર આંગણે તૈયાર કરેલા કિચન ગાર્ડનમાં સફળતા મળતા ખેતરમાં પાક વાવવાની પહેલ કરી હતી.

Advertisement

Advertisement

ઘરે બેઠા બજાર કરતા સારો ભાવ

પ્રાકૃતિક કૃષિથી પાક લેવાની માહિતી આપતા જશોદાબહેનને કહ્યુ કે, ખેતરમાં વાવણી કરતા પહેલા જમીનમાં ઘનજીવામૃત આપુ છુ, બીજોને બીજામૃતથી તૈયાર કરી વાવુ છુ. પાકને પાણી છોડવાના ક્યારામાં જીવામૃત પાણી સાથે આપું છું. પાક પર જીવાતથી રક્ષણ મળે તે માટે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો છટકાવ કરું છું. મકાઇ, તલ, મગ, શાકભાજી, ઘઉંનો પાક લઉ છું. મારી જમીન પ્રાકૃતિક કૃષિથી ભરભરી બની ગઇ છે. આ ભરભરી જમીન પર બધા પાક લીધા પછી પશુઓને ખાવાનો લચકો કરૂ છું આમ પશુઓને પ્રાકૃતિક ચારો આપુ છું. જશોદાબહેનને અનાજ અને શાકભાજીના ઉત્પાદનના વેચાણ વિશે પુછતા તેઓએ જણાવ્યું કે, મારે માર્કેટમાં જવુ નથી પડતું પાક તૈયાર થઇ જાય એટલે સ્થાનિકો તેમની જરૂરીયાત મુજબ મકાઇ, તલ, ઘઉં, મગ લઇ જાય છે. જેથી મને ઘરે બેઠા બજાર કરતા સારા ભાવ મળે છે. આમ ગામનો પૈસો ગામમાં, ઘરનો પૈસો ઘરમાં અને સીટીનો પૈસો પણ ગામમાં આવે છે.

ખેડૂત મિત્રોને સંદેશ

તેમણે વધુમાં કહ્યું કે, કમ્પોસ્ટ ખાતરના બેડ બનાવી અળસિયા ઉછેર કરું છું અને આસપાસના ખેડૂતોને કેમ્પોસ્ટ ખાતર બનાવતા શીખવું છું. ખેડૂત મિત્રોને સંદેશો આપતા જશોદાબહેન કહે છે, આપણે પ્રાકૃતિક ખેતી કરી આગળ આવીએ અને આરોગ્ય સુધારીએ...

અહેવાલ - તૌફિક શેખ

આ પણ વાંચો :  International Women's Day : નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ IAS Gargi Jain, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત

Tags :
Advertisement

.

×