Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના યુવાન રણવીર દેસાઈએ વધુ એક Guinness World Records સર્જયો

અમદાવાદ શહેરમાં રહેતા 24 વર્ષીય યુવાન રણવીર દેસાઈએ ફરી એક વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) માં સ્થાન મેળવ્યું છે. Guinness World Records સર્જનાર રણવીર દેસાઈ (Ranvir Desai) એ ગોકુલ ડેરી પરિવાર અને રબારી સમાજની સાથે-સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાતના યુવાન રણવીર દેસાઈએ વધુ એક guinness world records સર્જયો
Advertisement

Guinness World Records : અમદાવાદ શહેરમાં રહેતા 24 વર્ષીય યુવાન રણવીર દેસાઈએ ફરી એક વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) માં સ્થાન મેળવ્યું છે. Guinness World Records સર્જનાર રણવીર દેસાઈ (Ranvir Desai) એ ગોકુલ ડેરી પરિવાર અને રબારી સમાજની સાથે-સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સવા ચાર વર્ષમાં બે વખત રેકોર્ડ્સ સર્જનાર રણવીર દેસાઈએ તાજેતરમાં મેળવેલો રેકૉર્ડ તેમના સ્વર્ગસ્થ શાંતા બાને સમર્પિત કર્યો છે.

રણવીર દેસાઈએ બંને રેકોર્ડ્સ 21 તારીખે સર્જયા

રણવીર દેસાઈ Gujarat નો એક માત્ર એવો યુવાન છે જેણે બબ્બે વખત Guinness World Records માં સ્થાન મેળવ્યું છે. જૂન-2020માં રણવીર દેસાઈએ એક મિનિટમાં સોથી વધુ 25 બરપી પુલ અપ્સ (Burpee Pull Ups) કરી પ્રથમ વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું હતું. આ રેકૉર્ડ સર્જયા બાદ રણવીર દેસાઈની વધુ રેકૉર્ડ નોંધાવવાની મહેચ્છા હતા. સવા ચાર વર્ષ બાદ નવેમ્બર-2024માં એક મિનિટમાં સોથી વધુ 46 રીઅર પુલ અપ્સ (Rear Pull Ups) કરીને દક્ષિણ કોરિયાના યુવાને 5 વર્ષ અગાઉ સર્જેલો રેકૉર્ડ તોડ્યો છે. બંને રેકૉર્ડના મહિના અને વર્ષ ભલે જુદા હોય, પરંતુ તારીખ એક જ છે અને તે છે 21. રણવીર દેસાઈ 21 તારીખને પોતાના માટે શુભ માને છે.

Advertisement

Advertisement

કસરતના શોખિન પિતા રણવીરના રોલ મોડલ

ગુજરાતના પાટણ જિલ્લા (Patan District) ના રૂવાવી ગામના વતની રમેશભાઇ વાઘુભાઇ દેસાઈ-લુણી ચાર પેઢીથી અમદાવાદમાં સ્થાયી છે અને એલિસબ્રિજ વિસ્તારમાં ગોકુલ ડેરી ધરાવે છે. પિતા રમેશ દેસાઈનો કસરત કરવાનો શોખ જોઈને મજબૂત મનોબળ ધરાવતા રણવીર દેસાઈએ વર્ષ 2018માં બરપી પુલ અપ્સનો રેકૉર્ડ સર્જવાનું મન બનાવ્યું હતું. રેકૉર્ડ તોડવાની નજીક પહોંચે ત્યારે અન્ય કોઈ તેને હાંસલ કરી લેતું હતું. પિતા રમેશભાઇ વાઘુભાઇ દેસાઈ અને ટ્રેનર પ્રજ્ઞેશ પટેલની સતત પ્રેરણા અને મહેનતથી આખરે દોઢ વર્ષ બાદ Ranvir Desai એ જર્મન એથલેટનો રેકૉર્ડ 21 જૂન 2020ના રોજ તોડ્યો હતો. રણવીરે સર્જેલો રેકૉર્ડ સાડા ત્રણ વર્ષ સુધી કાયમ રહ્યો હતો અને આખરે અમેરિકાના યુવાને સાડા ત્રણ વર્ષ બાદ તેને તોડ્યો હતો.

રેકૉર્ડ બનાવવા ભોગ આપવો પડે : રણવીર દેસાઈ

બબ્બે Guinness World Records સર્જનાર રણવીર દેસાઈએ Gujarat First સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે છે". પિત્ઝા ફેવરિટ હતા, પરંતુ ડાયેટ પ્લાનમાં મેંદો, ખાંડ અને તળેલી વાનગીઓને સ્થાન ન હતું. છેલ્લાં 6 વર્ષમાં આ તમામ વસ્તુઓથી દૂર રહ્યો છું. રેકૉર્ડ બનાવવા માટે કસરતમાં એક પણ દિવસની રજા રાખી નથી. ક્યારેક તાવ હોય કે તબિયત સારી ના હોય તો પણ થોડીક કસરત તો કરી જ લેવાની. પરિવાર દેશ-વિદેશમાં ફરવા જાય તો પણ રણવીર દેસાઈએ ઘર અને જીમ નથી છોડ્યું. દોઢ વર્ષ અગાઉ એક સપ્તાહ માટે રણવીર દેસાઈ ઉદેપુર ફરવા ગયા હતા.

આ પણ વાંચો:  Ahmedabad Police નો જાદુ : આરોપીઓએ 8 ગુના કબૂલ્યાં, માત્ર એક FIR ચોપડે મળી

Tags :
Advertisement

.

×