Exclusive: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા, ધાનેરાના લોકો હવે આકરા પાણીએ?
- મહાસભામાં અનેક રાજકીય નેતાઓ હાજરી આપી
- ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આક્રોશ સાથે કર્યો વિરોધ
- ધાનેરાવાસીઓ નવા જિલ્લામાં જવા માટે તૈયાર નથી
Gujarat First Exclusive: બનાસકાંઠાનું વિભાજન થયું જેમાં ધાનેરાને બનાસકાંઠામાંથી નવા જિલ્લા વાવ-થરાદમાં ભેળવી દેવામાં આવ્યું છે. આ બાબતે અત્યારે ધાનેરામાં લોકો આકરાપાણીએ છે. છેલ્લા 21 દિવસથી ધાનેરામાં રાજનેતાઓ સહિત લોકો પણ ભારે વિરોધ કરી રહ્યાં છે. ધાનેરામાં ગામડે ગામડે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આજે પણ ધાનેરામાં મહાસભા યોજાઈ હતી. જેમાં અનેક રાજકીય નેતાઓ હાજરી આપી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ધાનેરા, ડિસા અને પાલનપુર માટે 50 બસો ચાલે છેઃ માવજી દેસાઈ
જન આક્રોશ મહાસભામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આક્રોશ સાથે સંબોધન કર્યું હતું. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ કહ્યું કે, મને આ વિસ્તારના લોકોએ અપક્ષના ઉમેદવાર તરીકે પણ મોટી લીડથી જીતાડ્યો હતો. જેથી મારી ફરજ છે કે, હું તેમને દુઃખમાં સાથે ઊભો રહું. ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલું છે. ધાનેરા, ડિસા અને પાલનપુર માટે 50 બસો ચાલે છે. અને સરકારે અમને રણ વિસ્તારમાં નાખી દીધા છે, જ્યાં દિવસની ત્રણ બસો પણ આવતી નથી.’ ધાનેરાને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવા માટે મહાસભાનું આયોનજ કરવાં આવ્યું છે.
જો સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો શું રણનીતિ રહેશે?
ધાનેરાના લોકોને હજી ખબર જ નહોતી કે, જિલ્લો બદલવાથી શું થાય છે. હવે જ્યારે બધા પરિસ્થિતિથી વાકેફ થયા છે, ત્યારે અહીના લોકો રસ્તા પર આવી જશે પરંતુ કોઈ પણ સંજોગોમાં બનાસકાંઠામાં જ જોડાશે અને નહીં જોડવામાં આવે તો આ પ્રજાના મત પ્રમાણે લડત ચાલુ રહેશે અને આ આંદોલન મોટૂં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. અમને પહેલેથી જ એવા અણસાર આવી ગયા હતાં, જેથી અમે સરકારને અને જવાબદાર લોકોને રજૂઆતો કરી હતી. જો સરકારે સર્વ સમાજને સાથે લઈને અમારા જેવા જનપ્રતિનિધિઓને સાથે રાખીને નિર્ણય લીધો હોત તો સારૂ હતું! પરંતુ આ નથી થયું એટલે તેની અસર સમગ્ર બનાસકાંઠામાં પડી હોવાનું માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ધારાસભ્યએ કહ્યું કે, સરકારે લોકોની લાગણીને માન નથી આપ્યું.
આ પણ વાંચો: Exclusive: ‘અમારો જિલ્લો, વાવ-થરાદ’ વિભાજનના વિરોધ વચ્ચે નવા જિલ્લાના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ
શા માટે ધાનેરાવાસીઓને નવા જિલ્લામાં નથી જવું?
વધુમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતીં. તેમણે કહ્યું કે, અમારે પાલનપુર જવું હોય તો રોજની 50 બસો મળે છે. અમારા બધા જ દીકરા-દીકરીઓ પાલનપુરમાં ભણે છે. અમારા છોકરાઓ ધંધા કરે છે તો તે ડિસા, પાલનપુર, સુરત અને અમદાવાદ સુધી કરે છે. તેમના માટે આ એક સેટઅપ ગોઠવાઈ ગયું છે. તેને તોડીને અમને થરાદમાં મુકી દેવામાં આવ્યાં છે. જ્યાં જવા માટે માત્ર 3 બસ જ મળે છે. બીજું કોઈ સાધન મળતું નથી. અમારૂ બધુ જ સામાજિક, ધાર્મિક, આર્થિક અને મેડિકલનું કામ પાલનપુર સાથે જોડાયેલું છે. એટલા માટે અમે માત્ર પાલનપુરમાં જ રહેવા માંગીએ છીએ.
નવા જિલ્લા માટે કોણ પોતાનો અહમ સંતોષી રહ્યું છે?
ધાનેરાની પ્રજા, બનાસકાંઠાની પ્રજા અને સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો જાણો છે કે, અત્યારે કોણ પોતાનો અહમ સંતોષી રહ્યું છે. પોતાની મોટી તિજોરીઓ ભરવા માટે આ ધંધા કરી રહ્યું છે. આ વ્યક્તિએ તો પોતાના સ્વાર્થ માટે લાલુને પણ પાછળ રાખી દીધો છે, લાલુ તો માત્ર ઘાસ ખાઈ ગયો હતો, અને આ માણસે જે કર્યું છે તેની કંલકકથા કહેવા જઈએ તો એ ઓછી પડે પેપરના પાનાઓ ભરાય! આને તો અખિલેશને પણ પાછળ પાડી દીધો છે. જાતિવાદનું ઘોર રાજકારણ રમીને ગરીબ પ્રજાના રોટલાને છીનવ્યો છે. પાણી મુદ્દે પણ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતએ આકરા પ્રહારો કર્યાં હતાં
આ પણ વાંચો: Bharuch: પોલીસની નેમ પ્લેટ સાથે બકરા ચોરી કરવા આવ્યાં હતા, અસલી પોલીસે કરી ધરપકડ
બે જિલ્લાનો નહીં પણ ધાનેરા તાલુકાનો પ્રશ્ન: નથા પટેલ
બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરામાં જન આક્રોશ સભામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલનું સંબોધન પણ સામે આવ્યું છે. નથા પટેલે કહ્યું કે, બે જિલ્લાનો નહીં પણ ધાનેરા તાલુકાનો પ્રશ્ન છે. આ સાથે વધુમાં તેમણે કહ્યું કે, ધાનેરા તાલુકાના સામાજિક તાણાવાણા બનાસકાંઠાથી જોડાયેલા છે. અને થરાદ પછી તો રણ અને પાકિસ્તાન જ છે. અત્યારે લોકોને યેનકેન પ્રકારે ભરમાવામાં આવી રહી છે.’ નથા પટેલે કહ્યું કે, સરકાર રાહ અને પાંથાવાડા તાલુકાના નામે ભરમાવે છે. આ સંગઠનને કેટલાક લોકો તોડવા માંગે છે, પરંતુ આ સંગઠન તૂટવાનું નથી’.
ધાનેરાની પ્રજા ભમરો બને, ઈંટ મારે તો ભમરો ન છોડે: નથા પટેલ
વધુમાં નથા પટેલે કહ્યું કે, ધાનેરા તાલુકાને પાણી મુદ્દે ઘોર અન્યાય થયો છે, સરકાર જાડી ચામડીની હોય છે, સજાગ રહંવું પડશે. પ્રજાના પ્રશ્ન માટે તમામ વિચારધારા વાળા લોકો એક થયા છે. ધાનેરાના લોકોને 500 કરોડના રોડ મુદ્દે ભરમાવે છે. અત્યારે વેપાર ધંધા ભાંગી પડ્યા છે. એટલું જ નહીં પરંતુ લોકોને ચેતવતા રહ્યું કે, માયકાંગલા રહ્યા તો ચગદાઈ જશો.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો