Exclusive: ‘અમારો જિલ્લો, વાવ-થરાદ’ વિભાજનના વિરોધ વચ્ચે નવા જિલ્લાના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ
- જિલ્લા વિભાજન અને નવા જિલ્લાને લઈને કોંગ્રેસમાં બેમત
- એકબાજુ વિરોધ અને એકબાજુ કોંગ્રેસ નેતાઓનું વાવ-થરાદને સમર્થન
- વાવ-થરાદ જિલ્લાને લઈને કોંગ્રેસમાં પણ બે ભાગ પડ્યા
Gujarat First Exclusive: બનાસકાંઠાનું વિભાજન કરીને એક નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો, જેનું નામ રાખ્યું ‘વાવ-થરાદ’. અનેક વિસ્તારોમાં તેનો વિરોધ થયો, ખાસ કરીને ધાનેરા, દિયોગર અને કાંકરેજ. આ તાલુકામાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યાં છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા પણ સતત વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં વળાંક આવ્યો છે. નવા જિલ્લાને લઈને કોંગ્રેસમાં પણ બે ભાગ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ શું છે? શા માટે કોંગ્રેસના બે ભાગ પડ્યાં? કોણ નવા જિલ્લાનો વિરોધ કરે છે અને કોણ સમર્થન? વાંચો આ અહેવાલ...
અંગત સ્વાર્થ માટે રાજકીય નેતાઓ વિરોધ કરી રહ્યાં છેઃ કોંગ્રેસ
બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે વાવ થરાદ જિલ્લાની રચનાના કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું છે કે, દિયોદર અને ધાનેરામાં ચાલતો જિલ્લા વિભાજનનો વિવાદ અંગત સ્વાર્થ માટે રાજકીય નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવા માટે છે. કોગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ અને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ વિરોધને સમર્થન આપે છે તેમનો અંગત રાજકિય વિરોધ છે. હવે આમાં કોનું સાચુ માનવું? એકબાજુ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ આ વિભાજનનો વિરોધ કર્યો હતો. જ્યારે હવે સમર્થન પણ મળ્યું છે.
આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે વરઘોડો ન કાઢવા લીધી લાંચ, પોલીસ માટે કમાણીનું નવુ સાધન
નવા જિલ્લાને લઈને થરાદમાં લાગ્યાં સમર્થન કરતા નારા
કોંગ્રેસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, માવજી દેસાઈ અને કેસાજી ચૌહાણ પણ રાજકીય ખટપટોના કારણે વિરોધ કરી રહ્યાં હશે. આવતીકાલે ધાનેરા ખાતે જિલ્લા વિભાજનના વિરોધમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ભાજપના પૂર્વ ધારાસભ્ય તેમજ અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઇ સભા સંબોધવાના છે, ત્યારે પહેલા કોંગ્રેસ વાવ- થરાદ જિલ્લાની રચનાના સમર્થનમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ થરાદામાં નારા પણ લગાવ્યાં છે જેમ કે, ‘વાવ માંગે, વાવ-થરાદ’, ‘દિયોદર માંગે, વાવ-થરાદ’, ‘લાખણી માંગે, વાવ-થરાદ’,‘સુઈગામ માંગે, વાવ-થરાદ’, ‘કોંગ્રેસ માંગે, વાવ-થરાદ’ અમારો જિલ્લો, વાવ-થરાદ’ જેવા નારાઓ કોંગ્રેસના નેતાઓ લગાવ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાના ઉપ.પ્રમુખે પણ નવા જિલ્લાને સમર્થન આપ્યું
મહત્વની વાત એ છે કે, જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે બનાસકાંઠા કોંગ્રેસમાં મતમતાંતર હોવાનું સામે આવ્યું છે. એકબાજુ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા વાવ થરાદ જિલ્લાની રચનાનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી આંબાભાઈ સોલંકી અને બનાસકાંઠા જિલ્લાના ઉપ.પ્રમુખ તુલસીભાઇ ધૂમડા વાવ-થરાદ જિલ્લાના સમર્થન કરી રહ્યાં છે, જેથી અહીં કોંગ્રેસમાં જ બે ભાગ પડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો: લાલ દરવાજા પાસેથી ગુજરાત ATSએ 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું, એકની ધરપકડ
અમારી વાવ-થરાદને એક અલગ ઓળખ મળી છેઃ આંબાભાઈ સોલંકી
કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી આંબાભાઈ સોલંકી અને બનાસકાંઠા જીલ્લાના ઉપ.પ્રમુખ તુલસીભાઇ ધૂમડા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા વાવ-થરાદ જિલ્લાને સમર્થમ આપ્યું છે. કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી આંબાભાઈ સોલંકીએ કહ્યું કે, આજથી લગભગ 10 વર્ષ પહેલાથી થરાદના લોકોની, થરાદ-વાવ વિસ્તારની પ્રજાની, થરાદ કોંગ્રેસ અને થરાદ ભાજપની આ બધાની એક જ માંગ હતી કે, થરાદ જિલ્લો બને! થરાદ સ્ટેટ વખતથી અને રાજા-રજવાડા વખતથી જિલ્લાનું મથક હતું. બધી જ દ્રષ્ટ્રીએ આ જિલ્લો અનુકૂળ છે. અમારા વાવ-થરાદને એક અલગ ઓળખ આપી છે. તેના માટે સરકારનો અને જેણે જેણે આમાં મદદ કરી છે તેમનો ખુબ ખુબ દિલથી આભાર’
દિયોદરના લોકોએતેનો વિરોધ ના કરવો જોઈએઃ તુલસીભાઈ ધુંમડા
બાઈટ - આંબાભાઈ સોલંકી -તુલસીભાઈ ધુંમડાએ જણાવ્યું કે, થરાદએ વાવ, દિયોદર, ધાનેરા અને કાંકરેજની મધ્યમાં આવેલ છે. અગાઉ રાજા રજવાડા પછી લોકશાહી આવી ત્યારે અહીં પ્રાંત કચેરી હતી. ત્યારે વાવ, થરાદ અને દિયોદરનો પણ થરાદમાં સમાવેશ હતો. અત્યારે દિયોદરના લોકો જે વિરોધ કરી રહ્યાં છે તે તેમનો અંગત અને રાજકીય વિરોધ હશે! લોકશાહી આવ્યાં પછી દિયોદરનો સમાવેશ પણ થરાદમાં થતો હતો. થરાદ નવો જિલ્લો બન્યો છે તો દિયોદરના લોકોએ હરગીઝ તેનો વિરોધ ના કરવો જોઈએ. તેમને સહર્ષ સ્વીકારી લેવું જોઈએ!’ નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં તુલસીભાઈ ધુંમડાએ ધાનેરાની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, થરાદ દરેક રીતે અનુકૂળ જિલ્લો છે.
આ પણ વાંચો: Nirlipt Rai ના તપાસ રિપોર્ટે પોલીસ બેડામાં મચાવ્યો ખળભળાટ, 4 પોલીસ કર્મી ગેરકાયદે વિદેશ પ્રવાસ બદલ સસ્પેન્ડ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો