Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ, ગુજરાત ફર્સ્ટને મળ્યાં દારૂબંધીની પોલ ખોલતા Video

Gujarat: રાજકોટના શાપર વેરાવળમાં જાણે દારૂડિયાઓનો મેળો ભરાય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. એકસાથે 500 લોકો એક જ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ પીવે છે.
gujarat  શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ  ગુજરાત ફર્સ્ટને મળ્યાં દારૂબંધીની પોલ ખોલતા video
Advertisement
  1. રાજકોટ અને બનાસકાંઠામાં શરાબના સૌદાગર બુટલેગરો બન્યા બેફામ
  2. એકસાથે 500 લોકો ખુલ્લેઆમ દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ
  3. વાવમાં દારૂબંધીની પોલ ખોલતો વીડિયો સામે આવ્યો

Gujarat: ગુજરાત ફર્સ્ટે ઓપરેશન અસુર (Operation Asur) દ્વારા ગુજરાતમાં થતી દારૂની હેરાફરીનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ અત્યારે રાજ્યભરમાં કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં શરાબના સૌદાગર બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ (Rajkot)ના શાપર વેરાવળમાં જાણે દારૂડિયાઓનો મેળો ભરાય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.

Advertisement

એકસાથે 500 લોકો એક જ જગ્યાએ પીવે છે ખુલ્લેઆમ દારૂ

રાજકોટમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે તેવા અહેવાલો સામે આવ્યાં છે. વીડિયો એવા પણ સામે આવ્યાં છે જેમાં એકસાથે 500 લોકો એક જ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ પીવે છે. એટલું જ નહીં પરંતુ બુટલેગરો અને દારૂડિયાઓને જાણે પોલીસ કે કાયદા કોઈની બીક છે જ નહીં. ચોંકાવનારી વાત એ છે કે, સૌથી મોટું ખુલ્લેઆમ બાર ચાલતું હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યાં છે. ગુજરાત ફર્સ્ટ પર દારૂના દ્રશ્યો જોઈને તમે ચોંકી જવાના છો.

Advertisement

આ પણ વાંચો: Gujarat First: ઓપરેશન અસુરના રાજ્યવ્યાપી પડધા! શરાબના સોદાગરો પર ત્રાટકી પોલીસ!

દારુના બાર જોઈ રાજકોટ પોલીસ શંકાના ઘેરામાં આવી

આ તમામ દ્રશ્યો અને દારૂના બાર જોઈ રાજકોટ પોલીસ શંકાના ઘેરામાં આવી છે. પ્રશ્ન એ પણ થાય છે કે, શું રાજકોટ પોલીસ આ બુટલેગરો પાસેથી હપ્તા લે છે? કે પછી ખુબ પોલીસની મિલીભગત છે? સવાલો અનેક છે અને એ થવાના પણ છે. કારણે કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તેમ છતાં પણ ગુજરાતમાં દારૂ આવે છે અને વેચાય છે એ પણ ખુલ્લેઆમ? આ કેટલું યોગ્ય છે. શું આ છે ગતિશીલ ગુજરાત? ગુજરાત પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? કેમ ગુજરાત સરકાર દારૂને વેચાણમાં કાર્યવાહી કરવા માટે આંખ આડા કાન કરી રહીં છે. આવા સવાલો હવે ગુજરાતની જનતા કરી રહીં છે. કારણ કે, હવે લોકો દારૂથી કંટાળી ગયાં છે અને કાર્યવાહીની માંગણી કર્યાં છે.

આ પણ વાંચો: Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો

શરાબના સૌદાગરોની રાજકોટ પોલીસને ખુલ્લી ચેલેન્જ

નોંધનીય છે કે, રાજ્યમાં શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં છે. બેફામ દારૂનું વેચાણની ફરિયાદો થઈ રહી છે છતાં પણ પોલીસનો કોઈ ડર નથી. આખરે શા માટે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી? શું પોલીસ દારૂ મામલે કોઈ કાર્યવાહી કરવા નથી માંગતી? રાજકોટમાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હોય તેમ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે પોલીસ કેવી કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: Surat: ચપ્પુ બતાવી દાદાગીરી કરતા લુખ્ખાની પુણા પોલીસે હેકડી ઉતારી, માંગવા લાગ્યો માફી

Tags :
Advertisement

.

×