Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First Reality Check: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...

Gujarat First Reality Check: અમદાવાદના બોપલ શીલજ ઓવરબ્રિજ પર તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી સામે આવી છે. બોપલથી શીલજને જોડતો રીંગ રોડ પરનો બ્રિજ જોખમી હોવાનું જાણવા મળ્યું છે.
gujarat first reality check  બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન  તથ્યકાંડ સર્જાય તો
Advertisement
  1. અમદાવાદના બોપલ શીલજ ઓવરબ્રિજ પર તંત્રની ગંભીર બેદરકારી
  2. બોપલથી શીલજને જોડતો રીંગ રોડ પરનો બ્રિજ બન્યો જોખમી
  3. એકપણ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર છવાયો અંધારપટ

Gujarat First Reality Check: અમદાવાદ શહેરમાં અનેક બ્રિજો આવેલા છે, પરંતુ શું આ બ્રિજ સુરક્ષિત છે ખરા? ગુજરાત ફર્સ્ટ અમદાવાદના બોપલ શીલજ ઓવરબ્રિજ પર રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું. આ બ્રિજને જોતા અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ સર્જાય તો નવાઇ નહીં! કારણે કે, અમદાવાદના બોપલ શીલજ ઓવરબ્રિજ પર તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી સામે આવી છે. બોપલથી શીલજને જોડતો રીંગ રોડ પરનો બ્રિજ જોખમી હોવાનું જાણવા મળ્યું છે.

બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ માત્ર શોભાના ગાંઠીયા સમાન

આ બ્રિજ જોખવી શા માટે છે? આ બ્રિજ પર રાત્રિ સમયે ચાલવું જોખમી છે કારણે કે, આ બ્રિજ પર લાઈટો માત્ર શોભા માટે જ હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી એટલે સામે આવતા વાહનોની લાઈટો સીધો વાહન ચાલકની આંખો પડતી હોય છે, જેથી સામે આવતા વાહનો દેખાતા જ નથી હોતા. એટલું એવું કહી શકાય કે આ રાત્રે મુસાફરી કરવી હોય તો રામ ભરોસે જ કરવી પડે.કારણ કે, એકપણ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર અંધારપટ છવાયેલો રહે છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot crime branch: પોલીસે વેશ પલટો કરી 12 વર્ષથી ફરાર ડબલ મર્ડરના આરોપીને ઝડપ્યો

Advertisement

અંધારપટ ઓવરબ્રિજ પર કોઇનો ભોગ લેવાશે તો કોણ જવાબદાર?

સ્ટ્રીટ લાઇટો શા માટે હોય છે? શું આ તંત્રની જવાબદારી નથી કે, સ્ટ્રીટ લાઇટોને ચાલુ કરાવે? એકબાજુ કામ ચાલી રહ્યું છે એટલે ત્યાં પણ પતરાના શેડ ઊભા કરેલા છે,એ પણ વાહન ચાલકો માટે મોટી સમસ્યા છે. પરંતુ અહીં કોઈ મોટો અકસ્માત થયા તો તેમાં કોઈ નવાઈની વાત નથી! ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં રાત્રે ઓવરબ્રિજની પરિસ્થિતિ જાણવા પહોંચી હતી. ગુજરાત ફર્સ્ટની ટીમે તંત્રની બેદરકારીને સામે લાવવા રિયાલિટી ચેક કર્યું અને ચોંકાવનારી વાત સામે આવી છે. આ બ્રિજ પર ભારે અંધારપટ વચ્ચે સડસડાટ દોડતા વાહનો કોઈના માટે ઘાટક બની શકે તેમ છે. તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી.

આ પણ વાંચો: Ahmedabad : હાઇબ્રિડ ગાંજાનાં જથ્થા સાથે એકની ધરપકડ, કરોડોમાં છે કિંમત

શું તંત્ર શહેરમાં વધુ એક મોટા અકસ્માતની રાહ જોઇને બેઠું છે?

સ્વાભાવિક છે કે, રાત્રે હાઈવે પર પણ ગુજરાત સ્ટ્રીટ લાઇટની જરૂર પડતી હોય છે તો પછી અહીં તો બ્રિજ છે, જો કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે? સ્ટ્રીટ લાઇટો જ નહીં પરંતુ બ્રિજ પર અંધારપટ સાથોસાથ CCTVનું નામોનિશાન સુદ્ધાં નથી. બ્રિજની બંને તરફ કન્સ્ટ્રકશન કામથી પણ વાહનચાલકોને ભારે પરેશાની ભોજવી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? કોઈ અકસ્માત થશે તો આમાં તંત્ર જ જવાબદાર છે. શા માટે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે? માત્ર કાગળ પર શહેરનો વિકાસ બતાવી દેવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat First Impact : Operation 'Asur' બાદ દીવ અને કચ્છમાં પોલીસની મોટી કાર્યવાહી!

Tags :
Advertisement

.

×