Mahakumbh thi Sanatan Samvad: યજ્ઞસમ્રાટ Dr. Rajabhai Shastri સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- પ્રખ્યાત યજ્ઞસમ્રાટ Dr. Rajabhai Shastri સાથે ખાસ વાતચીત
- મહાકુંભ, આધ્યાત્મ અને યજ્ઞને લઈને અનેક ખાસ વાતો કરી
- ડૉ. રાજાભાઈ શાસ્ત્રીએ કહ્યું કે, અહીં જનકલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યાં છે
Mahakumbh thi Sanatan Samvad: મહાકુંભથી સનાતન સંવાદમાં ગુજરાત ફર્સ્ટે પ્રખ્યાત યજ્ઞસમ્રાટ Dr. Rajabhai Shastri સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે મહાકુંભ, આધ્યાત્મ અને સનાતનને લઈને ખાસ વાત કરી હતી. નોંધનીય છે કે, પ્રયાગરાજમાં મોટામાં મોટા યજ્ઞ થઈ રહ્યાં છે તેવું ડૉક્ટર રાજાભાઈએ જણાવ્યું હતું. યજમાન અને ભગવાન સાથે સિધો સંપર્ક હોય છે તેવી અનેક આધ્યાત્મની વાતો ડૉ.રાજાભાઈ શાસ્ત્રીએ જણાવી હતી. આખો અહેવાલા અહીં વિગતવાત વાંચો...
પ્રયાગરાજમાં જનકલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યાં છેઃ ડૉ. રાજાભાઈ શાસ્ત્રી
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા ડૉ. રાજાભાઈ શાસ્ત્રીએ કહ્યું કે, પ્રયાગરાજમાં જે પણ યજ્ઞ થઈ રહ્યાં છે તે જન કલ્યાણ માટે થઈ રહ્યાં છે. આ યજ્ઞો વૈજ્ઞિનિક રીતે પણ ફાયદાકારક છે. યજ્ઞ એક એવો કર્મ છે, જે દેવાતાઓએ, આપણાં ઋષિ-મુનિઓએ કર્યો છે. ભાગવાન કૃષ્ણ અને રામે પણ યજ્ઞ કર્યાં છે. વેદમાં તો ત્યાં સુધી લખેલું છે કે, જે ભૂમિ પર યજ્ઞ થયા છે તે ભૂમિ પણ પૂજનીય બની જાય છે. નોંધનીય છે કે, આ વાતચીત દરમિયાન તેમણે યજ્ઞની ખુબ જ વાતો કરી હતી.
Mahakumbh 2025: યજ્ઞસમ્રાટ Dr. Rajabhai Shastri સાથે ખાસ વાતચીત @MahaaKumbh @MahaKumbh_2025 @AnityaKr #Exclusive #Mahakumbh2025 #RajabhaiShastri #Prayagraj #AgniAkhada #Saint #Exclusive #Devotee #GujaratFirst pic.twitter.com/4xuibX54HX
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
આ પણ વાંચો: આચાર્ય મહામંડલેશ્વર ARUN GIRI MAHARAJ સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ
યજ્ઞનું આધ્યાત્મિક મહત્વ શું તેના વિશે કરી આ ખાસ વાત
ડૉ. રાજાભાઈ શાસ્ત્રીએ કહ્યું કે, અતિરૂદ્ર યક્ષ, મહારૂદ્ર યજ્ઞ, લઘુરૂદ્ર યજ્ઞ થાય છે આ ભગવાન શિવને પ્રસંન્ન કરવાના યજ્ઞ છે. અને રૂદ્રીના જે શ્લોકો છે તેના ઉચ્ચારણ સાથે હોમાત્મક રીતે આ યજ્ઞો કરવામાં આવતાં હોય છે. જ્યારે ઘણાં યજ્ઞો પાઠાત્મક રીતે પણ કરવામાં આવતાં હોય છે. વધુમાં તેમણે કહ્યું કે, યજ્ઞ કરવાથી બાષ્પીભવન થાય છે, તેનાથી વરાળ ઉત્પન્ન થાય છે, બધી વાદળ બને છે અને પછી વરસાદ થતો હોય છે. આમ દરેક વસ્તુ યજ્ઞને આધિન હોય છે તેવું યજ્ઞસમ્રાટ ડૉ.રાજાભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહાકુંભમાં પહોંચેલા સિદ્ધપુરના શાસ્ત્રીગણ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
કરોડોની સંખ્યામાં મહાકુંભમાં આવ્યાં છે ભક્તો
આ દરમિયાન અનેક સંતો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ગુજરાત ફર્સ્ટ અત્યારે મહાકુંભમાં ‘મહાકુંભથી સનાતન સંવાદ’ કરી રહ્યું છે. જેમાં અનેક સંતો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે અને સનાતન ધર્મની શું તેની વિશે ચર્ચા કરવામાં આવી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહાકુંભનો મેળોએ આ પૃથ્વી પરનો સૌથી મોટો મેળો છે. જેમાં એક બે લાખ નહીં પરંતુ કરોડોની સંખ્યામાં ભક્તો અને લાખોની સંખ્યામાં સાધુ અને સંતો આવી રહ્યાં છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો