ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : માતા કરતા મોબાઈલ વહાલો, સર્વેમાં ચોંકાવનારો થયો ઘટસ્ફોટ

81 ટકા બાળકોને જમતી વખતે મોબાઈલમાં કાર્ટૂન કે ગેમ રમવાની આદત છે તેમજ 85 ટકા બાળકો મોબાઈલના કારણે શારીરિક રમતો રમતા નથી
02:07 PM Mar 26, 2025 IST | SANJAY
81 ટકા બાળકોને જમતી વખતે મોબાઈલમાં કાર્ટૂન કે ગેમ રમવાની આદત છે તેમજ 85 ટકા બાળકો મોબાઈલના કારણે શારીરિક રમતો રમતા નથી
Gujarat, Mobile phone, ShockingNews, Ahmedabad @ Gujarat First

Gujarat : માતા કરતા મોબાઈલ વહાલો, સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં 81 ટકા બાળકોને જમતી વખતે મોબાઈલમાં કાર્ટૂન કે ગેમ રમવાની આદત છે. તેમજ 85 ટકા બાળકો મોબાઈલના કારણે શારીરિક રમતો રમતા નથી. 76 ટકા બાળકો પરંપરાગત બાળરમતો જાણતા જ નથી. 63 ટકા બાળકો મોબાઈલ ન મળે તો રડવા લાગતા હોવાનું તારણ સામે આવ્યું છે. 54 ટકા બાળકો મોબાઇલમાં વ્યસ્ત હોવાથી માતા-પિતા સાથે વાત કરતા નથી.

સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવને સર્વે કર્યો

સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવને સર્વે કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં કરેલા સર્વેમાં ચોંકાવનારા તારણ આવ્યા છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને મોબાઈલના વળગણને લઈ સર્વે કરાયો છે. ત્યારે 66 ટકા બાળકોને મા કરતા પહેલા મોબાઇલ ગેમ જોઈએ છે!
મોબાઈલ ગેમ કે મમ્મી એવો પૂછાયો હતો સવાલ! જેમાં 40થી 50 ટકા બાળકોએ કહ્યું મોબાઇલ હશે તો ગમશે. સવાલ હતો તારી સાથે કોણ હોય તો તને ગમે? 60 ટકા બાળકોને બહાર ફરવા જવા કરતા મોબાઇલ પસંદ કર્યો છે. તેમજ 40 ટકા બાળકોને મોબાઇલના કારણે ઉંઘમાં સમસ્યાનું તારણ સામે આવ્યું છે.

મોબાઈલને લઈને માતા-પિતાની ફરિયાદો

- મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી
- મોડે સુધી મોબાઈલને કારણે જાગ્યા કરે અને ગેમ્સ રમ્યા કરે
- જેથી બીજે દિવસે સ્કૂલે જવા માટે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ
- મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ
- કોઈ ડિસ્ટર્બ કરે અથવા તો મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે
- મોબાઈલને કારણે ચશ્માં આવી જવા અને નંબર વધી જવાની સમસ્યા વધી ગઈ છે
- શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું
- ક્લાસીસમા ન જવું, વર્તનમાં પરિવર્તન

બાળકોમાં મોબાઈલના અતિરેકથી શું થાય ?

-હતાશા, ચિંતા, ધ્યાનની ખામી, ઓટીઝમ, બાયપોલર ડિસઓર્ડર, અન્ય મનોવિકૃતિ થવાની સંભાવના, શારીરિક વિકાસ ધીમો પડી જાય છે. સ્થૂળતામાં વધારો તથા રોગો થવાની સંભાવના સાથે ઊંઘનો અભાવ અને ડિજિટલ સ્મૃતિ ભ્રંશ થાય છે.

મોબાઇલ ગેમ એટલે જીવલેણ ગેમ!

22 નવેમ્બર 2024 - રાજકોટમાં યુવકનો આપઘાત (ગેમમાં રૂપિયા હાર્યો)
11 જાન્યુઆરી 2025 - ભુજના મોખણામાં સગીરનો આપઘાત (ગેમમાં રૂપિયા હાર્યો)
24 જાન્યુઆરી 2025 - રાજકોટમાં યુવકનો આપઘાત (ગેમમાં રૂપિયા હાર્યો)
ફેબ્રુઆરી 2025 - અમદાવાદમાં એકાઉન્ટન્ટનો આપઘાત (ગેમમાં 3.77 કરોડ હાર્યો)
15 ફેબ્રુઆરી 2025 - મોરબીમાં યુવકનો આપઘાત (ગેમમાં રૂપિયા હાર્યો)
13 માર્ચ 2025 - કચ્છના રાપરમાં સગીરની હત્યા (ગેમની આઈડી ન આપતા)
25 માર્ચ 2025 - વરાછામાં યુવકનો આપઘાત (ગેમ રમવાની ના પાડી)
6 માર્ચ ગાંધીનગરના યુવકે પોતાની જ પત્ની અને 5 વર્ષના બાળકની નિર્દય હત્યા કરી નાખી. ( ઓનલાઈન ગેમ (રમી) મા પૈસા હારી જતા દેણું થઈ જવાના કારણે)

આ પણ વાંચો: Road Safety : ટ્રાફિક અધિકારીએ આ રોડ સાઇનનો અર્થ સમજાવ્યો અને Video થયો વાયરલ

 

Tags :
ahmedabad gujarat newsGujaratGujarat FirstGujarati NewsGujarati Top Newsmobile phoneShockingNewsTop Gujarati News
Next Article