Operation Asur : પોરબંદરની 'પીડા'નો જેતપુરથી 'પોકાર'! પ્રદૂષણ માફિયાઓ થયા બેફામ
- ઓપરેશન અસુરમાં આજે પોરબંદરની 'પીડા'નો જેતપુરથી 'પોકાર'!
- જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ
- બેરોકટોક કરાતા પ્રદૂષણનો કોણે આપ્યો પીળો પરવાનો?
- ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું રિયાલિટી ચેક!
- નદી મા છે પણ માને પણ ન છોડી પ્રદૂષણ માફિયાઓએ!
- GPCBના ખંધા બાબુઓના નાક નીચે ચાલે છે પ્રદૂષણનો ખેલ
- GPCB, મંત્રીજી, સરકારે પ્રદૂષણ સામે જાગવું પડશે
- ભાદર નદીની હાલત જોઈને તમારું હૃદય દ્રવી ઉઠશે
- ન માત્ર ભાદર પણ જૂનાગઢના ઘેડ પંથક સુધી પહોંચે છે પ્રદૂષણ
- ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી
- વેપારીઓ, ખેડૂતો, સ્થાનિકોએ ઠાલવી પોતાની વેદના
- ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરી ખેતીમાં વપરાતું હોવાનો પોકળ દાવો
- જેતપુરમાં ધમધમે છે 1475 જેટલા ડાઇંગ ઉદ્યોગો
Operation Asur : ઓપરેશન અસુરમાં આજે એવા અસુરની વાત જે જીવસૃષ્ટિ પર જોખમ લઇને ઉભું છે. આજે અમે તમને જણાવીશું કે, જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ વિશે. જીહા, ગુજરાત ફર્સ્ટની ટીમે આજે જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ કર્યો છે. નદીને આપણે મા માનીએ છીએ પણ પ્રદૂષણ માફિયાઓએ અહીં તો માને પણ ન છોડી.
ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું રિયાલિટી ચેક!
જણાવી દઇએ કે, જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ઉચ્ચ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ભાદર નદી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનો દર વધ્યો છે. આ પ્રદૂષણમાં પશ્ચિમ ગુજરાતના અનેક વિસ્તારો, જેમ કે જૂનાગઢ અને ઘેડ પંથક, પણ સામેલ છે. નદીના પાણીની દૂષિતતા અને જમીનમાં મિશ્રિત ઝેરી પદાર્થોથી મકાન, ખેતી અને જળ સંસાધનો પર ગંભીર અસર પડી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, GPCBના ખંધા બાબુઓના નાક નીચે જ આ પ્રદૂષણનો ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ભાદર નદીની હાલત જોઇ તો અમે ચોંકી ગયા. જીહા, આ દ્રશ્યો ખરેખર ચોંકાવનારા હતા, જેને જોયા બાદ તમારું પણ હ્રદય દ્રવી ઉઠશે. તેટલું જ નહીં ન માત્ર ભાદર પણ જૂનાગઢના ઘેડ પંથક સુધી પ્રદૂષણ પહોંચે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી હતી. જ્યા વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોએ પોતાની વેદના ઠાલવી હતી. જોકે, આ પહેલા ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરી ખેતીમાં વપરાતું હોવાનો પોકળ દાવો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, જેતપુરમાં 1475 જેટલા ડાઇંગ ઉદ્યોગો ધમધમે છે.
વધુ માહિતી માટે જુઓ નીચે આપેલો Video
આ પણ વાંચો: Banaskantha : ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો, કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી