ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Asur : પોરબંદરની 'પીડા'નો જેતપુરથી 'પોકાર'! પ્રદૂષણ માફિયાઓ થયા બેફામ

ઓપરેશન અસુરમાં આજે એવા અસુરની વાત જે જીવસૃષ્ટિ પર જોખમ લઇને ઉભું છે. આજે અમે તમને જણાવીશું કે, જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ વિશે. જીહા, ગુજરાત ફર્સ્ટની ટીમે આજે જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ કર્યો છે.
02:35 PM Jan 01, 2025 IST | Hardik Shah
ઓપરેશન અસુરમાં આજે એવા અસુરની વાત જે જીવસૃષ્ટિ પર જોખમ લઇને ઉભું છે. આજે અમે તમને જણાવીશું કે, જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ વિશે. જીહા, ગુજરાત ફર્સ્ટની ટીમે આજે જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ કર્યો છે.
Operation Asur Jetpur

Operation Asur : ઓપરેશન અસુરમાં આજે એવા અસુરની વાત જે જીવસૃષ્ટિ પર જોખમ લઇને ઉભું છે. આજે અમે તમને જણાવીશું કે, જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ વિશે. જીહા, ગુજરાત ફર્સ્ટની ટીમે આજે જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો પર્દાફાશ કર્યો છે. નદીને આપણે મા માનીએ છીએ પણ પ્રદૂષણ માફિયાઓએ અહીં તો માને પણ ન છોડી.

ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું રિયાલિટી ચેક!

જણાવી દઇએ કે, જેતપુરના ડાઇંગ ઉદ્યોગો દ્વારા ઉચ્ચ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ભાદર નદી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનો દર વધ્યો છે. આ પ્રદૂષણમાં પશ્ચિમ ગુજરાતના અનેક વિસ્તારો, જેમ કે જૂનાગઢ અને ઘેડ પંથક, પણ સામેલ છે. નદીના પાણીની દૂષિતતા અને જમીનમાં મિશ્રિત ઝેરી પદાર્થોથી મકાન, ખેતી અને જળ સંસાધનો પર ગંભીર અસર પડી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, GPCBના ખંધા બાબુઓના નાક નીચે જ આ પ્રદૂષણનો ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ભાદર નદીની હાલત જોઇ તો અમે ચોંકી ગયા. જીહા, આ દ્રશ્યો ખરેખર ચોંકાવનારા હતા, જેને જોયા બાદ તમારું પણ હ્રદય દ્રવી ઉઠશે. તેટલું જ નહીં ન માત્ર ભાદર પણ જૂનાગઢના ઘેડ પંથક સુધી પ્રદૂષણ પહોંચે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી હતી. જ્યા વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોએ પોતાની વેદના ઠાલવી હતી. જોકે, આ પહેલા ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરી ખેતીમાં વપરાતું હોવાનો પોકળ દાવો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, જેતપુરમાં 1475 જેટલા ડાઇંગ ઉદ્યોગો ધમધમે છે.

વધુ માહિતી માટે જુઓ નીચે આપેલો Video

આ પણ વાંચો:  Banaskantha : ગુજરાત રાજ્યને મળશે વધુ એક જિલ્લો, કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી

Tags :
Bhadar RiverGPCBGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsHardik ShahJetpurOperation AsurPollution in RiverPorbandarriver
Next Article