Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

USA Deported : અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓને પોલીસ પરેશાન નહીં કરે, જાણો કેમ ?

છેલ્લાં કેટલાંય દસકોથી પટેલ સમાજ સહિતના ગુજરાતીઓને યેનકેન પ્રકારે અમેરિકા જવાનું ઘેલું લાગ્યું હતું. ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે પડાપડી કરી રહેલા ગુજરાતીઓ ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની કાર્યનીતિથી હવે ટાઢા પડી ગયા છે.
usa deported   અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓને પોલીસ પરેશાન નહીં કરે  જાણો કેમ
Advertisement

USA Deported : છેલ્લાં કેટલાંય દસકોથી પટેલ સમાજ સહિતના ગુજરાતીઓને યેનકેન પ્રકારે અમેરિકા જવાનું ઘેલું લાગ્યું હતું. ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે પડાપડી કરી રહેલા ગુજરાતીઓ ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની કાર્યનીતિથી હવે ટાઢા પડી ગયા છે. શરૂઆતમાં ઈમિગ્રેશન ઑફિસર સાથે સાંઠગાંઠ કરી હમશકલ તરીકે અને ત્યારબાદ અમેરિકાની સરહદ ગેરકાયદેસર રીતે ઓળંગીને ઘૂસણખોરોને એજન્ટો મોકલી આપવા લાગ્યા હતા. રાષ્ટ્રપતિ જો બાયડને (Joe Biden) સરહદો ખુલ્લી મુકી દેતા વિમાનો ભરી ભરીને ગુજરાત સહિત દેશભરના એજન્ટોએ ઢગલાબંધ ભારતીયોને લાખો રૂપિયા લઈને અમેરિકામાં ઘૂસાડ્યા. સરકાર બદલાતાની સાથે જ અમેરિકામાંથી ઘૂસણખોરોને તગેડી મુકવાનો (USA Deported) નિર્ણય લેતા 200થી વધુ ભારતીયોને પ્રથમ તબક્કામાં અમેરિકન આર્મી પ્લેન (US Military Plane) થકી વતનમાં ધકેલી દેવાયા છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં તબક્કાવાર રીતે USA Deported ગુજરાતીઓ આવવાના છે. US થી તગેડી દેવાયેલા ગેરકાયદેસર ગુજરાતીઓના પરિવાર અને ઘૂસણખોરી કરાવવામાં લાખો રૂપિયા કમાનારા એજન્ટો પોલીસ તપાસ અને તે પછીની હેરાનગતિને લઈને ભયભીત છે. ઘૂસણખોર ગુજરાતીઓને પોલીસ કાર્યવાહીથી શા માટે ડરવાની જરૂર નથી ? વાંચો આ અહેવાલ...

પોલીસ પૈસા ખંખરશે તેવી સોશિયલ મીડિયામાં અફવાઓ

કબૂતરબાજ એજન્ટોને લાખો-કરોડો રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે જીવના જોખમે અમેરિકામાં ઘૂસણખોરી કરનારા અનેક ગુજરાતીઓને યુએસએ તગેડી મુક્યા (USA Deported) છે. આ સમાચાર આવતાની સાથે જ ગઈકાલથી જ સોશિયલ મીડિયામાં કેટલીક વાતો વહેતી થઈ છે. USA Deported ગુજરાતીઓ પાસેથી પોલીસ તપાસ અને કાર્યવાહીના નામે રૂપિયા ખંખેરશે. લાખો રૂપિયા ખર્ચીને ગેરકાયદે અમેરિકા ગયેલા ગુજરાતીઓને 'ખાતર ઉપર દિવેલ' જેવી સ્થિતિનું નિર્માણ થશે. જો કે, આ તમામ વાતો વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) ના નિવેદન બાદ અફવા હોવાનું સાબિત થયું છે.

Advertisement

Advertisement

કેમ આવી અફવાઓ ઊડી રહી છે ?

ભૂતકાળમાં ગુજરાત સહિત દેશભરમાં નોંધાયેલા કબૂતરબાજીના કેસોમાં પોલીસ અને ઈમિગ્રેશન વિભાગે અધધ રૂપિયાના તોડ કર્યા છે. ગેરકાયદેસર અમેરિકા મોકલનાર એજન્ટને નહીં પકડવા પેટે કરોડો રૂપિયા લીધા હોવાના કિસ્સાઓ પણ છે. ગુજરાતના કેટલાંક પોલીસ અધિકારીઓ કબૂતરબાજ એજન્ટોને રક્ષણ આપવા પેટે નિયમિત લાખો રૂપિયાના હપ્તા લેતા હતા. ગુજરાત પોલીસ (Gujarat Police) માં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા કબૂતરબાજીના કેસોમાં પોલીસ એજન્સીઓએ અનેક લોકોના ખિસ્સા ખંખેર્યા છે. લગભગ તમામ કેસોમાં એકપણ આરોપીને સજા પડી હોવાનો દાખલો હજી સુધી સામે આવ્યો નથી. 90ના દાયકામાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad International Airport) પર ઈમિગ્રેશન વિભાગમાં એક રાતમાં અધિકારીઓ 10 થી 20 લાખ રૂપિયા હમશકલ કબૂતરો ઉડાડીને કમાતા હતા. એક જ દિવસમાં એક સ્થાન માટે પોલીસ કમિશનર અમદાવાદ (Ahmedabad CP) ને ગાંધીનગરથી જુદાજુદા અધિકારીની નિમણૂંક કરવાના આદેશ મળતા. મહિને કરોડોની કમાણીવાળી નિમણૂંક અપાવવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આદેશ કરતા હતા.

કોની સામે થઈ શકે છે કાર્યવાહી ?

અમેરિકાએ નામ અને પાસપોર્ટ નંબર સાથે ઘૂસણખોર ગુજરાતીઓને તગેડી મુક્યા છે. આ તમામ USA Deported લોકોના પોલીસ નિવેદન લઈ શકે છે. વતન પરત આવેલા ગુજરાતીઓની પૂછપરછમાં કબૂતરબાજ એજન્ટોના નામ ખૂલી શકે છે. લાખો-કરોડો રૂપિયા લઈને વાયા UAE , દક્ષિણ અમેરિકા, કેનેડા અથવા અન્ય દેશ થઈને ગેરકાયદે રીતે અમેરિકા મોકલનાર એજન્ટ સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે.

USA Deported ગુજરાતીઓએ ડરવાની જરૂર કેમ નથી ?

અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે ગુજરાતીઓ કંઈ પણ કરી શકે તે જગજાહેર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓએ ખુદના પાસપોર્ટ પર અન્ય દેશના વિઝા મેળવ્યા હતા અને વાયા ફોરેન કન્ટ્રી થઈને અમેરિકા પહોંચ્યા હતા. ભારત દેશ છોડતી વખતે તેમણે કોઈ બનાવટી દસ્તાવેજ કે અન્ય કોઈ ખોટી રીત રસમ નહીં અપનાવી હોય તો તે કાયદાના સાણસામાં આવી શકે નહીં. અમેરિકા વાંચ્છુ કોઈ અન્ય દેશની ઈમિગ્રેશન ચેકપોસ્ટ (Immigration Check Post) પર થઈને બનાવટી દસ્તાવેજથી અમેરિકા પહોંચ્યો હોય તો તે ગુનો જે-તે દેશના કાયદાને આધિન છે અને આ જ કારણસર ગુજરાતી સામે ભારતમાં કોઈ કાર્યવાહી ના થઈ શકે.

આ પણ વાંચો :  USA થી 205 ભારતીય ઇમિગ્રન્ટ્સની વતન વાપસી, 40 ગુજરાતીઓનો સમાવેશ; 9 તો માત્ર ગાંધીનગર જિલ્લાના

Tags :
Advertisement

.

×