Hindu Holocaust : 150 વર્ષના સૌથી મોટા Hindu Genocide ની વિશ્વને દરકાર નથી !
. હિંસાની સામે પણ વિશ્વનો પસંદગીયુક્ત અભિગમ!
. 1947,1971, 1990ની હિંદુઓ સામેની હિંસામાં આંખ આડા કાન!
. હાલ Bangladesh માં હિંદુઓ સામેના અત્યાચારો સામે પણ કુલ મળીને મૌનની સ્થિતિ!
Global Silence on Hindu Holocaust : 1915માં ઉસ્માની તુર્કો દ્વારા આર્મેનિયન ખ્રિસ્તીઓની અને 1941-1945માં નાઝીઓ દ્વારા યહૂદીનો સમૂળગો ખાત્મ કરવાની કોશિશો થઈ. 20મી સદીમાં આવા હત્યકાંડોને ઉદેશીને Genocide અને Holocaust જેવા શબ્દોનું ચલણ બોલચાલમાં વધ્યું. આ મામલાઓ પર ત્રણ હજાર જેટલા પુસ્તકો પણ લખાઈ ચુક્યા છે. પરંતુ 20મી સદીમાં 1947માં ભારતના ભાગલા વખતે, 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે અને 1990માં કાશ્મીરમાં આતંકવાદે મૂળિયા નખ્યા ત્યારે Hindu ઓ સાથે થયેલી સામુહિક નરસંહારની ઘટનાઓ સામે વિશ્વએ જાણે કોઈ દરકાર ન હોય તેમ વર્તવાનું મુનાસિબ માન્યું અને ભારતની તત્કાલિન સરકારોએ મૌનને સમાધાન ગણ્યું અને સહન કરવાનું જે-તે પ્રદેશમાં પીડિત-વિસ્થાપિત થયેલા હિંદુઓને શોષવાનું ભાગે આવ્યું.
Partition Holocaust: વિભાજનની વિભીષિકા
બહુ જૂની ઈતિહાસની વાતોમાં જવાનો કાઈ અર્થ નથી અને હાલ તે વિષય પણ નથી. પણ જ્યારે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા, ત્યારે Partition Holocaust માં પાંચ લાખ કે તેનાથી વધારે હિંદુઓની હત્યાઓ થઈ હોવાનું અનુમાન લગાવાય છે. પાકિસ્તાન કે જે ત્યારે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચાયેલું હતું, તેના પશ્ચિમી ભાગમાં અમુક અપવાદોને બાદ કરતા મોટાભાગના વિસ્તારો હિંદુવિહીન થઈ ગયા. 70થી 90 લાખ જેટલા હિંદુઓ પશ્ચિમ પાકિસ્તાનથી ભાગીને ભારતમાં નિરાશ્રિત બન્યા. પશ્ચિમ પાકિસ્તાનમાં ત્યારે 13 ટકા મુસ્લિમો હતા અને હવે આ ક્ષેત્રમાં માત્ર 1 ટકો હિંદુઓ જ છે અને તેઓ પણ ભારત કે અન્ય દેશોમાં જ્યારે જ્યારે મોકો મળે શરણ લેવા માટે તૈયાર પણ છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ બન્યું જેહાદીસ્તાન, બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને જેહાદીઓનો ચહેરો કર્યો ઉજાગર
1971માં પૂર્વ પાકિસ્તાનમાં Genocide
1971માં પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માં આવી જ કોશિશો થઈ. 1971ના યુદ્ધ અને તેના પહેલાના થોડા સમયોમાં અંદાજે 25 લાખ જેટલા હિંદુઓની અત્યાચારો બાદ હત્યાઓ કરવામાં આવી. તે દરમિયાન 60 લાખ જેટલા બંગાળીઓ ભાગીને પૂર્વ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા અને ન્યૂયોર્ક ટાઈમ્સના 14 જુલાઈ, 1971ના અહેવાલ મુજબ તેમાના ઓછામાં ઓછા 40 લાખ હિંદુઓ હતા. પૂર્વ પાકિસ્તાનમાં ત્યારે થયેલા અત્યાચારોમાંથી 80 ટકામાં પીડિત બંગાળી હિંદુઓ જ હતા. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના તત્કાલિન શાસકોએ પોતપોતાના કારણોથી હિંદુઓ પરના અત્યાચાર અને હત્યાકાંડોની ચર્ચાને ધરતીમાં ધરબી દીધી હતી.
આ પણ વાંચો: હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન, ભારત સામે 'THREE FRONT WAR'ની સ્થિતિનો ખતરો?
Kashmir ખીણમાંથી પંડિતોનું વિસ્થાપન
પરંતુ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર ખીણ ખાતે કશ્યપ ઋષિના જમાનાથી રહેતા કાશ્મીરી પંડિતોને હિંસાચાર-અત્યાચાર-આતંકવાદને કારણે વિસ્થાપિત થવાનો વારો આવ્યો. આમા કોઈ પ્રત્યક્ષ યુદ્ધની સ્થિતિ નહીં હોવા છતાં દોઢ લાખ જેટલા હિંદુઓને કાશ્મીર ખીણ છોડવી પડી હતી. ભારતમાં આજે પણ કાશ્મીરી પંડિતો પોતાના દેશમાં નિરાશ્રિત બનીને હવે કંઈક થાળે પડી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ હટાવી દેવામાં આવ્યા છે, પણ હજી સુધી કાશ્મીરી પંડિતોની કાશ્મીર ખીણમાં સામુહિક વાપસી થઈ શકી નથી. આના માટે પ્રયત્નો ચાલી રહ્યા હશે, પણ નક્કર કોઈ વસ્તુ સામે આવી રહી નથી. કાશ્મીરી પંડિતોના વિસ્થાપન નામે વોટબેંકનું પોલિટિક્સ પણ વર્ષો સુધી ભારતમાં ચાલ્યું.
અખંડ ભારતની ચાહના ધરાવતા લોકો ભારતમાં ઘણાં મોટા પ્રમાણમાં છે. અખંડ ભારત ભારતીય સાંસ્કૃતિક સીમાઓ, મર્યાદાઓ અને આકાંક્ષાઓનું શ્રદ્ધામય સ્વરૂપ પણ છે. પરંતુ મુસ્લિમ સલ્તનતકાલિન અને મુઘલકાલિનથી માંડીને આધુનિક યુગમાં અખંડ ભારત (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ)માં થયેલા હિંદુઓના હત્યાકાંડો પર કોઈ સંશોધન-રિસર્ચ થયા નથી અને તેને માત્ર કોમવાદી સૌહાર્દના ખોરવવાની ઘટના ગણાવીને છોડી દેવામાં આવે છે.
આ પણ વાંચો: મહમૂદ ગઝનવીનો 'જેહાદનો વાયદો' હતો સોમનાથ મંદિરના ધ્વંસનું કારણ!
Banglaesh ની સ્થિતિ અને Genocide નો અર્થ
પંજાબના ડીજીપી રહી ચુકેલા કે. પી. એસ. ગિલ ઉત્તર-પૂર્વ ભારતમાં આઈપીએસ તરીકે ઘણો લાંબો સમય રહ્યા હતા. કે. પી. એસ. ગિલે પોતાના અનુભવોના આધારે કહ્યુ હતુ કે બાંગ્લાદેશના હિંદુ વિશ્વના સૌથી કમનસીબ વ્યક્તિ છે. ત્યાં તેઓ ત્રીજા-ચોથા દરજ્જાના નાગરિક છે. તેમની મિલ્કતો સુરક્ષિત નથી અને તેઓ પોતાના ધર્મ મુજબ પૂજા-અર્ચના પણ કરી શકતા નથી. બાંગ્લાદેશી હિંદુઓની સ્થિતિ સંદર્ભે દુનિયાને ઘણી ઓછી જાણકારી હોવાનું પણ તેમણે ત્યારે કહ્યું હતું.
બાંગ્લાદેશમાં હિંદુઓનું નષ્ટ થવું ઘણાં દાયકાઓથી સતત ચાલી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન (1948)ના અનુચ્છેદ-2 મુજબ, Genocide નો અર્થ છે કે કોઈ રાષ્ટ્રીય, વંશીય, ધાર્મિક અથવા જાતીય સમૂહની વિરુદ્ધ એવું કામ જે તેને સંપૂર્ણપણે/ અંશત્ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતું હોય. આવા કામોમાં એવા પણ કામો સામેલ છે કે કોઈ સમૂહ વિશેષ પર જીવનની એવી પરિસ્તિતિઓ લાદવી જેનાથી તેનો સંપૂર્ણપણે અથવા અંશત ભૌતિક નાશ કરવાની મનસા હોય.
એટલે કે કોઈ સમુદાયને શસ્ત્રોથી માનરવા સિવાય તેની વિરુદ્ધ એવી કાયદાકીય, આર્થિક, સાંસ્કૃતિક વ્યવસ્થાઓ લાદવી પણ નરસંહાર છે જેનાથી તેનો તબક્કાવાર નાશ સુનિશ્ચિત થાય. બાંગ્લાદેશમાં આવી પ્રવૃત્તિઓ વર્ષોથી થઈ રહી છે. આ હિંદુ નરસંહારનું સ્વરૂપ અને વ્યાપકતા વિશ્વમાં અભૂતપૂર્વ અને સૌથી મોટી છે.
આ પણ વાંચો: હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન, ભારત સામે 'THREE FRONT WAR'ની સ્થિતિનો ખતરો?


