Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Honey Trap : 7.25 કરોડના તોડકાંડમાં આરોપીઓના મોબાઈલ ફોન FSL માં પહોંચ્યા જ નથી

Honey Trap : બિલ્ડર કમ નેતા પુત્રના Honey Trap તોડકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી શંકાના દાયરામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના ચોપડે નોંધાતા કેસ અને તેની તપાસની વાતો કરીએ એટલી ઓછી છે. Honey Trap બાદ...
honey trap   7 25 કરોડના તોડકાંડમાં આરોપીઓના મોબાઈલ ફોન fsl માં પહોંચ્યા જ નથી

Honey Trap : બિલ્ડર કમ નેતા પુત્રના Honey Trap તોડકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી શંકાના દાયરામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના ચોપડે નોંધાતા કેસ અને તેની તપાસની વાતો કરીએ એટલી ઓછી છે. Honey Trap બાદ મિત્રએ ટોળકી સાથે મળીને કરેલા 7.25 કરોડના તોડ કેસમાં આરોપી અંકિત પટેલના જામીન અદાલતે ફગાવી દીધા છે. અદાલતમાં થયેલી રજૂઆત-દલીલોમાં જ ક્રાઈમ બ્રાંચની શંકાસ્પદ કાર્યરીતિ સામે આવી છે. ચકચારી કેસની તપાસ સિનિયર IPS અધિકારીના ઈશારે ચાલતી હોવાની વાત આજે પણ ચર્ચામાં છે. આ કેસ સાથે સંકળાયેલો એક શખ્સ કરોડોની કિંમતના બંગલોમાં કોની કૃપાથી રહેવા લાગ્યો છે. વાંચો આ અહેવાલ...

Advertisement

શરૂઆતથી જ ક્રાઈમ બ્રાંચ શંકાના દાયરામાં

Honey Trap નો ભોગ બનનાર અરજદાર જીવનથી નાસીપાસ થઈ જતાં તેમના પિતા રાજકીય સંપર્કોનો ના છૂટકે ઉપયોગ કરે છે. સૌ પ્રથમ મામલો અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad CP) પાસે જાય છે અને તેઓ ક્રાઈમ બ્રાંચને તપાસના આદેશ અપાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર ક્રાઈમ બ્રાંચ અરજદારની પૂછપરછ કરી તેમજ તેમની પાસેના કેટલાંક પૂરાવા-રેકૉર્ડિંગ મેળવી ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં ગીરીશ પહેલાણી (Girish Pahelani) અંકિત પટેલ (Ankit Patel) અને પુષ્પા (નામ બદલ્યું છે) ને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. ગીરીશ અને અંકિતના ઘરે ક્રાઈમ બ્રાંચના ધાડેધાડા ઉતર્યા હતા અને ઘરના ખૂણેખૂણા તપાસ્યા હતા. દોઢ વર્ષમાં થયેલા 7.25 કરોડના તોડકાંડ (Extortion Racket) ના ચકચારી અને વિવાદીત કેસમાં રોકડ રિકવરી '0' (શૂન્ય) છે. આ મામલામાં ક્રાઈમ બ્રાંચ શરૂઆતથી જ બંઘ બારણે રાખવા પ્રયત્નશીલ રહી છે.

આ પણ વાંચો: Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?

Advertisement

અંકિત પટેલના જામીન ના મંજૂર થયા

નાનાપણના મિત્રને દગો આપી મહિલા સહિતની ટોળકી સાથે મળી સવા સાત કરોડ પડાવનાર અંકિત કાંતીભાઇ પટેલે (રહે. રોનક પાર્ક સોસાયટી, અખબારનગર સર્કલ, નવા વાડજ, અમદાવાદ) જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી. ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારી પીએસઆઈ જી. કે. ચાવડા (G K Chavda PSI)એ સોગંદનામુ રજૂ કરતા સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે (Sudhir Brahmbhatt) દલીલો કરી હતી. સોગંદનામાના આધારે સરકાર તરફે કરાયેલી રજૂઆત અને આરોપી પક્ષે થયેલી રજૂઆત દલીલ બાદ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એચ. જી. પંડ્યા (H G Pandya Judge) એ જામીન અરજી નામંજૂર કરી છે.

દિવસો બાદ પણ ફોન FSL માં નથી મોકલાયા

અતિ સંવેદનશીલ અને ચકચારી Honey Trap તોડકાંડના મામલામાં ક્રાઈમ બ્રાંચની એક પછી એક પોલ ખોલ ખૂલતી જાય છે. સિનિયર IPS અધિકારીના ઈશારે તપાસને આડેપાટે ચઢાવતી શહેરની મહત્વની એજન્સીએ કબજે લીધેલા અડધો ડઝન મોબાઈલ ફોન પૈકી એકપણ ફોન FSL માં તપાસ/પૃથ્થકરણ માટે હજી સુધી મોકલી આપ્યા નથી. આરોપી ગીરીશ પહેલાણી અને અંકિત પટેલની ધરપકડ ગત 11 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્રણ દિવસના રિમાન્ડ બાદ અદાલત સમક્ષ વધુ રિમાન્ડ મેળવવા પણ ક્રાઈમ બ્રાંચે પ્રયાસ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો ?

ક્રાઈમ બ્રાંચે મુદ્દામાલમાં શું-શું કબજે લીધું ?

રૂપિયા 7,25,00,000ના તોડકાંડમાં આરોપી ગીરીશ પહેલાણી પાસેથી સુઝુકી કંપની ગ્રાન્ડ વિટારા કાર, iphone, સેમસંગનો ગેલક્ષી ફોલ્ડ-6, સેમસંગનો ગેલક્ષી ફોલ્ડ-5, સેમસંગનો ગેલક્ષી એસ-22 અને નોકીયાનો કીપેડવાળો ફોન સહિત 5 મોબાઈલ ફોન કબજે લેવાયા છે. આ ઉપરાંત સોનાની 4 વીંટી, 1 બ્રેસલેટ, 1 ચેઈન અને આધારકાર્ડ પણ કબજે કરાયા છે. જ્યારે અંકિત પટેલ પાસેથી સેમસંગનો એ-34 મોડેલનો ફોન કબજે લેવાયો છે. હની ટ્રેપનું કાવતરું જે કારમાં બેસીને રચવામાં આવ્યું હતું તે અંકિત પટેલની અર્ટીગા પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો:  6 કરોડ સટ્ટામાં હાર્યો Honey Trap કેસનો આરોપી, તોડનો હિસાબ FIR માં

કરોડોનો બંગલો કોનો ? રકમ ક્યાંથી આવી ?

અધધ રકમના તોડકાંડમાં સામેલ અને હજી સુધી પોલીસ તપાસમાં સામે નહીં આવેલી અનેક બાબતો છે. આ તમામ બાબતો અમદાવાદના નારણપુરા અને નવા વાડજમાં રહેતા અનેક લોકો જાણે છે, પરંતુ પોલીસ અજાણ હોવાનો ડોળ કરે છે. તોડકાંડમાં પડદા પાછળ દોરીસંચાર કરનારા વિરેન્દ્ર નામનો શખ્સ અમદાવાદ શહેર (Ahmedabad City) ના છેવાડે એસ.પી. રિંગ રોડ પર આવેલા બંગલોમાં છેલ્લાં કેટલાંક મહિનાથી રહેવા લાગ્યો છે. વિરેન્દ્રને કરોડોના તોડકાંડમાં સૌથી મોટો હિસ્સો મેળવ્યો હોવાની તેમજ બંગલાની કૃપા કોના થકી થઈ હોવાની વાતો વહીવટદાર બાપુ અને આરોપી અંકિતના મિત્ર વર્તુળમાં ચર્ચાઈ રહી છે.

Tags :
Advertisement

.