POCSO : અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પૉક્સો સહિતના ગંભીર કેસોમાં પોલીસ સામે કાળી કમાણીનો આરોપ
POCSO : આ વાત છે અમદાવાદમાં આવેલા કેટલાંક પોલીસ સ્ટેશનોની. અમદાવાદ શહેર (Ahmedabad City) માં કેટલાંક પોલીસ સ્ટેશનોમાં ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક નવો ધંધો શોધી કાઢ્યો છે. લાખો રૂપિયા કમાવવા માટે POCSO અને તેના જેવા ગંભીર પ્રકારના કેસોમાં પોતાના માનીતા અથવા ગોઠવણવાળા વકીલને કેસ અપાવવાનો આરોપ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પર લાગ્યો છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ના પોલીસ ઈન્સ્પેક્ટર એસ. બી. ચૌધરીએ વકીલ એસોસિએશનને પોલીસ તરફથી તટસ્થ કામગીરીની બાંહેધરી આપી છે. બીજી તરફ આ આરોપોને લઈને આક્ષેપિત પોલીસ કર્મચારીઓ સામે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સંવેદનશીલ અને અતિ ગંભીર મામલો શું છે તે જાણવા વાંચો આ અહેવાલ...
પોલીસ સામે વકીલ એસોસિએશનના આરોપ ?
વસ્ત્રાલ એડવૉકેટ એસોસિએશન (Vastral Advocate Association) ના પ્રમુખનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રામોલ પોલીસ સ્ટેશનના કેટલાંક ચોક્કસ કર્મચારીઓ પર આરોપ લગાવ્યાં છે. રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ એક ચોક્કસ વકીલને કેસ સોંપવા માટે આરોપી અથવા તેના પરિવારને ફરજ પાડે છે. અન્ય વકીલને રોકવાની વાત આવે તો આરોપી અને તેના પરિવારને જામીન નહીં થવા દઈએ, ચાર્જશીટ સજા પડે તેવી બનાવીશું તેમ કહીને પોલીસવાળા ધમકીઓ આપતા હતા. Ramol Police Station થી ખાસ્સા એવા અંતરે રહેતા હોવા છતાં તે જ વકીલને કેસ સોંપવા માટે પોલીસ કર્મચારીઓ દબાણ કરતા હતા. જ્યારે સ્થાનિક વકીલ પોતાના અસીલના કેસ માટે પોલીસ સ્ટેશન ખાતે જાય તો તેમની સાથે પોલીસવાળા ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા. નાના-મોટા કેસો પોલીસવાળા તેમના માનીતા વકીલોને સોંપવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. આક્ષેપિત વકીલના જન્મ દિવસની ઊજવણી પણ પોલીસવાળા સાથે મળીને કરતા હતા.
પોલીસના ગંદા ધંધાનો પર્દાફાશ
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાના આરોપીઓને છોડાવવામાં પોલીસની ભાગીદારી
સ્થાનિક વકીલ એસોસિયેશનના પ્રમુખે પોલીસ પર લગાવ્યાં આરોપ
રામોલ પીઆઈ એસ. બી. ચૌધરીએ વકીલોની માગ સ્વીકારી
આક્ષેપિત પોલીસ કર્મચારીઓ સામે તપાસ શરૂ@AhmedabadPolice…— Gujarat First (@GujaratFirst) December 30, 2024
પોલીસનું કામ આરોપી પકડવાનું, નહીં કે છોડાવવાનું : વકીલ
તારીખ 26 ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત માટે મોટી સંખ્યામાં વકીલો એકઠાં થયા હતા. Gujarat First સાથે વસ્ત્રાલ એડવૉકેટ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પ્રજાપતિ () વાત કરી હતી. તેમણે કહ્યું કે, "પોલીસનું કામ આરોપીને પકડવાનું અને સજા અપાવવાનું છે, નહીં કે તેમને છોડાવવાનું". અશ્વિનભાઇએ રામોલ પીઆઈ પર્સનલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરત ડાંગર, સુનિલભાઇ અને શૈલેન્દ્રસિંહ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. Protection of Children from Sexual Offences Act (POCSO) અને તેના જેવા અન્ય ગંભીર કેસ કે જેની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારી કરતા હોય તેવા મામલાઓમાં રાઈટર તરીકે ફરજ બજાવતા પોલીસવાળા ચોક્કસ વકીલને કેસ સોંપવા આરોપી પક્ષને દબાણ કરતા હતા. આ પોલીસ કર્મચારીઓ આરોપીને તને આટલાં દિવસમાં છોડાવી દઈશું તેવી ખાતરી પણ આપતા હતા. પોક્સો અને તેના જેવા ગંભીર કેસોમાં આ ત્રણ પોલીસવાળા આરોપી અને તેના પરિવારને ડરાવી તેમના ગોઠવણવાળા વકીલને કેસ અપાવતા હતા.
પીઆઈ ચૌધરીએ વકીલોને શું આપી ખાતરી ?
વસ્ત્રાલ વકીલ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પ્રજાપતિ, સેક્રેટરી જશવંત આગજા અને સિનિયર વકીલ ઓમપ્રકાશ સાંખલા સહિતના અનેક સ્થાનિક એડવૉકેટ રામોલ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત માટે ગયા હતા. રામોલ પીઆઈ એસ. બી. ચૌધરીએ સમગ્ર મામલે વકીલ એસોસિએશન (Advocate Association) ની ગંભીર રજૂઆતો સાંભળી હતી. PI S B Chaudhari એ સમગ્ર મામલે રજૂઆત સાંભળી ભરત ડાંગરને તાત્કાલિક સમન્સ-વૉરંટ ડ્યૂટીમાંથી બદલી NC Table પર મુક્યાં છે તેમજ અન્ય બે જણા સુનિલ અને શૈલેન્દ્રસિંહને અન્ય રાઈટરની વ્યવસ્થા થયેથી બદલી કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત સ્થાનિક વકીલોનું પોલીસ સ્ટેશનમાં માન જળવાય તેવી પણ ખાતરી આપી હતી. અત્રે નોંધનીય છે કે, આક્ષેપિત પોલીસ કર્મચારીઓ પૈકીના બે જણા અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશન (Isanpur Police Station) માં ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો: Gujarat : PI એ કરેલા 51 લાખના તોડમાંથી કયા 'સાહેબ' મોટો હિસ્સો લઈ ગયા