Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું China ભારતની ફેક્ટરીઓને તાળાં લગાવી શકે? જાણો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ખતરનાક સત્ય!

India China Trade Dependency Manufacturing Risk: ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર (Manufacturing Sector) ચીન પરની અતિશય નિર્ભરતાને કારણે જોખમમાં છે. ૨૦૨૫-૨૬ના આંકડા મુજબ ઔદ્યોગિક ઉત્પાદનોની આયાતમાં ચીનનો હિસ્સો ૩૦% થી વધુ છે. જો ભવિષ્યમાં ચીન સાથે તણાવ વધે, તો ઇલેક્ટ્રોનિક્સ, એપીઆઈ (API) અને સોલાર સેક્ટરમાં સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે, જે ભારતની આર્થિક સાર્વભૌમત્વ માટે મોટો પડકાર છે
શું china ભારતની ફેક્ટરીઓને તાળાં લગાવી શકે  જાણો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ખતરનાક સત્ય
Advertisement

. ચીન સાથેની વ્યાપારીક ખાધ (Trade Deficit) ૧૧૨ અબજ ડોલરને પાર કરી ગઈ છે, જે આર્થિક સુરક્ષા માટે ચિંતાજનક
. ઇલેક્ટ્રોનિક્સ અને કેમિકલ્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ભારત ૬૬% જેટલી આયાત માટે માત્ર ચીન પર નિર્ભર છે
. યુદ્ધ કે તણાવની સ્થિતિમાં ચીન ભારતની ઔદ્યોગિક સપ્લાય ચેઈન (Supply Chain) ને હથિયાર તરીકે વાપરી શકે છે

આનંદ શુક્લ (Anand Shukla) : ભારત (India) ના ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી (Defense Minister) જ્યોર્જ ફર્નાન્ડિઝ (George Fernandes) પાકિસ્તાનને નહીં પણ ચીનને ભારતનું સૌથી મોટું દુશ્મન ગણાવી ચુક્યા છે. જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeyee) ના નેતૃત્વવાળી એનડીએ (NDA) સરકારમાં સંરક્ષણ મંત્રી હતા. ચીન કોઈપણ રીતે ભારત માટે વિશ્વસનીય રહ્યું નથી. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UN Security Council) માં કાયમી સદસ્યતા માટે ભારતે જ ચીન (China) નું નામ આગળ કર્યું હતું, પરંતુ ચીને ભારતની આવી દાવેદારીને ક્યારેય ટેકો આપ્યો નથી. જો કે ભૂરાજકીય સમીકરણો (Geopolitical Equations) માં કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતા નથી. પણ તેમ છતાં પણ ચીનને લઈને સાવધાન રહેવું જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો : હિંદુઓને વસ્તી વધારાની સલાહ મહામૂર્ખતા ! ડેમોગ્રાફી બદલાવાનું કારણ 'Political Islam'

Advertisement

India - China સંબંધોમાં ભૂરાજકીય સમીકરણોની ભૂમિકા

ભારત અને ચીન વચ્ચેના સંબંધો (Indo-China Relation) માં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. નહેરુ યુગમાં હિંદી-ચીની ભાઈ ભાઈથી લઈને 38 હજાર ચોરસ કિલોમીટર જમીન દબાવનારું 1962નું યુદ્ધ ભારતીયો ભૂલવાના નથી. આ 38 હજાર ચોરસ કિલોમીટર ભારતીય જમીન ભારતનો અભિન્ન હિસ્સો છે અને આજે નહીં તો ભવિષ્યમાં તે ભારતમાં ફરીથી સામેલ થવાનો છે.

ઘણાં લાંબા સમય સુધી ચીન લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (Line Of Actual Control - LCA) પર ઘૂસણખોરીની પ્રવૃત્તિ ચાલુ રાખી રહ્યું છે. 1996થી લઈને છેક 2020-22 વચ્ચે ચીન સાથે સરહદી તણાવની ઘટનાઓ અવાર-નવાર બની છે. છેલ્લે ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચેના ઘર્ષણ બાદ તણાવ ચીની વસ્તુઓના બહિષ્કાર સુધી પહોંચી ગયો હતો.

 

આ પણ વાંચો : 'લફંગા-લવજેહાદીઓ' દ્વારા હિંદુ (Hindu) યુવતીઓ આટલી 'મૂર્ખ' શા માટે સાબિત થઈ રહી છે?

પરંતુ ભૂરાજકીય સમીકરણોમાં અમેરિકા (US) ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની બીજી ટર્મમાં ઘણાં મોટા પરિવર્તનો જોવા મળ્યા છે. આવા સંજોગોમાં બ્રિક્સ (Brics) નું સદસ્ય ભારત સંગઠનના સદસ્ય દેશો રશિયા, ચીન, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકાની વધુ નજીક પહોંચ્યું છે. સૌથી મોટી વાત એ છે કે ગલવાન (Galwan) ઘાટીના ઘર્ષણ બાદ ચીની એપ્સને પ્રતિબંધિત કરવી અને ચીની માલસામાન પર પણ રોક લગાવવી. વૉકલ ફોર લૉકલની હાકલ કરીને ચીની સસ્તા સામાનથી દૂર રહેવાની પરોક્ષ અપીલો પણ ઉચ્ચ સ્તરેથી થઈ ચુકી છે.

પરંતુ હવે જે સ્થિતિ છે તેના પ્રમાણે નવા ભૂરાજકીય સમીકરણોમાં ભારત હવે ચીનની વધુ નજીક પહોંચ્યું છે. ચીન પર ભારતની કારોબારી નિર્ભરતા ચિંતાજનક સ્તરે પહોંચી ચુકી છે.

આ પણ વાંચો : હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!

ચીન પર વધતી નિર્ભરતા ઠીક નથી

ભારતની આત્મનિર્ભરતા (Atmanirbharta) માં ચીન પર વધુ નિર્ભરતા સૌથી મોટી અડચણ પણ ભૂરાજકીય સમીકરણો (Geo-Political Equation) માં ફેરફારથી આવી શકે છે. ગત નાણાંકીય વર્ષમાં વધેલુ વ્યાપારીક નુકશાન 112.16 અબજ ડોલર પર પહોંચ્યું હતું. પણ મુદ્દો આ નથી. મુદ્દો એ છે કે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર (Manufacturing Sector) ની ચીનની આપૂર્તિ શ્રૃંખલા (Supply Chain) પર નિર્ભરતા વધી ચુકી છે.

થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવે (Global Trade Research Initiative (GTRI) )તાજેતરના વિશ્લેષણમાં ધ્યાન દોર્યું છે કે 2025-26માં ચીનથી ભારતમાં કુલ આયાત 131.63 અબજ ડોલર રહી છે. આ ચીની આયાતમાં 98.5 ટકા ઔદ્યોગિક ઉત્પાદનો (Industrial Products) હતા. ભારતની કુલ આયાતમાં ચીનનો હિસ્સો 16 ટકા છે. પરંતુ માત્ર ઔદ્યોગિક ઉત્પાદનોની વાત કરવામાં આવે, તો ચીનની હિસ્સેદારી તેમા 30.8 ટકા જેટલી છે.

જો ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, કોમ્પ્યુટર અને ઓર્ગેનિક કેમિકલ્સની વાત કરવામાં આવે, તો ભારતની આમા કુલ આાતમાં ચીનની હિસ્સેદારી 66 ટકા છે.

આ તમામ આંકડા દર્શાવે છે કે ચીન પર ભારતની નિર્ભરતા ડોમેસ્ટિક પ્રોડક્શન ક્ષેત્રમાં છે. એટલે કે ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘણી મોટી હદે ચીનથી આયાત કરાયેલા સ્પેરપાર્ટ્સ અને રાસાયણિક સામગ્રીઓ પર નિર્ભર થઈ ચુક્યું છે. આમા ઈલેક્ટ્રોનિક સ્પેર-પાર્ટ્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (Electric Vehicles) ની બેટરીઓ, સોલાર મોડ્યૂલ (Solar Modules) , ઔષધિઓમાં ઉપયોગમાં લેવાતી એપીઆઈ અને ખાસ રસાયણ સામેલ છે.

કોઈ એક સપ્લાયર દેશ પર આટલી બધી નિર્ભરતા આમ પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આવકાર્ય નથી.

આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત

ચીનની હરકતો 'સદાબહાર શત્રુ' (Strategic Hostility) જેવી!

જો ચીનની વાત કરીએ તો ચીન કોઈ રશિયા નથી કે જે ભારત સાથે સદાબહાર મિત્રતા નિભાવતું હોય. ચીન ભારતનું આમ તો સદાબહાર દુશ્મન ગણી શકાય. ચીનની દુશ્મની મોટાભાગે પાકિસ્તાનને સૈન્ય મદદ અને સૈન્ય કરારો થકી મજબૂત બનાવવાની પરોક્ષ હરકતોથી વધુ સારી રીતે સમજી શકાય છે.

સ્ટ્રીંગ ઓફ પર્લ્સ (String of Pearls) વ્યૂહરચના હેઠળ ચીને ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ સુધી પોતાના પ્રભાવ પાથરવા અબજો ડોલર પાણીની જેમ વેર્યા છે. ભારત સાથે સૌથી વધુ મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવતા નાનકડા ભૂટાનને પણ ચીન દબડાવવાનું ચુક્યું નથી. નેપાળ પણ ભારતનું મજબૂત પાડોશી છે અને તેના પર છેલ્લા ત્રણ દાયકાથી ચીનનો પ્રભાવ એ હદે વધ્યો છે કે નેપાળના નવા વડાપ્રધાન મોટાભાગે ભારત પહેલા બીજિંગમાં જઈને ચીની નેતાઓને મળતા રહે છે.

ચીન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં વખતોવખત તણાવની સ્થિતિ સામે આવતી રહે છે. જેમાં ભૂરાજકીય સમીકરણો અને વ્યાપારીક પ્રતિસ્પર્ધા સંબંધિત કારણોથી તણાવની સ્થિતિ અનિયંત્રિત થાય, તો ચીન હાલની સ્થિતિમાં ભારતના ઘરેલુ ઉદ્યોગ (Domestic Industries) ને અસ્ત-વ્યસ્ત કરી શકે તેવી હેસિયતમાં છે.

તેથી ભારતની આંતરિક ક્ષમતા (Internal Capacity) વિકસિત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું અને આપૂર્તિ શ્રૃંખલાને એક કરતા અનેક સ્ત્રોતો સાથે જોડવું (Diversification) હાલ ભારત સામે સૌથી મોટો પડકાર છે. આમ પણ કોઈપણ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં કોઈ એક દેશ પર આયાતની નિર્ભરતા 30 ટકાથી વધુ ન હોય તે ઈચ્છનીય પણ છે.

આ પણ વાંચો : Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!

Tags :
Advertisement

.

×