ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPS Transfer : આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિનના રોજ સરકારનો ગર્ભિત સંદેશ ?

IPS Transfer : અનેક સપ્તાહોથી ચાલતી IPS Transfer ની અટકળો સોમવારે સાચી પડી હતી. જો કે, આગામી દિવસોમાં હજુ અનેક IPS અધિકારીઓની બદલીઓ આવનારી છે.
06:21 PM Dec 10, 2024 IST | Bankim Patel
IPS Transfer : અનેક સપ્તાહોથી ચાલતી IPS Transfer ની અટકળો સોમવારે સાચી પડી હતી. જો કે, આગામી દિવસોમાં હજુ અનેક IPS અધિકારીઓની બદલીઓ આવનારી છે.
IPS Officers

IPS Transfer : અનેક સપ્તાહોથી ચાલતી IPS Transfer ની અટકળો સોમવારે સાચી પડી હતી. જો કે, આગામી દિવસોમાં હજુ અનેક IPS અધિકારીઓની બદલીઓ આવનારી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિનના રોજ બે ડઝન જેટલાં અધિકારીઓની બદલી કરી ખાખીમાં છુપાયેલા સોપારીબાજ - તોડબાજ IPS અધિકારીઓને આડકતરો પણ ગંભીર સંદેશ આપ્યો છે. IPS Transfer ની યાદી લાંબી છે અને આવનારા દિવસોમાં હજુ પણ કેટલાંક અધિકારીઓની બદલી થશે અને તે પણ ચોંકાવનારી હશે.

પાંડીઆ, ચૌધરી અને પાટણ SP ચર્ચામાં

સીઆઈડી ક્રાઈમના વડા ડૉ. એસ. પાંડીઆ રાજકુમાર (S Pandia Rajkumar) અને પાટણ જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલ (Ravindra Patel) બદલીઓની ચર્ચામાં મોખરે છે. અરજી તેમજ તપાસના નામે લાખો-કરોડોની ઉઘરાણી કરવા માટે CID Crime અને પાટણ પોલીસે (Patan Police) હદ વટાવી નાંખી હતી. આ મામલાઓ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યા હતા. અમદાવાદના એક રહીશનું Patan LCB દ્વારા અપહરણ કરવાના મામલામાં ફરિયાદ નહીં લેવાતા હાઇકોર્ટે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પર ફિટકાર વરસાવી હતી. હાઇકોર્ટે આંખ લાલ કરતા ડીટેકશન ઑફ ક્રાઈમ બ્રાંચ અમદાવાદે (DCB Ahmedabad) ત્રણ મહિના બાદ પાટણ એલસીબીના કર્મચારીઓ સહિત 4 સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. Patan SP ની કરતૂત સામે નિષ્ક્રિયતા દાખવવા તેમજ તેમને રક્ષણ આપવા બદલ હાઇકોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. CID Crime ની વાત કરીએ તો, હાઇકોર્ટ અનેક મામલામાં ઝાટકણી કાઢી ચૂકી છે. પોતાના કાર્યક્ષેત્ર બહાર જઈને બદઇરાદાથી કરવામાં આવતી કાર્યવાહીના મામલે સીઆઈડી ક્રાઈમ બદનામ થઈ હતી. લાખો-કરોડોની ઉઘરાણી તેમજ જમીન વિવાદના મામલાઓમાં એસ. પાંડીઆ રાજકુમારની સીધી દેખરેખ હેઠળ આવતા સીઆઈડી ક્રાઈમના ફ્રોડ સેલ (Fraud Cell CID Crime) માં અરજીઓ લેવાતી તેમજ પતાવટ કરવામાં આવતી હતી. વિઝા કન્સલટન્ટ, સ્પા સેન્ટર, કોલ સેન્ટર અને બુકીઓ સામે નોંધવામાં આવતા કેસો પણ ભૂતકાળમાં ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. હંમેશા સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેતા અમદાવાદના વિશેષ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી (Ajay Kumar Choudhary) પણ ભારે ચર્ચામાં રહ્યાં છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના 25 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગૃહ વિભાગે આપ્યાં આદેશ

IPS Transfer ની બીજી યાદી કયારે ?

આઈપીએસ અધિકારીઓની બદલીની પ્રથમ યાદીમાં બે ડઝન જેટલાં આઈપીએસને સમાવાયા છે. હજુ પણ Gujarat Police માં અનેક મહત્વના સ્થાન ખાલી છે. પાંડીઆ રાજકુમારની બદલીથી સીઆઈડી ક્રાઈમના વડાની જગ્યા ખાલી પડી છે. CID Crime ના વડા ઉપરાંત પણ ત્રણેક સ્થાન હજુ ખાલી છે. આર. બી. બ્રહ્મભટ્ટની નિવૃત્તિથી રાજ્ય ગુપ્તચર વિભાગ (State IB) ના વડાનું સ્થાન ચાર્જમાં ચાલી રહ્યું છે. SC ST Cell ના વડાનું સ્થાન પણ લાંબા સમયથી ખાલી છે. અમદાવાદ શહેરમાં બે મહત્વના સ્થાન લાંબા સમયથી ખાલી છે. ગાંધીનગર પોલીસ ભવનમાં તો અનેક સ્થાન આજે પણ ચાર્જમાં જ ચાલી રહ્યાં છે. ડેપ્યુટેશન પરથી આગામી સપ્તાહે પરત આવી રહેલાં પિયુષ પટેલ (Piyush Patel) ના આગમન બાદ બદલીનો બીજો રાઉન્ડ આવશે.

આ પણ વાંચો: સાહેબો અને ગુનેગારોની સેવામાં રહેતા Ahmedabad ના 13 પોલીસવાળાની બદલીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો

અનેક જિલ્લા પોલીસ વડાની થશે બદલી

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં ઉણા ઉતરેલા અને માલપાણીમાં અવલ્લ રહેનારા જિલ્લા પોલીસ વડાઓને આગામી યાદીમાં કોરાણે બેસાડી દેવાય તેવી સંભાવના છે. કેટલાંક જિલ્લાઓમાં તો પોલીસ વડાઓએ કાળી કમાણી માટે દુકાનો ખોલી નાંખી છે. જિલ્લા પોલીસ વડાઓની સાથે સાથે કેટલીક રેન્જના DIG - IG પણ સામેલ હોવાની હકિકતો ગુજરાત સરકાર (Gujarat Government) સુધી પહોંચી છે.

Tags :
Ahmedabad PoliceAjay Kumar ChoudharyBankim PatelCID CrimeDCB AhmedabadFraud Cell CID CrimeGujarat FirstGujarat GovernmentGujarat High CourtGujarat PoliceIPS TransferPatan LCBPatan PolicePatan SPPiyush PatelRavindra PatelS Pandia RajkumarSC/ST CellState IB
Next Article