ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

International Women's Day : નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ IAS Gargi Jain, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત

International Women's Day : 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ આજના દિવસે એવી મહિલા વિશેષ વ્યક્તિત્વની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જે પોતે નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.
07:10 AM Mar 08, 2025 IST | Hardik Shah
International Women's Day : 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ આજના દિવસે એવી મહિલા વિશેષ વ્યક્તિત્વની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જે પોતે નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.
Conversation with IAS Gargi Jain on International Women's Day

International Women's Day : 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ આજના દિવસે એવી મહિલા વિશેષ વ્યક્તિત્વની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જે પોતે નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. છોટાઉદેપુર જિલ્લાના સમાહર્તા ગાર્ગી જૈન કે જે મહિલા સશક્તિકરણ માટે એક જીવંત ઉદાહરણ સ્વરૂપ છે. પોતાની મેહનત ખંત અને જીવનના ચોક્ક્સ ધ્યેય સાથે લાઇફ જર્નીને પાર પાડી અનેક પડકારોનો સામનો કરી આજે એક સફળ સનદી અધિકારી તરીકે સરકારમાં સેવા આપે છે. તે જેટલા પોતાની સેવા પ્રત્યે વફાદાર છે તેટલા જ પ્રમાણિક પોતાના કુટુંબ પરિવાર માટે છે. સરકારમાં એક કાર્યકૃશળ અધિકારી તરીકે અને પરિવારના એક આદર્શ ગૃહણી તરીકે પોતાની ફરજને આજ દિન સુધી અદા કરતા આવ્યા છે.

ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, તેઓએ આઈ. ટી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અને તે જ દિશામાં તેઓ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત પણ કરી હતી પરંતુ એક વર્ષ જેટલા કાર્યકાળ બાદ તેઓને ( Monetary Satisfaction) નાણાકીય સંતોષ તો મળતો હતો. પરંતુ (Mental Satisfaction) માનસિક સંતોષ મળતો ન હતો, જેમ કે કહેવાય છે કે આખા દિવસ દરમિયાન કરેલા કાર્યો રાત્રે યાદ આવે છે અને તેમાંથી એવું કયું કાર્ય કર્યું જેનાથી તમને સારી ઊંઘ આવી શકે....! તેવો આત્મસંતોષ કેળવતા કાર્યની ક્યાંકને ક્યાંક ઉણપ જણાતી હતી. જેને લઇ એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને UPSC ની તૈયારી શરૂ કરવામાં આવી. જેમાં તેઓને પ્રથમ વખત સફળતા ન મળતા તેઓના પિતાએ તેઓને કહ્યું હતું કે, આ "અસફળતા પછી જ સફળતા મળે છે." પિતાના મોઢામાંથી સરેલા શબ્દો ગાર્ગી જૈનના મનોબળમાં જાણે કે પ્રાણ વાયુ સાબિત થયા. અને આખરે પિતાએ કહેલા શબ્દો સાચા અર્થમાં સાર્થક થયા હતા અને ગાર્ગી જૈને બીજા પ્રયત્નમાં UPSC ક્લિયર કર્યું હતું. અને હાલ જનતાના કામો કરી એક કાર્ય કુશળ અધિકારી તરીકેની છબી ઉભી કરી છે.

અત્રે મહત્વની વાત એ છે કે, ગાર્ગી જૈન પોતાની સેવા ફરજ અને કુટુંબની જેટલી ચીવટથી કાળજી રાખે છે. તેવી જ રીતે પોતાના હેલ્થની પણ એટલી જ કાળજી લે છે. હેલ્થ કોન્સીયસ ગાર્ગી જૈનની દિનચર્યામાં ભરપુર વ્યાયામ સામેલ છે. ગાર્ગી જૈન જણાવે છે કે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે નાની ઉંમરમાં પણ હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, બી.પી, કાર્ડિયાક ડીસિસ જોવા મળી આવે છે. જે ઍક ચિંતાજનક બાબત છે. હું રોજ સવારે વહેલા 5:30 વાગે જાગી અને 7 વાગ્યા સુધી શારીરિક વ્યાયામ કરું છુ. અને દરેક વ્યક્તિને પોતાની દિનચર્યામાં વ્યાયામને સામેલ કરવા સલાહ પણ આપું છું.

સમાજમાં જેન્ડર ઇક્વાલિટીની વાત કરતા તેમણે જણાવ્યું કે સરકાર વખતો વખત હકારાત્મક પ્રયાસો કરે છે, અને આઝાદી બાદથી આજની સ્થિતિએ વાત કરીએ તો ખૂબ જ ફેરબદલ જોવા મળી રહ્યો છે. જો કે છતાં પણ એક મોટો તબક્કો એવો છે કે જે મહિલાઓને દાયરાઓમાં બાંધે છે. તો તેના માટે મહિલાએ જાતે વિચારવું જોઈએ અને જાતે શરૂઆત કરવી જોઈએ સમાજમાં સંવાદ કરવો જોઈએ થોડું પણ સ્વાવલંબી થઈ મહિલા વિચારશે તો પરિવાર અને સમાજ ચોક્કસથી સહકાર આપશે. અને સકારાત્મક દિશામાં પરિણામ પણ મળશે. ગાર્ગી જૈન દ્વારા પરિવારની વાત કરતા જણાવેલ કે મારી સફળતાનું તમામ ક્રેડિટ મારા માતા-પિતાને જાય છે. તથા મને પારિવારિક જીવનમાં મારા પતિનો પણ 100 ટકા સપોર્ટ મળી રહે છે. અમે બન્ને તમામ જવાબદારીઓને સારી રીતે નિભાવી લઇએ છીએ.

IAS ગાર્ગી જૈને જણાવેલ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. ઉંમરના કોઈપણ તબક્કામાં જો તમને કાંઈ શીખવાની કે કાંઈ નવું કરવાની ઈચ્છા થાય તો પોતાના ધ્યેય તરફ બિન્દાસ આગળ વધો અને આત્મવિશ્વાસ કેળવો તે જ તમારી સફળતાની સીડી બનશે અને મંઝિલ સુધી લઈ જશે. દરેક મહિલાએ સ્વાવલંબી બનવા માટે પ્રયાસો કરવા જોઈએ. અને જાતે હંમેશા ખુશ રહેવું જોઈએ જેના થકી પરિવાર હર હંમેશ ખુશીનો અહેસાસ કરશે. જીવનમાં કોઈપણ વ્યક્તિ ધાર્યા પરિણામ મેળવી શકે છે માત્ર જરૂર છે દ્રઢ આત્મવિશ્વાસની.

અહેવાલ - તૌફિક શેખ

આ પણ વાંચો :  Ahmedabad : સિવિલ મેડિસીટિની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં મહિલા દિવસની ઉજવણી

Tags :
Conversation with IAS Gargi JainFitness and career balanceGargi Jain IAS success storyGender equality in societyGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHealth-conscious IAS officerIAS Gargi JainIAS officer inspiring storyInternational Women's DayInternational Women's Day 2025Motivational stories of women officersRole of family in women's successSelf-reliant women empowermentUPSC success journeyWomen breaking stereotypesWomen empowerment in IndiaWomen in civil servicesWomen leadership in administrationWork-life balance for women
Next Article