Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકારી શાળાનાં Teacher ના લાખો-કરોડોના હવાલા અને સંપત્તિની થશે તપાસ

કરોડોના BZ Group Scam માં લોકોને ફસાવવાની વાત હોય કે ચાલુ નોકરીએ લાંબી ગુલ્લી મારવાની ગુજરાતના Teacher તેમાં પાવરધા છે.
સરકારી શાળાનાં teacher ના લાખો કરોડોના હવાલા અને સંપત્તિની થશે તપાસ
Advertisement

Teacher : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ (Education Department Gujarat) માં ચાલતી પોલમપોલ અન્ય વિભાગોને આંટી મારી જાય તેવી છે. રાજ્યભરની શાળાઓમાં હજારો શિક્ષક કાર્યરત છે અને મહિને દહાડે કરોડો રૂપિયાનો પગાર પણ ચૂકવાય છે. સરકારી શાળા (Government School) માં ભણતા બાળકોને Teacher સારું શિક્ષણ આપવાના બદલે પોતાના અંગત કામો અને આર્થિક લાભ માટે ખોટા કામો કરી રહ્યાં હોવાના અનેક દાખલાઓ સામે આવી ચૂક્યાં છે. સુરત શહેર (Surat City) ની એક સરકારી શાળાના પ્રિન્સિપાલ સંજય પટેલે મંજૂરી વિના અનેક વિદેશ પ્રવાસ કર્યા હોવાનો ઘટસ્ફોટ થતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. સંજય પટેલ હવાલા થકી મોટી રકમ દુબઈ (Dubai) ખાતે મોકલી ધંધો કરતા હોવાની તેમજ કરોડો રૂપિયાની હેરફેર કરી હોવાના આરોપ લાગતા ACB માં ફરિયાદ થઈ છે. Anti-Corruption Bureau માં થયેલી ફરિયાદ સંજય પટેલ માટે મોટી આફત ઉભી કરી છે.

ચાલુ નોકરીએ વિદેશમાં ધંધાઓ શરૂ કર્યા

સરકારી નોકરીમાં મંજૂરી વિના એક વર્ષમાં વિદેશની 16-16 ટ્રીપ મારનારા સુરતના Teacher - પ્રિન્સિપાલ સંજય પટેલની પોલ ખુલી જતા સસ્પેન્ડ કરી દેવાયા છે. સરકારી નોકરીની ઐસી તૈસી કરનારા સંજય પટેલે દુબઈમાં પોતાના અને પત્નીના નામે એક વર્ષમાં જુદાજુદા ધંધાઓ શરૂ કરી દીધા છે. સંજય પટેલ અને તેમના પત્ની હિનલબહેન UAE ના રેસીડન્સ વિઝા ધરાવતા હતા. સંજય પટેલે દુબઈ (Dubai) ખાતે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ કંપનીઓ શરૂ કરી છે. Teacher સંજય પટેલ પોતાના અને પત્નીના નામે યુમકીન જનરલ ટ્રેડિંગ, શિવાલીક ટ્રાવેલ એન્ડ ટુર્સ અને સ્વરસ ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી સૉલ્યુશન નામની કંપની ચલાવે છે.

Advertisement

આ પણ વાંચો - પરિમલ નથવાણી જામનગર SP અને મનપા પર આફરિન, Jayesh Patel ના ભાઇના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Advertisement

Dubai માં હવાલાથી રૂપિયા મોકલી ધંધા શરૂ કર્યા

મૂળ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના સંજય પટેલ વર્ષોથી શિક્ષક (Sanjay Patel) તરીકે અને છેલ્લાં 10 વર્ષથી આચાર્ય તરીકે સુરત શહેરની શાળામાં ફરજ બજાવતા હતા. સંજય પટેલ સરકારી નોકરીની સાથે સાથે અનેક ધંધાઓ કરતા હતા. સંજય પટેલ કરોડો રૂપિયાના ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટમાં પણ ઝંપલાવતા હોવાનું સામે આવ્યું છે. એક સરકારી કર્મચારી તરીકે સંજય પટેલે લાખો-કરોડો રૂપિયાની બેંક તેમજ આંગડીયા પેઢીઓમાં હેરફેર કરી છે. હવાલા થકી દુબઈ (Dubai Hawala) ખાતે પણ મોટી રકમ મોકલી આપી ત્યાં જુદાજુદા ધંધાઓમાં રોકાણ કર્યું છે.

આ પણ વાંચો - Gujarat First Reality Check: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...

ઉઘરાણી ટાળવાનો નુસ્ખો ભારે પડ્યો

મણીનગર પોલીસ સ્ટેશન (Maninagar Police Station) માં સંજય પટેલે ગત 21 નવેમ્બરના રોજ નોંધાવેલી અપહરણની ફરિયાદમાં કરોડોની લેવડ-દેવડનો ઉલ્લેખ કર્યો છે. અપહરણના કેસ (Kidnapping Case) માં કરોડો રૂપિયાના વ્યવહાર, ઉછીની રકમ, વ્યાજ અને ચૂકવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક ચર્ચા અનુસાર એક અધિકારી સાથે ગોઠવણ કરીને કરોડો રૂપિયાની બાકી ઉઘરાણી ટાળવા માટે અપહરણની ફરિયાદમાં તે રકમ દુબઈ સ્થિત ચંદ્રેશ મકાસણાને ચૂકવી દેવામાં આવી હોવાનું સૂચક રીતે દર્શાવવામાં આવ્યું છે. 3.50 કરોડ રૂપિયાની લેવડ-દેવડમાં સંજય પટેલનું અપહરણ કરાયું હોવાનો FIR માં ઉલ્લેખ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળાના શિક્ષક હોવા છતાં સંજય પટેલે સરકારી કામ કરવા માટે ભાગીદારીમાં 14 કરોડનું રોકાણ કર્યું હોવાની કબૂલાત ફરિયાદમાં કરી છે. આ કેસની તપાસ મણીનગર પીઆઈ ડી. પી. ઉનડકટ (PI D P Unadkat) ચલાવી રહ્યાં છે.

આ પણ વાંચો - Gujarat : PI એ કરેલા 51 લાખના તોડમાંથી કયા 'સાહેબ' મોટો હિસ્સો લઈ ગયા

Tags :
Advertisement

.

×