Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Regime Change: ઈરાનમાં સત્તા પરિવર્તન નહીં થાય, તો ટ્રમ્પ અમેરિકામાં શું મોંઢુ બતાવશે?

Iran Regime Change: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈરાનમાં સત્તા પરિવર્તન હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. ઈઝરાયેલ-અમેરિકાના હુમલામાં ટોચના નેતાઓ માર્યા ગયા હોવા છતાં સત્તા પલટાના કોઈ એંધાણ નથી. જો ટ્રમ્પ આ લક્ષ્યમાં નિષ્ફળ જશે અને અધવચ્ચે યુદ્ધ છોડશે, તો ઈરાન રશિયા-ચીનના ટેકાથી વધુ મજબૂત બની ઉભરશે, જે પશ્ચિમ એશિયામાં અમેરિકાના વર્ચસ્વ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
iran regime change  ઈરાનમાં સત્તા પરિવર્તન નહીં થાય  તો ટ્રમ્પ અમેરિકામાં શું મોંઢુ બતાવશે
Advertisement

. ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલને એકમાત્ર મહાસત્તા બનાવવા માંગે છે
. ઈરાન પાસે પરમાણુ ક્ષમતા હોવાના દાવા વચ્ચે અમેરિકાના વારંવારના હુમલા છતાં સ્થિતિ અસ્પષ્ટ છે
. ઈરાકમાં નિષ્ફળ ગયેલું 'સત્તા પરિવર્તન મૉડલ' ઈરાનમાં લાગુ કરવું ટ્રમ્પ માટે રાજકીય રીતે જોખમી

આનંદ શુક્લ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (U.S. President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જાન્યુઆરીમાં ઈરાન (Iran) માં થઈ રહેલા સરકાર વિરોધી દેખાવોને લઈને અયાતુલ્લાહ અલી ખેમેનેઈ (Ayatollah Ali Khamenei) ના પ્રશાસનને સતત ધમકીઓ આપતા હતા. તેમણે ઈરાનમાં સત્તા પરિવર્તનની ખેવના પણ વ્યક્ત કરી હતી. હવે અત્યારે ભલે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે (U.S. Defense Department) આને લઈને અલગ નિવેદન આપ્યું છે. પરંતુ ટ્રમ્પ માટે ઈરાનમાં સત્તા પરિવર્તન એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. ઈઝરાયલ-અમેરિકા (Israel - US)ના હુમલાઓમાં ખેમેનેઈ સહીતના ઘણાં ટોચના નેતાઓ અને અધિકારીઓ માર્યા ગયા છે. પરંતુ હજી સુધી સત્તા પરિવર્તનના કોઈ અણસાર નથી.

Advertisement

Iran પર હુમલાનું રહસ્ય શું?

ઈરાનમાં પ્રદર્શન દરમિયાન 15 હજારથી વધુ દેખાવકારોના મોતના દાવાઓ થયા છે. ઈરાને તેના પછી દેખાવકારોને ફાંસીની સજા આપવાનું ટાળ્યું હતું અને ટ્રમ્પે તેને બિરદાવીને ઈરાન સાથે વાતચીત શરૂ કરી હતી. ઈરાન અને અમેરિકાની વાતચીત કતર (Qatar) ના સ્થાને ઓમાનમાં શરૂ થઈ હતી. ઓમાન (Oman) ના વિદેશ મંત્રી બદર બિન હમાદ અલ બુસૈદીના 28 ફેબ્રુઆરીના નિવેદન મુજબ, બંને દેશોની વચ્ચે વાટાઘાટો આકરી તબક્કામાં છે અને સમજૂતીનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન એ ગેરેન્ટી આપવા તૈયાર થઈ ગયું છે કે તે ક્યારેય પણ પરમાણુ બોમ્બ નહીં બનાવે. તેની સાથે ઈરાન એના માટે પણ તૈયાર થઈ ગયું હતું કે ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે આઈએઈએ (IAEA) ની ટીમ તેના પરમાણુ ઠેકાણાઓની મુલાકાત લઈને તપાસ કરી લે.

Advertisement

પણ બુસૈદીના આ નિવેદનના તુરંત બાદ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત હુમલા શરૂ કર્યા હતા. ગત વર્ષ જૂનમાં પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 14 દિવસનો સમય આપ્યો હતો અને અલ્ટીમેટમના ત્રીજા દિવસે જ હુમલા શરૂ કર્યા હતા. 2025માં આ યુદ્ધ 12 દિવસ ચાલ્યું હતું.

આ પણ વાંચો : US Israel Iran War: શું ટ્રમ્પ ઈરાનમાં અમેરિકાની સેનાઓ ઉતારશે?

2026માં પણ જ્યારે અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલા કર્યા તો ટ્રમ્પે ક્યુ હતુ કે ઈરાનના પરમાણુ ઠેકાણા નષ્ટ કરવા હુમલા થયા છે. જો કે એ સવાલ પણ ઉઠવો યોગ્ય છે કે જ્યારે જૂન-2025માં હુમલાઓ બાદ ટ્રમ્પે કહ્યુ હતુ કે ઈરાનના પરમાણુ રિએક્ટર્સ (Nuclear Reactors) ના નામોનિશાન મિટાવી દેવાયા છે. તો આઠ માસમાં આ ન્યૂક્લિયર રિએક્ટર્સ કેવી રીતે કામ કરવા લાગ્યા? યુદ્ધ શરૂ થયા બાદ ટ્રમ્પે જ કહ્યુ હતુ કે ઈસ્લામિક ક્રાંતિ (Islamic Revolution) બાદ બનેલી ઈસ્લામિક રિપબ્લિક (Islamic Republic) ની સત્તા બદલવાના લક્ષ્ય સાથે હુમલા કરવામાં આવ્યા છે. એટલે કે ત્યારે પરમાણુ ઠેકાણા સમાપ્ત કરવાનું લક્ષ્ય ન હતું, પણ ઈરાનમાં ટ્રમ્પને સત્તા બદલવી છે.

ઈરાનમાં સત્તા પરિવર્તન પાછળની વ્યૂહાત્મક ગણતરી

અમેરિકા ઈરાનમાં સત્તા બદલવા માંગે છે, તેની પાછળ તેની વ્યૂહાત્મક ગણતરી (Strategic Calculus) ઓ છે. અમેરિકાને પશ્ચિમ એશિયાની ભૂરાજકીય સ્થિતિઓને હંમેશા માટે બદલીને સ્થિર સત્તા અને સૈન્યશક્તિવાલા મજબૂત ઈરાનને સમાપ્ત કરવા માંગે છે.

સદ્દામ હુસૈન (Saddam Hussain) નો ઈરાક (Iraq) માં ખાત્મો થઈ ચુક્યો છે. ગદ્દાફી (Gaddafi) નું લીબિયા (Lybia) માંથી નામોનિશાન મટી ગયું અને બશર અલ અસદ (Bashar Al Ashad) ને સીરિયા (Syria) છોડવું પડયું છે. જો ઈરાનમાં ઈસ્લામિક રિપબ્લિકની સત્તા સમાપ્ત થાય છે, તો આખા પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ જ એકમાત્ર મહાસત્તા હશે. અમેરિકાએ પહેલા જ પશ્ચિમ એશિયાના અન્ય દેશોના આર્થિક હિતોને પોતાની સાથે કે ઈઝરાયલ સાથે પહેલા જ સાંકળી લીધા છે. ગાઝા સ્ટ્રીપ (Gaza Srip) માં ઈઝરાયલની કાર્યવાહી અને ટ્રમ્પનું બોર્ડ ઓફ પીસ (Board of Peace) આ માર્ગે અમેરિકાનો એક કૂટનીતિક પ્રયાસ છે.

યુદ્ધ એક મોટું લક્ષ્ય છે અને ઈરાન ઈઝરાયલને નષ્ટ કરવાની મનસા ધરાવતું હોવાનું કોઈનાથી છૂપું નથી. ઈઝરાયલ પાસે 60 ટકા સંવર્ધિત યૂરેનિયમનો 450 કિલોગ્રામનો જથ્થો છે અને તેને 90 ટકા સુધી સંવર્ધિત કરીને 11 પરમાણુ બોમ્બ બનાવી શકાય છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ચાલુ હોવાના દાવાઓ થઈ રહ્યા છે. તેથી આનો સૌથી મોટો ખતરો ઈઝરાયલના અસ્તિત્વને હતો. તેથી યુદ્ધનું એક મોટું લક્ષ્ય ઈઝરાયલે નક્કી કર્યું છે.

આ પણ વાંચો : ઈરાનમાં બળવાની તૈયારી: CIA ની કુર્દ દળોને શસ્ત્ર આપવાની યોજના પર ખુલાસો

ઈરાનમાં સત્તા પરિવર્તનના 2 વિકલ્પો

પણ સત્તા પરિવર્તનનું લક્ષ્ય ટ્રમ્પે નક્કી કર્યું છે. ઈરાનમાં હવાઈ હુમલાથી નેતાઓ અને કેટલાક સૈન્ય કમાન્ડરો ઢેર થઈ શકે છે અને ઈમારતોને કાટમાળમાં ફેરવી શકાય છે. સત્તા પરિવર્તન આનાથી થવાનું નથી. સત્તા પરિવર્તનના બે વિકલ્પો અમેરિકા પાસે છે.

અમેરિકા ભૂમિસેના ઉતારીને ઈરાનના સૈન્ય કમાન્ડરો, ગાર્ડિયન કાઉન્સિલના સદસ્યો અને ધર્મગુરુઓને મારી નાખે કે જેલમાં નાખે અને પોતાના સમર્થનવાળા કોઈ વ્યક્તિને સત્તાના સૂત્રો સોંપે. ઈરાકમાં અમેરિકા આવું કરી ચુક્યું છે. પરંતુ ઈરાકમાં અમેરિકાનું સત્તા પરિવર્તનનું આ મૉડલ ધારી સફળતા મેળવી શક્યું નથી. બીજું મોડલ લીબિયા અને સીરિયા જેવું છે. આ દેશોમાં પહેલેથી જ સશસ્ત્ર ઘર્ષણ ચાલુ હતુ.

સીરિયામાં 2012થી ગૃહ યુદ્ધ છેડાયેલું હતું. માટે ત્યાં અમેરિકાને પોતાની સેનાને ઉતારવાની જરૂર પડી નહીં. આતંકીઓના એક શસ્ત્રધારી જૂથને ટેકો આપીને સીરિયાની સત્તા પર બેસાડી દેવામાં આવ્યું. સીરિયામાં અમેરિકાએ જે જેહાદીને ગાદી સોંપી છે, તેના પર ખુદ અમેરિકાએ જ 100 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

લીબિયામાં પણ પહેલેથી સશસ્ત્ર સંઘર્ષ ચાલતો હતો અને ગદ્દાફીના મોત બાદ તે વધ્યો. લીબિયામાં પણ અમેરિકાએ પોતાના સમર્થનથી સત્તાની સોંપણી કરી. પણ લીબિયા હજીપણ અશાંતિ, અસ્થિરતાના તબક્કામાં છે.

તેહરાનમાં સત્તાપરિવર્તન મુશ્કેલ

ઈરાનમાં આ સત્તા પરિવર્તનના મૉડલ આ તબક્કે ચાલી શકે તેમ નથી. ત્યાં કોઈ સશસ્ત્ર વિદ્રોહ ચાલી રહ્યો નથી. જનતા જરૂરથી વિરોધ કરી રહી છે, પરંતુ તેમનો મુદ્દો માનવાધિકારોને લઈને છે. ખેમનેઈને મોતને ઘાટ ઉતારતા અમેરિકાના હુમલાની સ્થિતિમાં ઈરાનમાં રાષ્ટ્રવાદની ભાવના મજબૂત થઈ હોવાની માન્યતા છે. તેથી હાલ જનતાનું લોકપ્રિય સમર્થન મળવું પણ મુશ્કેલ છે.

આ પણ વાંચો : US Israel Iran War: ઈરાનની Mosaic રણનીતિ, 4 દિવસના યુદ્ધમાં જ હાંફવા લાગ્યા ટ્રમ્પ!

ટ્રમ્પ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

આનો સીધો અર્થ છે કે અમેરિકાએ સત્તા પરિવર્તન કરવા માટે ઈરાનમાં સેનાને ઉતારવી પડે અને સત્તા નિયંત્રણને પોતાને હસ્તગત કરવું પડે. જો અમેરિકા સત્તા પરિવર્તન કર્યા વગર યુદ્ધને અધુરું છોડી દેશે, તો તેવા સંજોગોમાં ઈરાનના ફરીથી બેઠાં થવાનો અને તેના પરમાણુ-મિસાઈલ કાર્યક્રમના પુનર્ગઠનનો અવસર મળી જશે. આવા સંજોગોમાં ઈરાનમાં રશિયા-ચીનના મજબૂત સમર્થનની તકો પણ આકાર લેવા માંડશે. ભવિષ્યમાં રશિયા-ચીન સાથે ઈરાનના સૈન્ય-રણનીતિક કરારો પણ થઈ શકે છે. તેનાથી મિડલ-ઈસ્ટમાં નવા સત્તા સમીકરણો ક્ષેત્રને વધુ ભીષણ સંઘર્ષની સંભાવનાઓ તરફ દોરી જશે. પણ અહીં સવાલ એ છે કે અમેરિકા ઈરાનામાં સત્તા પરિવર્તન કર્યા વગર પોતાના હાથ પાછા ખેંચશે, તો તેવા સંજોગોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશમાં શું મોંઢુ બતાવશે? લાગે છે કે ટ્રમ્પ માટે ઈરાન યુદ્ધ હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની ગયો છે.

આ પણ વાંચો : US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!

Tags :
Advertisement

.

×