પરિમલ નથવાણી જામનગર SP અને મનપા પર આફરિન, Jayesh Patel ના ભાઇના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Jayesh Patel : ગુજરાતના કુખ્યાત ભૂમાફિયાઓ પૈકીનો એક જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ (Jaysukh Ranpariya @ Jayesh Patel) વર્ષોથી ઇંગ્લેન્ડમાં છુપાઈને બેઠો છે. પ્રત્યાપર્ણ સંધિ (Extradition Treaty) ને લઈને જયેશ પટેલને ભારત લાવવા માટે જામનગર પોલીસ (Jamnagar Police) સતત પ્રયત્નશીલ છે. જયેશના મોટો ભાઇ ધર્મેશ રાણપરિયા સામે બે સપ્તાહમાં વ્યાજવટાઉ અને ખંડણીની ઉપરાછાપરી બે ફરિયાદ થતાં તે ભૂર્ગભમાં ઉતરી ગયો છે. બીજી તરફ જામનગર પોલીસ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને (Jamnagar Municipal Corporation) સાથે રહીને ધર્મેશ રાણપરિયાએ બાંધેલા ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા છે. તંત્રની આ કામગીરીથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કૉર્પોરેટ અર્ફેસના ડાયરેક્ટર પરિમલ નથવાણી (Parimal Nathwani) જયેશ પટેલના મોટા ભાઇ સામે થયેલી કાર્યવાહીથી આફરિન થઈ ગયા છે.
રાણપરિયા બંધુઓનો શું છે ઇતિહાસ ?
વ્યાજવટાઉ અને ખંડણીના બે કેસમાં જામનગર પોલીસના ચોપડે ફરાર ધર્મેશ રાણપરિયા કુખ્યાત ભૂમાફિયા જયસુખ રાણપરિયા ઉર્ફે Jayesh Patel નો મોટો ભાઇ છે. ધર્મેશ રાણપરિયા (Dharmesh Ranpariya) સામે ભૂતકાળમાં પણ બે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. વાત કરીએ જયેશ પટેલની તો તે જામનગરના વકીલ કિરીટ જોશીના હત્યા (Advocate Kirit Joshi Murder Case) કેસનો મુખ્ય આરોપી છે અને વર્ષ 2018થી ફરાર છે. જયસુખ ઉર્ફે જયેશ સામે ગંભીર પ્રકારના 40થી વધુ કેસ નોંધાઈ ચૂક્યાં છે. કિરીટ જોશીની હત્યા બાદ ફરાર ગેંગસ્ટર જયેશ પટેલ યુનાઈટેડ કિંગડમ (United Kingdom) પહોંચી ગયો હતો અને હાલ પણ તે ત્યાં જ છે.
Parimal_Nathwani_Premasukh_Delu_Jamnagar_SP_Jamnagar_Municipal_Corpration
આ પણ વાંચો - Gujarat First Reality Check: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...
પરિમલ નથવાણીના સૂચક ટ્વિટ ચર્ચામાં આવ્યા
સપ્ટેમ્બર 2020માં દિપન ભદ્રન (Deepan Bhadran) ને ભૂમાફિયા જયેશ પટેલ એન્ડ ગેંગ સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાંથી જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી હતી. તત્કાલિન સાંસદ પરિમલ નથવાણીએ 4 વર્ષ અગાઉ દિપન ભદ્રનની નિમણૂંકને વધાવી તત્કાલિન રાજકોટ રેન્જ ડીઆઈજી સંદિપ સિંઘ (Sandeep Singh) સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કથિત આરોપ લગાવ્યા હતા. 4 વર્ષ બાદ ફરી એક વખત Parimal Nathwani એ જામનગરમાં જયેશ પટેલના ભાઇએ બાંધેલી ગેરકાયેદસર દુકાનોને જામનગર મ્યુનિ. કોર્પોરેશને તોડી પાડતા એક ટ્વિટ કર્યું છે. એસપી પ્રેમસુખ ડેલુ (Premsukh Delu) અને JMC ની પ્રસંશનીય કામગીરીને પરિમલ નથવાણીએ વધાવી છે. પરિમલ નથવાણીએ 4 વર્ષ અગાઉ અને આજે કરેલા ટ્વિટને લઈને ખાખી અને ખાદી (Khaki and Khadi) માં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો - Gujarat : PI એ કરેલા 51 લાખના તોડમાંથી કયા 'સાહેબ' મોટો હિસ્સો લઈ ગયા
રાજ્યસભા સાંસદ Parimal Nathwani એ Jamnagar Police ના કર્યા વખાણ
ભૂમાફિયાઓએ Ranjit Sagar Road પર કર્યુ હતું ગેરકાયદે બાંધકામ
ભૂમાફિયા જયેશ પટેલેના ભાઈ ધર્મેશ રણપરિયાએ કર્યું હતું ગેરકાયદે બાંધકામ
જામનગર પોલીસે ધર્મેશ રણપરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી@mpparimal… pic.twitter.com/8yGZ0z2nVG— Gujarat First (@GujaratFirst) December 21, 2024
ભૂમાફિયા જયેશને UKથી લાવવામાં લાંબો સમય લાગશે
જામનગરના રાજકીય આકાઓ અને તંત્રના આર્શીવાદથી ભૂમાફિયા જયેશ પટેલ ગેંગસ્ટર (Gangster Jayesh Patel) બની ગયો હતો. હત્યા, અપહરણ, ખંડણી, લેન્ડગ્રેબિંગ જેવા અનેક ગંભીર અપરાધોમાં સામેલ જયેશ પટેલ 2018માં દેશ છોડી UK નાસી ગયો હતો. જયસુખ ઉર્ફે જયેશ અને તેની ટોળકી સામે વર્ષ 2020માં ગુજસીટોકનો ગુનો નોંધી જામનગર પોલીસે કરોડો રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે. UK ની કોર્ટ માર્ચ-2023માં જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને સોંપવા માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ Jayesh Patel એ ઉચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે. જયેશ પટેલને જામનગર લાવવા લાંબો સમય લાગશે.
આ પણ વાંચો - Gujarat: શરાબના સૌદાગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ, ગુજરાત ફર્સ્ટને મળ્યાં દારૂબંધીની પોલ ખોલતા Video