ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Journalist Gujarat : સ્પા સેન્ટરમાંથી બહાર નીકળેલા પત્રકારનું અપહરણ, કોઈ પોલીસ ચોપડે ચઢ્યા તો કોઈ ભોગ બન્યા

અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાં કહેવાતા પત્રકારો અને ટોળકીઓ તોડપાણીમાં બેફામ બન્યાં છે. આજે વાત છે ગાંધીનગર જિલ્લામાંથી એક પત્રકારના થયેલા અપહરણની ઘટના અને અન્ય સામે દાખલ થયેલી ગુજસીટૉક (GujCToc) ની. કોનું અપહરણ થયું અને કોની સામે ગુજસીટૉક લાગી ?
05:52 PM Oct 16, 2025 IST | Bankim Patel
અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાં કહેવાતા પત્રકારો અને ટોળકીઓ તોડપાણીમાં બેફામ બન્યાં છે. આજે વાત છે ગાંધીનગર જિલ્લામાંથી એક પત્રકારના થયેલા અપહરણની ઘટના અને અન્ય સામે દાખલ થયેલી ગુજસીટૉક (GujCToc) ની. કોનું અપહરણ થયું અને કોની સામે ગુજસીટૉક લાગી ?
Journalist Gujarat

Journalist Gujarat : લોકતંત્રમાં પત્રકારત્વની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. પત્રકારત્વ પર કાળી ટીલ્લી સમાન કેટલાંક શખ્સો ઝપટે ચઢતા જેલમાં છે અને કેટલાંક બહાર. અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાં પત્રકારો (Journalist Gujarat) તોડપાણીમાં બેફામ બન્યાં છે. આજે વાત છે એક પત્રકારના અપહરણની અને અન્ય સામે દાખલ થયેલી ગુજસીટૉક (GujCToc) ની. કોનું અપહરણ થયું અને કોની સામે ગુજસીટૉક લાગી ? વાંચો આ અહેવાલમાં...

Journalist Gujarat ના કેવાં-કેવાં કારનામા

રાષ્ટ્રીય અખબાર માટે Journalist Gujarat તરીકે કામ કરતા મહેશ લાંગા અનેક વખત મીડિયામાં ચમકી ચૂક્યાં છે. કરોડો રૂપિયાના GST Scam અને 28 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસનો સામનો કરી રહેલા Mahesh Langa સામે ગુજરાત મેરીટાઈમ બૉર્ડના દસ્તાવેજ ચોરી કરવાનો પણ કેસ નોંધાયેલો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જાણીતા અખબાર માટે કામ કરતા પત્રકાર/ખબરપત્રી તેમજ ખુદનું સાપ્તાહિક ચલાવતા કેતન પટેલ આરટીઆઈ એક્ટિવિસ્ટની ભૂમિકા પણ નિભાવતા હતાં. આ કહેવાતો પત્રકાર કેતન પટેલ માર્ગ અને મકાન વિભાગ ગુજરાત (Roads and Building Department Gujarat) ના અધિકારી/કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકતની અરજીઓ ACB Gujarat માં કરી તેના આધારે લાખોનો તોડ કરતો. કેતન પટેલ અને તેની પત્નીને ત્રણ સપ્તાહ અગાઉ એસીબીએ 5 લાખની લાંચ લેતા પકડી પાડ્યો હતો. Spa Centre, સસ્તા અનાજની દુકાન, પ્રદૂષણ ફેલાવતા એકમો અને દારૂ-જુગારના અડ્ડાવાળાઓ પાસેથી રૂપિયા પડાવતા પત્રકારોનો અમદાવાદ સહિત રાજ્યભરમાં રાફડો ફાટ્યો છે.

અપહરણનો ભોગ બનેલાં Journalist Gujarat

બુલેટીન ઈન્ડિયાના પત્રકાર સુનિલ બ્રહ્મભટ્ટનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ અડાલજ પોલીસ (Adalaj Police) ના ચોપડે નોંધાઈ છે. B India Pvt Ltd નામની એક ન્યૂઝ ચેનલ (Buletin India) માં ફરજ બજાવતા સુનિલ બ્રહ્મભટ્ટ કેમેરામેન રમેશ રાવત સાથે કારમાં ગાંધીનગર ખોરજ શાલીગ્રામ લેક વ્યુ ખાતે આવેલા નીરો ઈન્ટરનેશનલ સ્પા ખાતે બુધવાર સાંજે ગયા હતા. થોડીક મિનિટો સુધી સ્પા સેન્ટરમાં બેસીને નીચે ઉતરેલા સુનિલ બ્રહ્મભટ્ટને કેટલાંક લોકોએ પાછળથી પકડી લીધેલા અને રમેશ રાવતનો કેમેરો છીનવી લીધો હતો. રમેશ રાવત ડરના માર્યા સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. રમેશભાઈએ આ મામલાની જાણ તેમની ઑફિસ ખાતે સિદ્ધાર્થ પટેલને કરી હતી. સ્થળ પરથી જાણકારી મળી હતી કે, સુનિલ બ્રહ્મભટ્ટને થારમાં કેટલાંક શખ્સો ઉઠાવી ગયા છે. સુનિલ બ્રહ્મભટ્ટનો છુટકારો થતાં તેઓ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે. આવી જ એક ઘટના વર્ષ 2019માં ઉત્તર ગુજરાતમાં બની હતી. જેમાં ન્યૂઝ ચેનલના પત્રકારનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો.

કહેવાતા પત્રકારો સામે પોલીસે ગુજસીટૉક લગાવી

અમદાવાદ શહેરમાં ચોક્કસ કોમના લોકોને ટાર્ગેટ બનાવીને છેલ્લાં કેટલાંય વર્ષોથી તોડ કરતી ટોળકી સામે પોલીસે Gujarat Control of Organised Crime Act ની કલમો લગાવી છે. Journalist Gujarat ના નામે કાળી ટીલ્લી સમાન ઓઝેફ તિરમિઝી (Auzef Tirmizi) અને આબેદા પઠાણ (Aabeda Pathan) જેવાં અનેક કહેવાતા પત્રકારો છે. મીડિયાના નામે બ્લેકમેઈલ કરીને ખંડણી ઉઘરાવતી ટોળકીઓ પૈકીની એક ઓઝેફ અને આબેદાની જોડી સામે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના ચોપડે અડધો ડઝન કેસ નોંધાયેલા છે. ઓઝેફ, આબેદાની સાથે તોડપાણીમાં સામે આબેદાના પતિ સામે ખંડણીના ચારેક કેસ નોંધાયેલા છે. ઓજેફ જેલની હવા ખાઈ રહ્યો છે. જ્યારે લૂંટારૂ ગેંગની આબેદા અને તેનો પતિ સાબિર ફરાર છે. આ ત્રિપુટી સામે શાહપુર પોલીસે તાજેતરમાં ગુજસીટૉકની કલમો લગાવતા આ કેસ સ્પેશિયલ કૉર્ટમાં ટ્રાન્સફર કરાયો છે.

આ પણ વાંચો : સેન્ટ્રલ જીએસટીના કલાસ-1 અને કલાસ-2 અધિકારીને ACB Gujarat ની ટીમે 2 હજાર લેતા પકડ્યા

Tags :
Aabeda PathanAdalaj PoliceAhmedabad City PoliceAuzef TirmiziB India Pvt LtdBankim PatelBuletin IndiaGujarat Control of Organised Crime ActGujarat FirstGUJCTOCJournalist GujaratMahesh Langa
Next Article