Gujarat First Exclusive: બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
- વાવ-થરાદ જીલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે: શંકરભાઈ
- વિરોધ કરનાર લોકોની રજૂઆત સરકાર સાંભળશે: શંકરભાઈ
- પ્રજાને કામમાં પડતી મુશ્કેલીનો ઉકેલ આવશે: શંકરભાઈ
- કાંકરેજની વાત રાજ્યસરકારને ધ્યાને રાખી છે:શંકરભાઈ
Gujarat First Exclusive: બનાસકાંઠાનું વિભાજન થયું અને તેમાથી વાવ-થરાદ નામે નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. અત્યારે વાવ-થરાદના લોકોમાં નવા જિલ્લાને લઈને ઉત્સાહ પણ જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ અહીં લોકોએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન પણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના વિભાજનને લઈને મોટું નિવેદન પણ આપ્યું છે. વવા-થરાદને બનાસકાંઠાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ ગણાવતા શંકરભાઈ ચૌધરીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે.
સરકારે સરહદી વિસ્તારના વિકાસ માટેના દરવાજા ખોલ્યા છેઃ શંકરભાઈ ચૌધરી
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, અહીં આ ક્ષેત્રમાં ખુબ જ વિકાસ થવાનો છે, જેથી હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખાસ આભાર માનીશ કે, તેમણે એક નવા જિલ્લાના નિર્માણ માટેનો નિર્ણય કર્યો છે. તેમણે સરહદી વિસ્તારના વિકાસ માટેના દરવાજા ખોલ્યા છે તેના માટે હું તેમનો ખુબ ખુબ આભાર માનું છું.
નવો જિલ્લો બનતા આ વિસ્તારનો વિકાસ થવાનો છેઃ શંકરભાઈ ચૌધરી
સરહદનું પછાતપણાનું મેણુ ભાગ્યું છે પરંતુ કાંકરેજ જેવા વિસ્તારોના લોકો અત્યારે વિરોધ કરી રહ્યાં છે. તો આ મામલે શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, હું માનું છું કે રાજ્ય સરકાર દરેક બાબતોને ધ્યાનમાં લઈને નિર્ણય કરતી હોય છે, તો આવનારા સમયમાં તેમની વાતને ધ્યાન પર લેવામાં આવશે. દરેક વ્યક્તિને રજૂઆત કરવાનો અધિકાર છે, તે વાતને રાજ્ય સરકાર સુધી પહોંચાડ છે. તેમાંથી રાજ્ય સરકાર બેલેન્સ રાખીને નિર્ણય કરતી હોય છે. પરંતુ મને એવું લાગે છે કે, નવો જિલ્લો બનતા આ વિસ્તારનો વિકાસ થવાનો છે. આ લોકો માટે હિતકારી નિર્ણય છે. આ નવા જિલ્લાનું નિર્ણય થયું તો માત્ર એક બે તાલુકા નહીં પરંતુ તમામે તમામ તાલુકાના લોકો આવીને અભિનંદન આપી રહ્યાં છે. કાંકરેજ બાબતે પણ વાત ધ્યાને લેવાઈ છે તે વાત રાજ્ય સરકારે આપી છે. અમારા સુધી પહેલા આ વાત આપી હોત તો, એ સમયે હું પણ કહી શકત!
આ પણ વાંચો: સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: હવે આવા લોકોની ખેર નથી
તાલુકાના નારાજ લોકોને મનાવવા માટે કેવા પ્રયત્નો કરશે?
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, પહેલા તો અહીં આવેલા લોકોની ખુશી જુઓ, અત્યારે તમામ તાલુકાઓમાંથી આલેવા લોકોને ખુશીને હું જોઈ રહ્યો છું. આ સાથે મીડિયાને ટકોર કરતા કહ્યું કે, મીડિયાએ પહેલેથી જ બનાસકાંઠાનું વિભાજન, બનાસકાંઠાનું વિભાજન એવા સમાચારો ચલાવ્યાં છે. તેની જગ્યાએ નવા જિલ્લાનું નિર્માણ એવા સમાચાર ચલાવવાની જરૂર હતી. આ જિલ્લો પ્રજાની સુખાકારી માટે બન્યો છે. આવનારા સમયમાં દેશની અગ્ર હરોળનો જિલ્લો બને તે માટેનો સંકલ્પ એકએક જનમાનસનો હોય છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ જિલ્લો ખુબ જ વિકસિત બનશે અને આ વિસ્તારના લોકોની સુખાકારી હજું પણ વધશે.
આ પણ વાંચો: ગુજરાતના યુવાન રણવીર દેસાઈએ વધુ એક Guinness World Records સર્જયો
વાવ-થરાદને બનાસકાંઠાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ ગણાવ્યું
નોંધનીય છે કે, શંકરભાઈ ચૌધરીએ નવા જિલ્લા વાવ-થરાદને બનાસકાંઠાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ ગણાવ્યું છે. તેની સાથે સાથે હવે આ વિસ્તારનો વાયુવેગે વિકાસ થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. આ સાથે સાથે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં આવેલા લોકોના ઉત્સાહને પણ વખાણ્યો હતો. એટલું જ નહીં પરંતુ કાંકરેજની વાત સરકાર સુધી પહોંચાડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. અત્યારે આ કાર્યક્રમ દરમિયાન હજારોની જનમેદની જોવા મળી હતીં.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો