Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતમાં Love Jihad નહીં ચાલે: જાણો કોણે દેશમાં સૌથી પહેલા ઉઠાવ્યો હતો મુદ્દો, કોણે કરી વ્યાખ્યા?

Love Jihad: ગુજરાત સરકારે લવ જેહાદ અને પ્રેમપ્રપંચ રોકવા લગ્ન નોંધણી કાયદા કડક કર્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ દીકરીઓની સુરક્ષા માટે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. નોંધનીય છે કે આ મુદ્દો સૌ પ્રથમ ખ્રિસ્તી નેતાઓએ ઉઠાવ્યો હતો અને કેરળના ડાબેરી સીએમ અચ્યુતાનંદને તેને 'લગ્ન દ્વારા ઈસ્લામનો ફેલાવો' કહી વ્યાખ્યાયિત કર્યો હતો.
ગુજરાતમાં love jihad નહીં ચાલે  જાણો કોણે દેશમાં સૌથી પહેલા ઉઠાવ્યો હતો મુદ્દો  કોણે કરી વ્યાખ્યા
Advertisement

. Gujarat સરકારની લવજેહાદ (Love Jihad) સામે લાલ આંખ
. ગુજરાતમાં લગ્ન નોંધણી કાયદાઓ બન્યા વધુ કડક
. પ્રેમ નહીં, પ્રેમનો પ્રપંચ કરનારાઓ સામે સખ્તાઈ

આનંદ શુક્લ: ગુજરાત (Gujarat) માં લગ્નનોંધણીના કાયદાઓ (Marriage Registration Act) મજબૂત કરવાની પ્રક્રિયા વખતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) એ વિધાનસભામાં કહ્યુ હતુ કે લગ્ન પવિત્ર પરંપરા છે. લગ્નની પવિત્ર પરંપરામાં છળ, કપટ ભળે ત્યારે અનેક પરિવાર બરબાદ થાય છે. સીતાજી (Sitaji) નું હરણ કરવા રાવણ (Ravan) સાધુના વેશમાં આવ્યો હતો. લવ જેહાદ સાંસ્કૃતિક આક્રમણ છે. ભારતની પરંપરા બચાવવા સુરક્ષાચક્ર તૈયાર કરી રહ્યા છીએ. ભોળી દીકરીને સલીમ સુરેશ બનીને લાગણીની ઠેસ પહોંચાડશે તો ખેર નહીં. લાખો માતા-પિતાની વેદના સરકારે ગંભીરતાથી ધ્યાને લીધી છે. લેભાગુ, ટપોરીઓ દીકરીને ટાર્ગેટ કરીને જીવન બગાડે છે. અસામાજિક તત્વોનો સાથ આપનારા અધિકારીઓને સામે કડકાઈપૂર્વક પગલા લેવાશે, એટલુ જ નહીં અસામાજિક તત્વોને સાથ આપનારા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલાશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે SPG અધ્યક્ષ લાલજી પટેલનું સ્પષ્ટ નિવેદન

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દીકરીઓના પ્રેમલગ્નોને કારણે સર્જાતી પારિવારિક પીડા સામે સામાજિક આંદોલનોમાં પટેલ (Patel), ક્ષત્રિય-ઠાકોર (Thakor) સમાજ સહીતની વિવિધ સંસ્થાઓએ લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત હોવી જોઈએ તેવી માગણી કરી હતી. હવે ગુજરાત સરકાર લગ્ન નોંધણી કાયદાને વધુ કડક બનાવી ચુકી છે અને તેની પાછળનો ઉદેશ્ય રાજ્યના સામાજિક તાણાંવાણાંને સુરક્ષિત રાખવાનો છે. આ કડક નિયમો પાછળ મિલ્કત માટે પ્રેમપ્રપંચમાં ફસાતી યુવતીઓને બચાવવાની સાથે જ ધાર્મિક રીતે પ્રેમજાળ ફસાવીને તેને ચોક્કસ મજહબમાં સામેલ કરવાની ચાલતી પ્રવૃત્તિ સામે પણ રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) ના શબ્દો આવા તત્વો માટે મોટી ચેતવણી છે. ત્યારે સમજીએ પ્રેમના નામે પ્રપંચના ખેલ એટલે લવ જેહાદને..

Love Jihad નો મુદ્દો ઉઠાવ્યો ખ્રિસ્તી (Chritian) નેતાઓએ

લવ જેહાદ (Love JIhad) એટલે પ્રેમના નામે પ્રપંચ કરીને બિનમુસ્લિમ (Non-Muslim) યુવતીઓને ફસાવીને મુસ્લિમ (Muslim) યુવકો દ્વારા નિકાહ (Nikah) કરવાનું ષડયંત્ર કે જેની પાછળનો ઉદેશ્ય બિનમુસ્લિમને ઈસ્લામ અંગિકાર કરાવીને સામાજિક વ્યવસ્થા અને તાણાંવાણાંને રફેદફે કરવા. આમ તો આ મામલાને હિંદુત્વવાદી (Hindutvavadi) રાજકારણ અને હિંદુ (Hindu) નેતાઓ સાથે સાંકળવામાં આવે છે. પરંતુ ભારતમાં લવ જેહાદનો મુદ્દો સૌથી પહેલા ઉઠાવનારા હિંદુ (Hindu) નેતાઓ કે હિંદુ (Hindu) સંગઠનો ન હતા. આ જાણીને તમને સૌને નવાઈ લાગશે, પણ આ હકીકત છે.

ભારતમાં લવજેહાદના મુદ્દાને ઉઠાવનારા ખ્રિસ્તી નેતાઓ હતા. તેઓ વર્ષોથી આના પર લડી રહ્યા છે. કેથોલિક બિશપ કાઉન્સિલ અને સીરિયન મલાબાર ચર્ચે 2020માં સાયનોડ ખાતેના બિશપ સંમેલનમાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે લવ જેહાદ એક સચ્ચાઈ છે અને ખતરો છે.

બિશપ કાઉન્સિલે એક પંચ બનાવીને આની તપાસ કરાવી. તે રિપોર્ટ મુજબ, 2005થી 2012 દરમિયાન લલ જેહાદના લગભગ 4000 મામલા થયા. કેરળમાં ઈસ્લામિક પોપ્યુલર ફ્રંટ (Islamic Popular Front) ની છાત્ર શાખા કેમ્પસ ફ્રંટે (Campus Front) અસંખ્ય ખ્રિસ્તી અને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી પ્રપંચથી નિકાહ કરીને તેમને મુસ્લિમ બનાવી છે. આ મામલે પહેલા કેરળ ફાઈલ્સ (Kerala Files) અને હવે કેરળ ફાઈલ્સ -2 (Kerala Files - 2) ફિલ્મ આવી ચુકી છે.

લવ જેહાદનો મુદ્દો માત્ર હિંદુઓને લઈને ચિંતાનો વિષય નથી. આ મુદ્દો ભારતના તમામ બિનમુસ્લિમ વર્ગો હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન (Hindu, muslim, Chritian, Shikh, Bauddh, Jain) કે અન્યોની સાથે જોડાયેલો ગંભીર સામાજિક મુદ્દો છે.

આ પણ વાંચો: LAGNA NONDHNI NIYAM: લગ્ન નોંધણી સુધારા પર રાજનેતાઓની પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું?

બિનમુસ્લિમો સામે ખતરારૂપ જેહાદનો ભાગ છે Love Jihad

ઈસ્લામના નામે દુનિયાભરમાં અનેક સ્થાનો પર ધર્મ-સમાજને સમાપ્ત કરવામાં આવ્યો હોવાની વાત ઐતિહાસિક સચ્ચાઈ છે. આના પર ભારત અને ભારતની બહારના મુસ્લિમ ઉલેમા, નેતાઓ ગર્વ પણ કરે છે. ઈરાન, સીરિયા, ઈસ્તંબુલ, લેબનાન, કોસોવો જ નહીં, પણ ભારતના પશ્ચિમ અને પૂર્વ ભાગમાં હજારો ચોરસ કિલોમીટર વિસ્તાર અને કરોડો હિંદુ-શીખોને મજહબી ઉન્માદ સાથે હડપી લેવામાં આવ્યા. આનું હથિયાર જેહાદ જ હતું. જેને કાશ્મીરમાં પણ સ્વતંત્રતા પછી 90ના દાયકાથી ચલાવાય રહ્યું છે. જેહાદના પણ વિવિધ સ્વરૂપો છે અને તેમાં લવજેહાદ પણ સામેલ છે.

જેહાદ માત્ર ભારતમાં જ નહીં, પણ યૂરોપિયન દેશોમાં પણ ચાલી રહ્યું છે. ઈંગ્લેન્ડમાં ગ્રૂમિંગ ગેંગના નામે આ ગતિવિધિ ઓળખાય છે. જેનો ભોગ મોટાભાગે શ્વેત ખ્રિસ્તીયુવતીઓ બને છે અને આવી ગતિવિધિ કરનારાઓમાં પાકિસ્તાની મૂળના મુસ્લિમ હોય છે. શીખ યુવતીોને પણ કે ટુ કે એટલે કે કૌરમાંથી ખાન બનાવવાનો ગોરખધંધો પણ જગજાહેર છે. પાકિસ્તાનમાં ધાર્મિક યાત્રાએ ગયેલી એક શીખ યુવતી ત્યાં આવા જ કારણોથી ફસાઈ હોવાના મીડિયા અહેવાલો તાજેતરમાં આપણે જોયા છે.

આ પણ વાંચો: Marriage Act Amendment : દીકરીઓની સુરક્ષા માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

કેરળના ડાબેરી મોરચાના CM એ લવજેહાદની વ્યાખ્યા આપી

લવ જેહાદના ખતરાને કેરળની સરકાર અને હાઈકોર્ટે ધ્યાને લીધો હતો. 2010માં કેરળની ડાબેરી મોરચા (Left Front) ની સરકારના મુખ્યમંત્રી બી.એસ. અચ્યુતાનંદ (B.S.Achyutanandan) ને ચેતવણી આપી હતી કે એક મુસ્લિમ દળ મની અને મેરેજ દ્વારા બે દશકાઓથી કેરળને સંપૂર્ણપણે ઈસ્લામી બનાવવાની યોજના ચલાવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે કેરળમાં મુસ્લિમોની સંખ્યા 23 ટકા અને ખ્રિસ્તીઓની સંખ્યા 21 ટકા છે. કેરળમાં આ ચેતવણી આપનાર નેતા ભાજપના કે સંઘના ન હતા, પણ ક્મ્યુનિસ્ટ વિચારધારાવાળા હતા તે ધ્યાન રાખવા યોગ્ય બાબત છે.

લવ જેહાદની વ્યાખ્યા કેરળના કમ્યુનિસ્ટ મોરચા સરકારના મુખ્યમંત્રી બી. એસ. અચ્યુતાનંદને આપતા કહ્યુ હતુ કે મેરેજનો ઉપયોગ કરીને ઈસ્લામ ફેલાવવો. જાણકારો મુજબ, આ જ જેહાદનો કુળ મળીને ઉદેશ્ય છે કે ઈસ્લામને વિસ્તારવો અને જે ઈસ્લામિક નથી તેને મિટાવવું. કટ્ટરપંથીઓ માટે દુનિયાને દારુલ ઈસ્લામ બનાવવી તેમનું લક્ષ્ય છે. આના માટે તેઓ ધાર્મિક આધાર લઈને પોતાની કટ્ટરપંથી પ્રવૃત્તિઓ પણ ચલાવે છે.

આ પણ વાંચો: Marriage Registration New Rules : લગ્ન નોંધણી સુધારા અંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું સમર્થન

પ્રેમના નામે પ્રપંચને સમજવું જરૂરી

આમ છળ-બળ અથવા પ્રેમથી પણ કોઈ હિંદુ, જૈન, શીખ અથવા ખ્રિસ્તી યુવતી કે યુવાનને મુસ્લિમ બનાવી લેવા જ લવ જેહાદ છે. તલવાર હોય કે પ્રેમ હોય કે અન્ય કોઈપણ રીત-રસમ ઉદેશ્ય માત્ર મુસ્લિમોની સંખ્યા વધારવાનો છે. આને સબાબ એટલે કે પુણ્યનું કામ ગણાવવામાં આવે છે. તેથી જ કોઈ બિનમુસ્લિમ યુવતીને ફોસલાવી, છેતરીને, સંબંધ બનાવીને આખરે મુસ્લિમ બનાવી લેવી- ભાવનાત્મક છેતરપિંડી કરવી જાણે કે શાબાશી મેળવવાનું કામ બની ગયું છે.

મુસ્લિમના બિનમુસ્લિમ સાથેના નિકાહ જાયજ માનવામાં આવતા નથી. તેથી જ મુસ્લિમના બિનમુસ્લિમ સાથેના નિકાહ પહેલા તેને મુસ્લિમ બનવું પડે છે. શર્મિલા ટાગોર (Sharmila Tagor) જેવી મોટી એક્ટ્રેસે પ્રેમલગ્ન કર્યા, પણ મન્સુર અલી ખાન પટૌડી (Mansoor Ali Khan Pataudi) સાથે નિકાહ પહેલા તેમને આયેશા બેગમ (Begum Ayesha Sultana) બનવું પડયું. આવા ઘણાં જાણીતા-અજાણ્યા કિસ્સાઓ બનેલા છે અને બની પણ રહ્યા હશે.

કોઈ બિનમુસ્લિમ યુવતી જ્યારે મુસ્લિમ સાથે પ્રેમ જેવા સંબંધમાં આવે છે, ત્યારે તેણે, તેના પરિવારે અથવા તેના આખા અભ્યાસકાળમાં ક્યાંય જેહાદ (Jihad) કે ઈસ્લામ (Islam) સંદર્ભે કોઈ વાત તેણે ન તો જાણી હોય છે અથવા ન તો સાંભળી હોય છે. આવી યુવતીઓ અજાણ અને ભોળી હોય છે અને પોતાના કલ્પના વિશ્વમાં વિચરતી હોય છે. પણ જ્યારે હકીકતો સામે આવતી હોય છે, ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી જાય છે. આવા પ્રેમપ્રપંચને લવ જેહાદ કહેવામાં આવે છે અને એક હિંદુ સ્ત્રીનું ઘટવુંઅને એક મુસ્લિમ સ્ત્રીનું વધવું જેહાદનું જ એક રુપ છે. આ શાંતિપૂર્ણ જેહાદના અસંખ્ય રુપોમાંથી એક છે. આનાથી સામાજિક તાણાં-વાણાં વિખાય છે અને તેને સુરક્ષિત કરવા માટે કાયદાકીય પગલાં તથા સામાજિક ચિંતનથી ચેતના સુધીની જાગરુકતા જરૂરી છે.

આ પણ વાંચો: Marriage Registration : રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો! જાણો કયા દસ્તાવેજોની પડશે જરૂર અને શું હશે નવી ઓનલાઇન પદ્ધતિ?

Tags :
Advertisement

.

×