Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lucky Draw Scam: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો, પોલીસ આવતા આયોજકો-એજન્ટોમાં નાસભાગ

રાજસ્થાનના વિરોલમાં લકી ડ્રોમાં પોલીસે રેડ કરતા નાસભાગ મચી હતી
lucky draw scam  ગુજરાત રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો  પોલીસ આવતા આયોજકો એજન્ટોમાં નાસભાગ
Advertisement
  • રાજસ્થાનના વિરોલમાં લકી ડ્રોમાં પોલીસે રેડ કરતા નાસભાગ
  • રાજસ્થાન પોલીસે રેડ કરતા આયોજકો-એજન્ટો ભાગી છુટ્યા
  • બનાસકાંઠા પોલીસે કાર્યવાહી કરતા રાજસ્થાનમાં આયોજન

Lucky Draw Scam: ગુજરાતમાં કેટલાય સમયથી લકી ડ્રોના નામે ઉગાડી લૂંટ થઇ રહી છે. જેમાં પોલીસે કાર્યવાહી કરતા હવે આયોજકો અવનવા નુસખા અપવાની રહ્યાં છે. તેમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસ આવતા આયોજકો-એજન્ટોમાં નાસભાગ મચી હતી. તેમાં રાજસ્થાનના વિરોલમાં લકી ડ્રોમાં પોલીસે રેડ કરતા નાસભાગ મચી હતી.

Advertisement

રાજસ્થાન પોલીસે રેડ કરતા આયોજકો-એજન્ટો ભાગી છુટ્યા

રાજસ્થાન પોલીસે રેડ કરતા આયોજકો-એજન્ટો ભાગી છુટ્યા હતા. જેમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રોનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા પોલીસે કાર્યવાહી કરતા રાજસ્થાનમાં આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ બનાસ ધરા મિત્ર મંડળ લકી ડ્રોના નામે આયોજન કરાયું હતુ. તેમાં રાજસ્થાન પોલીસ અયોજન સ્થળે આવતા લક્કી ડ્રોના આયોજકો જગ્યા છોડી ભાગ્યા હતા. કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ. તેમ છતા જ્યારે કોઈ લોભામણી સ્કીમ આવે છે તો સરળતાથી પૈસા કમાવવા કે ઈનામ જીતવા આપણે પણ તેનો ભાગ બનતા હોઈએ છીએ તેના કારણે બીઝેડ અને લકી ડ્રો જેવા કૌભાંડ થાય છે.

Advertisement

આયોજીત ઈનામી યોજનાના નામે છેતરપિંડીનો ધંધો ચાલ્યો

અગાઉ મિત્રો 99 રૂપિયામાં આપનું કિસ્મત અજમાવીએ મિત્ર સર્કલ દ્વારા આયોજીત ઈનામી યોજનાના નામે છેતરપિંડીનો ધંધો ચાલ્યો હતો. અનાથ બાળકોના શિક્ષણ અને વિકાસના લાભાર્થે ડ્રો છે. ફક્ત એકવાર માત્ર રૂ.299માં નિરાધારના આધાર બનો. ઓનલાઈન ડ્રોની ટિકિટ ખરીદો અને ટીવીથી લઈ કાર સુધીના ઈનામ જીતો તેવા સ્લોગનોથી લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. બનાસ ધરા ફાઉન્ડેશન ઈનામી યોજનામાં 299 રૂપિયાની ટિકિટ ખરીદો અને મોબાઈલ, ઘરઘંટી, વોશિંગ મશીન, મિક્ષર, બાઈક તેમજ કાર જેવા આકર્ષક ઈનામો જીતો. જેમાં બનાસકાંઠામાં અશોક માળી નામનો ભેજાબાજ ક્યારેક અનાથ બાળકો તો ક્યારેક ગૌશાળા, ક્યારેક શિક્ષણ તો ક્યારેક અન્ય કોઈના નામે લકી ડ્રો કરતો હતો. આકર્ષક ઈનામો જીતવાની લાલચ આપી કરોડો રૂપિયા કમાતો હતો. અશોક માળી લકી ડ્રોની માયાજાળ રચી કૌભાંડ આચરતો હતો. આ બાબતે થયેલી ફરિયાદના આધારે અશોક માળીની તો ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે, તેની વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

અલગ-અલગ લકી ડ્રોની ટિકિટો વેચી કરોડો રૂપિયા ઘરભેગા કર્યા

અશોક માળી અને તેની કંપનીએ કરોડોનું કૌભાંડ કર્યાનો આરોપ છે. અલગ-અલગ લકી ડ્રોની ટિકિટો વેચી કરોડો રૂપિયા ઘરભેગા કર્યા છે. જેમાં સરકારને ચેરીટી અને ઈન્કમટેક્સના નામે પણ ચુનો લગાડ્યો છે. પોલીસે લકી ડ્રોના નામે ચાર ગુના દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. લોકોને લોભામણી લાલચ આપી લકી ડ્રો કરવામાં આરોપી અશોક માહેર છે. ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું હતું. ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવે છે. લકી ડ્રોમાં કૂપનનો દર 99થી 399 રૂપિયા સુધીનો રાખવામાં આવતો હતો. ડ્રોની ટિકિટો વેચી આયોજકો અને અશોક માળી લાખો રૂપિયા કમાતા હતા. આ ટિકિટ ખરીદનારા લોકો લકી ડ્રોમાં આકર્ષક ઈનામો જીતી શકે છે તેવી પણ લાલચ અપાતી હતી. ઈનામની લાલચે લોકો ટિકિટ ખરીદતા હતા પરંતુ, તેમાંથી કોઈને ઈનામ લાગતું નહોતું. આવા ડ્રો બાબતે અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના DySP એસ.એમ. વારોતરીયા પોતે ફરિયાદી બન્યા હતા.

તપાસમાં કૌભાંડનો મસમોટો આંકડો બહાર આવે તેવી શક્યતા

અશોક માળી બનાસકાંઠામાં કલાકારોના ડાયરાની સાથે લકી ડ્રોનું આયોજન કરતો હતો. જેથી, કલાકારોની ચાહકો મોટી સંખ્યામાં આવતા હતા. લકી ડ્રોની ટિકિટ ખરીદતા હતા. આવી રીતે છેલ્લા ઘણા વર્ષોથી અશોક માળી ડ્રો યોજી કૌભાંડ આચરતો હતો. આ કૌભાંડનો ભોગ અનેક લોકો બન્યા છે. પોલીસ તો આ દિશામાં કાર્યવાહી કરી જ રહી છે સાથે જ ભોગ બનનારા લોકોને પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરવાની પોલીસની અપીલ છે. પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં કૌભાંડનો મસમોટો આંકડો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Banaskantha: માત્ર 99 રૂપિયાની કૂપન ખરીદો અને જીતો લાખોના આકર્ષક ઈનામનું કૌભાંડ

Tags :
Advertisement

.

×