માધવપુરા સટ્ટાકાંડમાં Red Corner Notice થકી ડીલક્ષ પકડાયો, દુબઈમાં છે હજુ અન્ય આરોપીઓ
Red Corner Notice: ગુજરાત પોલીસે માધવપુરા સટ્ટાકાંડ (Madhupura Satta Kand) ના કેસમાં નવો ઇતિહાસ રચ્યો છે. 2273 કરોડના માધવપુરાના ચર્ચાસ્પદ સટ્ટાકાંડમાં સામેલ આરોપી દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષ (Dipak Thakkar aka Dipak Deluxe) ને દુબઈથી રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) થકી ગુજરાત લવાયો છે. SMC ના ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) અને તેમની ટીમ ડબ્બા ટેડ્રિંગ નેટવર્કના આરોપીને હવાઈ માર્ગે દુબઈથી લઈ આવી ધરપકડ કરી છે. દીપક ડીલક્ષની ધરપકડ બાદ રિમાન્ડ મેળવવા સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસે કેટલાં આરોપીઓ પકડવા રેડ નોટિસ કઢાવી છે અને કેટલાંમાં સફળતા મળી છે. વાંચો આ અહેવાલમાં...
શું છે ચર્ચાસ્પદ 2273 કરોડનો માધવપુરા સટ્ટાકાંડ ?
25 માર્ચ 2023ના રોજ તત્કાલિન અમદાવાદ પીસીબી પીઆઈ તરલ ભટ્ટે અમદાવાદના માધવપુરામાં દરોડો પાડી ક્રિકેટ બેટિંગ (Cricket Betting) અને ડબ્બા ટ્રેડિંગ (Dabba Trading) નો મસમોટો સટ્ટાકાંડ પકડ્યો હતો. 273 કરોડ રૂપિયાના સટ્ટાકાંડમાં પીઆઈ તરલ ભટ્ટે (Taral Bhatt PI) અને તેમની ટોળકીએ તોડ કર્યો હોવાની ફરિયાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) ને મળતા તેમણે તપાસ આંચકી લઈ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી હતી. પોલીસ ફરિયાદમાં હર્ષિત જૈન (Harshit Jain) ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠીયા (Amit Majethia) સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ (Saurabh Chandrakar alias Mahadev) ઉપરાંત શેરબજાર ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સૂત્રધાર દીપક ધીરજલાલ ઠક્કર ઉર્ફે Deluxe સહિત અન્ય આરોપીઓ ફરાર દર્શાવાયા હતા. Team SMC એ અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓની માધવપુરા સટ્ટાકાંડમાં ધરપકડ કરી ચૂકી છે. જ્યારે કંપનીઓ સહિત 152 આરોપીઓ આજે પણ ફરાર છે.
હજારો કરોડના સટ્ટાકાંડના આરોપીને લવાયો ગુજરાત
રેડ કૉર્નર નોટિસ કઢાવી સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર પર સકંજો
સત્તરેક મહિનાથી દેશ છોડી ભાગેલા દીપક ડીલક્ષની ધરપકડ
દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષ છે ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય સૂત્રધાર#Gujarat #Dubai #EXCLUSIVE #Sattakand #DipakThakkar… pic.twitter.com/yUwxOd7Ts7— Gujarat First (@GujaratFirst) September 1, 2024
નિર્લિપ્ત રાયે આરોપીની Red Corner Notice કઢાવી
સટ્ટાકાંડના આરોપી હર્ષિત જૈન, અમિત મજેઠીયા અને દીપક ડીલક્ષ (Deepak Deluxe) દુબઈમાં આશરો લઈ રહ્યાં હોવાની જાણકારી મળતા તેમની ધરપકડ માટે SMC ના નિર્લિપ્ત રાયે કાર્યવાહી આરંભી હતી. છેલ્લાં એકાદ વર્ષથી Nirlipt Rai અને ડીવાયએસપી કે. ટી. કામરીયા (K T Kamariya) દુબઈમાં છુપાયેલા આરોપીઓને લઈ આવવા પ્રયત્નશીલ હતા. નિર્લિપ્ત રાયે ત્રણેય આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) કઢાવી હતી. CBI થકી કઢાવાયેલી રેડ કોર્નર નોટિસની બજવણી થતા ઈન્ટરપોલ એનસીબી અબુધાબી (INTERPOL NCB Abu Dhabi) ના નિર્દેશ આધારે યુનાઈટેડ આરબ એમીરાત પોલીસે (CID UAE) દીપક ડીલક્ષની અટકાયત કરી હતી. પાંચેક મહિનાથી દીપક ઠક્કર ઈન્ટરપોલ એનસીબી અબુધાબીની કસ્ટડીમાં હતો.
Team SMC દુબઈથી આરોપીને લાવી
નિયમાનુસાર પ્રક્રિયા બાદ ગુજરાત-રાજસ્થાનમાં બે લાખ ગ્રાહકોનું નેટવર્ક ધરાવતા ડબ્બા ટ્રેડિંગના સૂત્રધાર દીપક ડીલક્ષના પ્રત્યાપર્ણની મંજૂરી આવી જતા પાંચેક દિવસ અગાઉ ટીમ એસએમસી UAE પહોંચી હતી. નિર્લિપ્ત રાય અને કે. ટી. કામરીયા ઉપરાંત માધવપુરા સટ્ટાકાંડ કેસના તપાસ અધિકારી પીઆઈ આર. જી. ખાંટે (R G Khant PI) અબુધાબી ખાતે જરૂરી કાર્યવાહી કરી હતી. ગઈકાલે શનિવારે દુબઈ એરપોર્ટ (Dubai Airport) ખાતે આરોપી દીપક ડીલક્ષને સ્થાનિક પોલીસે ગુજરાત પોલીસ (Gujarat Police) ને સોંપ્યો હતો. હવાઈ માર્ગે લાવ્યા બાદ મધ્યરાત્રિના ગાંધીનગર ખાતે દીપક ડીલક્ષની સત્તાવાર ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો: Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?
RCN થકી કયા આરોપી આવ્યા અને કેટલાં બાકી ?
ગુજરાત પોલીસે સટ્ટા જેવા સામાન્ય કેસમાં RCN થકી કોઈ આરોપીનું પ્રત્યાપર્ણ કરાવી ઇતિહાસ રચી દીધો છે. સટ્ટાકાંડમાં આરોપીને વિદેશી પકડી લાવવાની કામગીરી કેન્દ્રીય એજન્સીઓને શરમાવે તેવી છે. ગુજરાત પોલીસ છેલ્લાં 8 વર્ષમાં એક આરોપીને ઈન્ટરપોલની રેડ નોટિસ (Red Notice Interpol) થકી લાવી ચૂકી છે. જ્યારે કેટલાંક આરોપીઓને લાવવાની પ્રક્રિયા ચાલુ છે. ગોધરાકાંડ (Godhra Kand) બાદ ફાટી નીકળેલા તોફાનોમાં સર્જાયેલા ઓડ હત્યાકાંડના ફરાર આરોપી સમીર વિનુભાઇ પટેલને 8 વર્ષ અગાઉ વિદેશથી ગુજરાત લવાયો હતો. ગોધરાકાંડ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા એ. કે. મલ્હોત્રા (A K Malhotra) ડીવાયએસપી બી. સી. સોલંકી (B C Solanki) અને એ. કે. પરમાર (A K Parmar) વર્ષ 2016માં યુકે ગયા અને સમીર પટેલને લઈ આવ્યા હતા. જામનગરના કુખ્યાત જયેશ પટેલ (Jayesh Patel Jamnagar) સામે વર્ષ 2018માં રેડ નોટિસ જારી કરવામાં આવી છે. જો કે, જયેશ પટેલને UK ના સત્તાધીશો ક્યારે સોંપશે તે એક મોટો સવાલ છે. આ ઉપરાંત માધવપુરા સટ્ટાકાંડ અમિત મજેઠીયા તેમજ હર્ષિત જૈન સામે પણ Red Notice ઈસ્યૂ થયેલી છે.
આ પણ વાંચો: હજારો-લાખો કરોડ દેશની બહાર ગયા પછી Money Mule નો પ્રચાર કરતી RBI
આ પણ વાંચો: Viju Sindhi : ગુજરાતનો નંબર 1 કરોડપતિ બુટલેગર વિજુ સિંધી ED ના રડારમાં