Mahakumbh 2025 : પરમાર્થ નિકેતન આશ્રમનાં પ્રમુખ પ.પૂ. ચિદાનંદ સરસ્વતી સ્વામી સાથે વિશેષ સંવાદ
- પ્રયાગરાજનાં મહાકુંભથી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ (Mahakumbh 2025)
- મહાકુંભથી મહાસંવાદમાં પરમાર્થ નિકેતન આશ્રમનાં પ્રમુખ સાથે સંવાદ
- વિશ્વનાં તમામ લોકોનું માનવું છે કે કંઇક તો છે ભારતમાં : પ.પૂ. ચિદાનંદ સરસ્વતી
- આ દેશનો સંગમ જ સંવાદ છે : પ.પૂ. ચિદાનંદ સરસ્વતી
ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં (Prayagraj) યોજાયેલ 'મહાકુંભ' માં (Mahakumbh 2025) હાલ પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા દર્શકો માટે 'મહાકુંભથી મહાકવરેજ' કરવામાં આવી રહ્યું છે. સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મહાકુંભમાં આવતા સાધુ-સંતો, મહંતો અને જાણીતી હસ્તીઓ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ વિશેષ સંવાદ કરી રહી છે. દરમિયાન, પરમાર્થ નિકેતન આશ્રમનાં પ્રમુખ પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતી સ્વામીએ (Param Pujya Chidanand Saraswati Swami) ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો -Maha Kumbh 2025: સરેરાશ 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ દરરોજ સંગમમાં ડૂબકી લગાવી
મહાકુંભથી મહાસંવાદમાં પરમાર્થન નિકેતન આશ્રમના પ્રમુખ સાથે સંવાદ
પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતી સ્વામી સાથે સ્ફોટક સંવાદ
કુંભના મેળાને મેલો કરવા અનેક પ્રયાસો થયા: પ.પૂ.ચિદાનંદ સરસ્વતી
સારી વ્યવસ્થા પર કેટલાક લોકો ષડયંત્ર કરી રહ્યા છે: પ.પૂ.ચિદાનંદ સરસ્વતી
ષડયંત્રકારીઓ સનાતન ધર્મને નહીં… pic.twitter.com/3YkPHrmQbp— Gujarat First (@GujaratFirst) February 11, 2025
કુંભનાં મેળાને મેલો કરવા અનેક પ્રયાસો થયા છે : પ.પૂ. ચિદાનંદ સરસ્વતી
ગુજરાત ફર્સ્ટનાં મહાકુંભથી મહાસંવાદમાં પરમાર્થ નિકેતન આશ્રમનાં (Parmarth Niketan Ashram) પ્રમુખ પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતી સ્વામીએ સ્ફોટક સંવાદ કર્યો હતો. દરમિયાન, તેમણે કહ્યું હતું કે, કુંભનાં મેળાને મેલો કરવા અનેક પ્રયાસો થયા છે. અહીં આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, તેમ છતાં સારી વ્યવસ્થા અંગે કેટલાક લોકો ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ, આ ષડયંત્રકારીઓ સનાતન ધર્મને હરાવી નહીં શકે. પ.પૂ.ચિદાનંદ સરસ્વતી સ્વામીએ કહ્યું કે, વિશ્વ હવે માને છે કે કંઇક તો છે ભારતમાં... આ દેશનો સંગમ જ સંવાદ છે. આખું વિશ્વ જોઈ રહ્યું છે કે કેવી રીતે કરોડો લોકો મહાકુંભમાં મહાસંવાદ કરી રહ્યા છે. જાતિ, ધર્મ, અમીર-ગરીબ જોયા વગર લોકો એકબીજા સાથે સંવાદ કરી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.
આ પણ વાંચો - Mahakumbh Shahi Snan 2025: વસંત પંચમી પછી, હવે આ દિવસે મહાકુંભનું શાહી સ્નાન થશે, તારીખ અને મહત્ત્વ જાણો
'આ સંગ્રામ નહીં પણ સંવાદની કથા છે, આ આત્મમંથનની કથા છે.'
પ.પૂ. ચિદાનંદ સરસ્વતી સ્વામીએ (Param Pujya Chidanand Saraswati Swami) ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Bhatt) સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, આ સંગ્રામ નહીં પણ સંવાદની કથા છે, આ આત્મમંથનની કથા છે. દેશ ષડયંત્રથી નહીં પણ સાધનાથી ચાલે છે. મહાકુંભ (Mahakumbh 2025) આસ્થાથી અમૃતની યાત્રા છે. સાફ સફાઈ અંગે પ.પૂ. ચિદાનંદ સરસ્વતી સ્વામીએ કહ્યું કે, હું જાતે સ્વચ્છતા જાળવું છું. ગંદકી બધી જગ્ચાએથી ઘટશે તો બીજું કોઇ ગંદકી નહીં કરે. સ્વચ્છતા છે તો સ્વાસ્થ્ય છે. સ્વચ્છતા છે તો ભારત સ્વસ્થ્ય છે અને સ્વસ્થ ભારતથી જ સશક્ત ભારત, સમૃદ્ધ ભારત અને સનાતન ભારત બનશે. આ સાથે લોકોને મેસેજ આપતા પ.પૂ. ચિદાનંદ સરસ્વતી સ્વામીએ કહ્યું કે, આપણે સૌએ આપણી સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ. સંસ્કારો સાથે જોડાઈને રહેવું છે.
આ પણ વાંચો - માયાભાઈ આહીરનો ચાહકો માટે હોસ્પિટલમાંથી Video સંદેશ, સ્વાસ્થ્ય અંગે કહી આ વાત