Mahakumbh 2025: મહાકુંભમાં આવેલા યોગી Arpit Maharaj સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- ગુજરાત ફર્સ્ટે મહાકુંભમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ કર્યું
- યોગી અર્પિત મહારાજે સનાતનને લઈને કરી આ ખાસ વાત
- અમારો પ્રધાન સાધુ છે તો અમને શું તકલીફ હોવાનીઃ અર્પિત મહારાજ
Mahakumbh 2025: મહાકુંભમાં અત્યારે અનેક સંતો આવ્યાં છે અને કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહીં આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, અત્યારે ગુજરાત ફર્સ્ટે મહાકુંભમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ કર્યું છે. આ દરમિયાન અનેક સંતો સાથે વાત કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહાકુંભ (Mahakumbh)માં યોજાયેલ ધર્મ સંસદમાં આવેલા અર્પિત મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાત કરવામાં આવી હતીં. વાંચો આ અહેવાલ...
સનાતન બોર્ડની રચના કરવામાં આવશેઃ અર્પિત મહારાજ
મહાકુંભ (Mahakumbh)માં આવેલા અર્પિત મહારાજે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા સનાતન ધર્મ, ધર્મ સંસદ, ધર્મસભા, સનાતન બોર્ડ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી છે કે, સનાતન બોર્ડની રચના કરવામાં આવશે, તે નિશ્ચિત છે. આ સાથે તેમણે કહ્યું કે, ‘સત્વરે સનાતન બોર્ડ બનશે, જેનાથી ભારતના મઠ-મંદિરનો સુરક્ષા થશે, હિંદૂઓને બચાવવાનું કામ થશે અને ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ના બને તેના માટે આ ધર્મસંસદ છે. આ કુંભમાંથી કંઈક એવું નીકળવું જઈએ કે, જેનાથી આખા ભારતમાં સંદેશ જાય કે સંતોએ કંઈક મંથન કર્યું અને તેનાથી હવે નવી દિશા જોવા મળશે.’
આ પણ વાંચો: Mahakumbh 2025: આચાર્ય મહામંડલેશ્વર ARUN GIRI MAHARAJ સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ
યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સંતોને કોઈ પરેશાન ના હોઈ શકેઃ અર્પિત મહારાજ
પ્રશાસનની વાત કરતા અર્પિત મહારાજે કહ્યું કે, પ્રશાસન સંપૂર્ણ સંયોગ કરી રહ્યું છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સંતોને કોઈ પરેશાન તો હોઈ જ ના શકે! અમારો પ્રધાન સાધુ છે તો અમને શું તકલીફ હોવાની? પહેલાના કુંભમાં અને અત્યારેના યોગી આદિત્યનાથના કુંભમાં રાત દિવસનો ફરક છે. જલ્દી સનાતન બોર્ડ બનશે તેન માટે પૂર્વે જ આપ સૌ લોકોને શુભેચ્છાઓ.’ આવી અનેક વાતો પર અર્પિત મહારાજે પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચો: Prayagraj: મહાકુંભમાં ધર્મસંસદ, તમામ આખાડા અને ધર્મગુરૂઓએ કરી સનાતન બોર્ડની માંગણી!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો