Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025: ગુજરાત ફર્સ્ટની વૃંદાવનથી આવેલ Anil Krishna Shastri સાથે સીધી વાત

Mahakumbh 2025: સંતો અને સાધુઓ સનાતનની નીવ મજબૂત કરવા માટે ભારતમાં સતાનત બોર્ડની માંગણી કરી રહ્યાં છે.
mahakumbh 2025  ગુજરાત ફર્સ્ટની વૃંદાવનથી આવેલ anil krishna shastri સાથે સીધી વાત
Advertisement
  1. વૃંદાવનથી આવેલા Anil Krishna Shastri સાથે ખાસ વાતચીત
  2. Anil Krishna Shastri એ સનાતન ધર્મને લઈને આ ખાસ વાત
  3. પ્રયાગરાજમાં ધર્મ સંસદમાં માત્ર એક જ માંગ સનાતન બોર્ડ

Mahakumbh 2025: મહાકુંભ એ સંતોમાં અનેક સંતો આવ્યાં છે, એવું લાગે છે કે અહીં સંતોનું સંગમ થયું છે. આ સાથે સાથે હવે આ સંતો અને સાધુઓ સનાતનની નીવ મજબૂત કરવા માટે ભારતમાં સતાનત બોર્ડની માંગણી કરી રહ્યાં છે. અનેક સંતો એવા મળ્યાં છે જેમણે આ બોર્ડને સહમતી પણ આપી દીધી છે. ત્યારે વૃંદાવનથી આવેલા Anil Krishna Shastri સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી. વાંચો આ અહેવાલ...

સંતોની આ વાત હવે આખા વિશ્વના લોકો સાંભળશેઃ Anil Krishna Shastri

Anil Krishna Shastriએ કહ્યું કે, સનાતન ધર્મની આ વાત, સમસ્ત સંતોની આ વાત હવે આખા વિશ્વના લોકો સાંભળશે છે. Anil Krishna Shastri એ સનાતન ધર્મ માટે આગળ ના આવતા નેતાઓને પણ સંભળાવી દીધું હતું કે, આ લોકો જ્યાં આગળ આવવાનું છે ત્યાં નથી આવતા અને જ્યાં જરૂર નથી ત્યાં આગળ આવી જાય છે. વધુમાં તમણે કહ્યું કે, ‘જે ધર્મ વિરોધી હતા એ લોકો પણ આ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે આવ્યાં છે. આ લોકોએ પ્રાયશ્ચિત કરવા માટે આવવું જ પડ્યું છે.’

Advertisement

આ પણ વાંચો: અખિલ ભારતીય શ્રીરામાનુજ વૈષ્ણવના મહામંત્રી Dr. Kaushelendraji સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

Advertisement

અમારે સનાતન બોર્ડ જોઈએઃ ધર્મ સંસદમાં સંતોની માંગ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, અહીં આવેલા દરેક સંતોની માત્ર એક જ માંગણી છે કે, અમારે સનાતન બોર્ડ જોઈએ. આ ધર્મ સંસદમાં પણ આ સનાતન બોર્ડનો પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું! પરંતુ સંતો હવે સનાતન બોર્ડને લઈને આકરા પાણીએ થયાં છે. આ ચોથી ધર્મ સંસદ છે અને તેમાં પહેલી અને પ્રમુખ વાત માત્રને માત્ર સનાતન બોર્ડની માંગણીની છે.

આ પણ વાંચો:  Mahakumbh 2025: મહાકુંભમાં આવેલા યોગી Arpit Maharaj સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×