Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025: અખિલ ભારતીય શ્રીરામાનુજ વૈષ્ણવના મહામંત્રી Dr. Kaushelendraji સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

Mahakumbh 2025: Dr. Kaushelendraji એ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે, મહાકુંભમાં મા ગંગાની કૃપાથી ઘણું બધુ થવાનું છે
mahakumbh 2025  અખિલ ભારતીય શ્રીરામાનુજ વૈષ્ણવના મહામંત્રી dr  kaushelendraji સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
Advertisement
  1. મહાકુંભમાં ગુજરાત ફર્સ્ટ પણ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ
  2. સનાતની સંતો હવે ભારતમાં સનાતન બોર્ડની માંગણી કરી
  3. મહાકુંભમાં મા ગંગાની કૃપાથી ઘણું બધુ થવાનું છેઃ સંત

Mahakumbh 2025: પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં સંતો આવેલા છે, આ મહાકુંભ એ સંતોનો મહાકુંભ છે. મહાકુંભમાં હવે એક મોટો નિર્ણય લેવાય તેવું લાગી રહ્યું છે. કારણે કે, સનાતની સંતો હવે ભારતમાં સનાતન બોર્ડની માંગણી કરવાના છે. એટલે તેના માટે મહાકુંભમાં ધર્મ સંસદ યોજાઈ જેમાં અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી. આ દરમિયાન ગુજરાત ફર્સ્ટ પણ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ કરી રહ્યું છે. ત્યારે અનેક સાધુ-સંતો સાથે સનાતન સંવાદ કર્યો છે. વાંચો આ અહેવાલ...

મહાકુંભમાં મા ગંગાની કૃપાથી ઘણું બધુ થવાનું છેઃ Dr. Kaushelendraji

Dr. Kaushelendraji એ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે, મહાકુંભમાં મા ગંગાની કૃપાથી ઘણું બધુ થવાનું છે જે બધાને ખબર પડી જ જવાની છે. જે પણ હિંદૂ છે, જે પણ સનાતની છે તે દરેક લોકોને અહીં આવું જ પડશે! અત્યારે તો માત્ર 40 કરોડની વાત છે આવતા કુંભમાં એક અરબ જેટલા લોકો અહીં સ્નાન કરવા માટે આવશે.’ સોશિયલ મીડિયા પર વાત કરતા કહ્યું કે, મહાકુંભ કોઈ દિશાથી નથી ભટકી રહ્યો બધું જ બરોબર ચાલી રહ્યું છે.’

Advertisement

આ પણ વાંચો: Mahakumbh: પ્રયાગરાજમાં સાધુ-સંતોની એક જ માંગ સનાતન બોર્ડ બનવું જ જોઈએ

Advertisement

મહાકુંભમાં આવેલા સંતોનું સનાતન બોર્ડને સમર્થન

નોંધનીય છે કે, મહાકુંભમાં અત્યારે અનેક સંતો આવ્યાં છે અને કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહીં આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન અનેક સંતો સાથે વાત કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહાકુંભમાં યોજાયેલ ધર્મ સંસદમાં આવેલા સંતો સનાતન બોર્ડને લઈને પોતાનું સમર્થન આપ્યું છે. એટલું જ નહીં પરંતુ સનાતન બોર્ડ અમલમાં આવશે જ! તેવી આશા પણ સંતોએ વ્યક્તિ કરી છે.

આ પણ વાંચો: Mahakumbh 2025: મહાકુંભમાં આવેલા યોગી Arpit Maharaj સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×