મહારાષ્ટ્રમાં પરપ્રાંતીય ડ્રાઈવરો અને AIMIM ના કોર્પોરેટર સહર શેખ માટે બેવડા માપદંડ!
. મહારાષ્ટ્ર સરકારના નવા નિયમ મુજબ અસ્ખલિત મરાઠી ન બોલી શકનાર પરપ્રાંતીય ડ્રાઈવરોની પરમિટ રદ્દ થઈ શકે છે
. AIMIM નેતા સહર શેખે જાહેરમાં જણાવ્યું કે તેમની મરાઠી નબળી છે, કોઈ ચોક્કસ ભાષા બોલવા મજબૂર કરી શકે નહીં
. શું બંધારણીય અધિકારો અને ભાષાના કાયદા માત્ર ગરીબ શ્રમિકો માટે જ છે, નેતાઓ માટે કેમ નહીં?
આનંદ શુક્લ (Anand Shukla) : મહારાષ્ટ્ર (Maharashtra) માં ભાષાને લઈને રાજનીતિ (Politics of language) ઘણી જૂની છે. દરેક રાજ્યમાં રહેતા લોકો ત્યાંની સ્થાનિક ભાષાથી પરિચિત થાય તે ઈચ્છનીય છે અને જરૂરી પણ છે. પરંતુ તેને સમય લાગી શકે છે અથવા અન્ય સંપર્ક ભાષાનો વિકલ્પ હોય તો આવા સંજોગોમાં સ્થાનિક ભાષા ન આવડે કે નબળી રહે તેવી પણ સ્થિતિ ઉભી થઈ શકે છે. પણ મહારાષ્ટ્રમાં જે રીતે પ્રાદેશિક પક્ષો દ્વારા ભાષાની રાજનીતિ કરીને પરપ્રાંતીય બિનમરાઠી ભાષી લોકો (Non Marathi Speaking Peaple) ને મારવા-કૂટવાની ઘટનાઓ બની છે, તે એક ગંભીર બાબત છે. ભારત (India) એક અખંડ અને એક દેશ છે.
આ દેશમાં દરેક નાગરિકને કોઈપણ હિસ્સામાં જવાની ભારતીય બંધારણ (Indian Constitution) દ્વારા મૂળભૂત અધિકારો (Fundamental Rights) તરીકેની મંજૂરી છે. ભારતનો દરેક નાગરિક દેશના કોઈપણ ખૂણે જઈને રોજીરોટી કમાઈ શકે છે અને આ પણ તેનો મૂળભૂત અધિકાર છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક મહિલા કોર્પોરેટરે જાહેરમાં કહ્યુ કે તેમની મરાઠી (Marathi) નબળી છે અને તેથી તેઓ હિંદી (Hindi) માં બોલશે. તેમને કોઈ ભાષા બોલવા પર મજબૂર કરી શકાય નહીં. તો મહારાષ્ટ્રમાં રહેતા બિનમરાઠીભાષી પરપ્રાંતીયોને આવી રીતે મજબૂર કરવા કેટલા યોગ્ય છે? તેમાં પણ ઑટો-ટેક્સી ડ્રાઈવરો (Auto-Taxi Drivers) ને નિશાન બનાવવા અને તેમને માટે મરાઠી ફરજિયાત કરવાની વાત નબળા પર બહાદૂરી દેખાડવા જેવી બાબત નથી?
Maharashtra માં પરપ્રાંતીય ડ્રાઈવરો માટે 1 મેથી નવો નિયમ
મહારાષ્ટ્રમાં આગામી પહેલી મેથી ઑટો અને ટેક્સી ડ્રાઈવરો માટે એ ફરજિયાત થઈ જશે કે તેઓ ધારાપ્રવાહમાં મરાઠી બોલે અને મરાઠી ભાષા વાંચી શકે. જે ડ્રાઈવર આમા નિષ્ફળ જશે, તેમને મહારાષ્ટ્રમાં ટેક્સી અને ઑટો ચલાવવા દેવામાં નહીં આવે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) કહ્યુ છે કે જે ડ્રાઈવવર વેરિફિકેશનમાં ફેલ જશે, તેમના લાયસન્સ અને પરમિટને રદ્દ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં 65થી 70 ટકા ટેક્સી-ઑટો ડ્રાઈવર અન્ય રાજ્યોના છે. મહારાષ્ટ્રમાં ભાષાના નામે એક અલગ પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે.
પરંતુ મુંબઈ (Mumbai) ના થાણે (Thane) માં મુંબ્રા (Mumbra) થી જીતીને કોર્પોરેટર બનેલા AIMIM ના નેતા સહર શેખે (Sahar Shaikh) નકલી જાતિ પ્રમાણપત્ર હોવાના આરોપ ફગાવતી પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં મરાઠી બોલવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો : શીખો ન હોત તો ઉત્તર ભારત Pakistan હોત? Dr. Ambedkar એ ઉજાગર કર્યું હતું મોટું સત્ય!
AIMIM ના કોર્પોરેટર Sahar Shaikh નું મરાઠી પણ નબળું છે
આ પ્રેસ કોન્ફરન્સ AIMIM ના કોર્પોરેટર સહર શેખે હિંદીમાં કરી અને જ્યારે તેમને મરાઠી બોલવા માટે કહ્યુ, તો સહર શેખે કહ્યુ કે મારી મરાઠી નબળી છે, કારણે હું થોડી ફેમસ છું. તેવામાં હું નથી ઈચ્છતી કે મરાઠી બોલવામાં કોઈ શબ્દમાં ગડબડ થાય. સહર શેખનું કહેવું હતું કે હું મરાઠી બોલવામાં સહજ નથી. મને ચાલતું નથી. તમને ચાલે છે. તમે મને કોઈપણ ભાષા બોલવા માટે મજબૂર કરી શકો નહીં.
AIMIM ના કોર્પોરેટર સહર શેખે એમ પણ કહ્યુ હતુ કે મરાઠી મહારાષ્ટ્રમાં સમ્માનિત ભાષા છે. હું તેની અસ્મિતાને ખરાબ કરવા માંગતી નથી. બાદમાં તેમણે કહ્યું કે તમે મને બળજબરીથી મરાઠી બોલવા માટે મજબૂર કરી શકો નહીં. આ આખા મામલે સોશયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે કે શું મહારાષ્ટ્રમાં મરાઠી બોલવા માત્ર નબળાં વર્ગના લોકોને મજબૂર કરવામાં આવે છે?
હવે ખુદ સહર શેખે જાતિ પ્રમાણપત્ર દર્શાવતા કહ્યુ કે તેઓ મને ગાઝિયાબાદની વતની ગણાવી રહ્યા છે, જ્યારે મારો અભ્યાસ થાણેમાં થયો છે.
Mumbra councillor Sahar Shaikh refused to speak in Marathi.
And it’s fine, no one should be forced to speak a language they can't.
But will MNS confront and threaten her? They surely wud have if it were some poor migrant instead. All that bravado is reserved for the powerless? pic.twitter.com/4k0omm77Ok
— THE SKIN DOCTOR (@theskindoctor13) April 21, 2026
આ પણ વાંચો : BJP Win Mumbai: મુંબઈને પહેલીવાર મળશે BJPના મેયર, ઠાકરેબંધુઓના ગઢમાં ખીલ્યું કમળ
કેટલાક વિચારણીય સવાલોનો કોણ આપશે જવાબ?
હવે સવાલ એ છે કે પરપ્રાંતીય ડ્રાઈવર જો પહેલી મે પછી ધારાપ્રવાહમાં મરાઠી (Marathi) બોલી નહીં શકે કે વાંચી નહીં શકે તો તેમના લાયસન્સ અને પરમિટ રદ્દ થશે. પરંતુ જે કોર્પોરેટર થાણેના મુંબ્રાના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તે પોતે કહે છે કે તેમની મરાઠી નબળી છે અને કોઈ તેમને કોઈ ચોક્કસ ભાષા બોલવા માટે મજબૂર કરી શકે નહીં. તો જે ડ્રાઈવર્સ આખા દેશમાં કોઈપણ ઠેકાણે રોજીરોટી કમાવવા માટે ભારતીય બંધારણ હેઠળ મૂળભૂત હક ધરાવે છે. તેમને ભાષાના નામે કેવી રીતે આનાથી વંચિત કરી શકાય?
શું નબળું મરાઠી ધરાવતા AIMIM ના કોર્પોરેટર સહર શેખને લઈને મહારાષ્ટ્ર સરકાર કોઈ કાર્યવાહી કરશે કે આવી કાયદાકીય બાધ્યતા માત્ર નબળી આર્થિક પરિસ્થિતિ સામે લડીને રોજીરોટી કમાતા ઑટો અને ટેક્સી ડ્રાઈવરો સુધી જ મર્યાદીત રહેશે?
શું મહારાષ્ટ્રમાં એવો કોઈ કાયદો છે કે જે જનપ્રતિનિધિ ધારાપ્રવાહમાં મરાઠી બોલી શકે નહીં તેમને જનપ્રતિનિધિ બનતા અટકાવી શકાય? શું આ ભાષાના રાજકારણમાં બેવડા માપદંડો નથી?
આ પણ વાંચો : BMC Election માં શિવસેના (UBT)ની દુર્ગતિના અસલી વિલન રાજ ઠાકરે?


