4 મે ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ હશે, BJP - Congress ની રાજનીતિ બદલાશે
. ભાજપ ૪ મે પછી નવી યુવા ટીમ અને મહિલાઓના વધુ પ્રતિનિધિત્વ સાથે સંગઠનાત્મક પુનર્ગઠન કરશે
. ૨૦૨૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ મલ્લિકાર્જૂન ખડગેના સ્થાને કોઈ યુવા ચહેરાને કમાન્ડ સોંપી શકે છે.
. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં એક્ઝિટ પોલ જો સાચા પડે તો શક્તિશાળી પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ પર જોખમ ઊભું થઈ શકે છે
આનંદ શુક્લ (Anand Shukla) : 2014નું વર્ષ એક એવું વર્ષ હતું કે જ્યારે 1989-90 પછી કોઈ એક રાજકીય પક્ષ (ભાજપ) ને લોકસભામાં સ્પષ્ટ બહુમતી (Absolute Majority) મળી હતી. 2014ના વર્ષમાં જ ભારતના જનમતે એક સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યો હતો કે દેશ તેની ઓળખ (Identity) સાથે આગળ વધશે, પરંપરા-સંસ્કૃતિને પ્રાધાન્ય (Priority) આપશે.
ભારતની સ્વતંત્રતાથી દેશમાં એક અલગ પ્રકારની રાજનીતિ (Politics) ચાલી. દેશમાં માત્ર બહુમતી હિંદુઓની ઓળખને દબાવી દેવામાં આવી. પણ લઘુમતી અધિકારો (Minority Rights) ના નામે દેશમાં માત્ર મુસ્લિમોને જ લઘુમતી તરીકે આગળ રાખીને વોટબેંકનું પોલિટિક્સ (Vote-bank Politics) કરીને ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ, પારસી, યહૂદી જેવી લઘુમતીઓને પાછળ ધકેલી દેવામાં આવી.
આ પણ વાંચો : હિંદુત્વના ગઢ ગુજરાતમાં BJP નો નવો પ્રયોગ: સફળતા મળશે તો દેશની રાજનીતિ બદલાઈ જશે!
2014થી ભારતના રાજકારણમાં પરિવર્તનની ઋતુનો પ્રારંભ
2014 પછી દેશમાં કદાચ પહેલીવાર હશે કે લઘુમતી કલ્યાણ મંત્રાલયમાં કોઈ બિનમુસ્લિમ વ્યક્તિ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હશે. 2014થી લઈને 2019 વચ્ચેની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ એકંદરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ઘણી મોટી સફળતાઓ મળતી રહી. 2019ની લોકસભાની ચૂંટણી (General Elections) પણ ભાજપે 2014 કરતા વધુ બેઠકો એટલે કે 300 પાર બેઠકો જીતી હતી.
2019થી 2024ની વચ્ચેના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 (Article 370) બિનઅસરકારક કરાઈ અને અયોધ્યામાં પવિત્ર રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભવ્ય રામમંદિર (Ram Temple) નિર્માણ થયું અને તેની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન આરજેડી, સમાજવાદી પાર્ટી, બીએસપી, શિવસેના-યુબીટી જેવી પ્રાદેશિક પાર્ટીઓ પણ કોંગ્રેસની જેમ પ્રભાવહીન થવા લાગી હતી.
ઈશાન ભારતના મોટાભાગના રાજ્યોમાં ભાજપ કે ભાજપ સમર્થિત સરકારો સત્તામાં આવી. છેક ડાબેરીઓના ગઢ ત્રિપુરામાં પણ ભાજપે સત્તાને મજબૂત કરી દીધી હતી. પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ, તમિલનાડુમાં એમ. કે. સ્ટાલિનના નેતૃત્વવાળી ડીએમકે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી અને ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજૂ જનતાદળ ભાજપ માટે મોટા રાજકીય પડકારો હતા.
આ તમામ ઘટનાક્રમો વચ્ચે 2024માં દિલ્હીમાં ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને સત્તા પ્રાપ્ત કરી. 2024માં જ ઓડિશાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીના નવીન પટનાયકને હરાવીને રાજ્યમાં સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. જો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નહીં, પણ એનડીએ (NDA) ની સરકારની સત્તા સતત ત્રીજી ટર્મ યથાવત રહી હતી.
આ પણ વાંચો : West Bengal Assembly Election: બંગાળની ચૂંટણીમાં ભાજપને કેમ દેખાઈ રહ્યો છે મોકો?
4 મેથી ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં થશે મોટા ફેરફારો
હવે તાજેતરમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ એમ ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ છે. એક્ઝિટ પોલ્સમાં આસામમાં ભાજપ, પશ્ચિમ બંગાળમાં મોટાભાગે ભાજપની જીતની પ્રબળ શક્યતાઓ, કેરળમાં કૉંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન અને તમિલનાડુમાં ડીએમકેને સત્તા મળતી દર્શાવવામાં આવી છે. જો આ એક્ઝિટ પોલ્સ સાચા પડે, તો પશ્ચિમ બંગાળમાં ટીએમસીનો રાજકીય કિલ્લો ધ્વસ્ત થાય અને તેની સાથે દેશના વધુ એક શક્તિશાળી પ્રાદેશિક પક્ષ રાજકીય રીતે ક્ષીણતા તરફ ધકેલાઈ જશે. ત્રિપુરા-પશ્ચિમ બંગાળમાં લેફ્ટ મોરચો સદંતર સાફ થઈ ચુક્યો છે.
#WATCH | Delhi: On West Bengal Assembly Election Exit Polls, BJP National Spokesperson Pradeep Bhandari says, "... When results are declared on 4 May, two things will be clear: Prime Minister Narendra Modi’s vision of a developed India 2047 will gain strength, with the BJP… pic.twitter.com/NmWKiKw2ym
— ANI (@ANI) April 30, 2026
ત્યારે આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ 4 મેથી દેશમાં સત્તાપક્ષ ભાજપ-એનડીએ મોરચો અને વિપક્ષ કૉંગ્રેસ-INDIA ગઠબંધનની રાજનીતિમાં ધરમૂળથી ફેરફારો થવાના છે. આ ચૂંટણી પરિણામો બાદ દેશના બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસમાં ખૂબ ઝડપથી મોટા પરિવર્તનો જોવા મળશે.
#WATCH | Chennai: On Exit polls, MDMK founder Vaiko says, "Exit polls don't go the same line. Four exit polls say DMK will form the government, and one exit poll's opinion is in favour of AIADMK to form the government. Another opinion poll says Vijay's TVK will come to power...… pic.twitter.com/NgusHGM1qC
— ANI (@ANI) May 1, 2026
આ પણ વાંચો : તમામ ભારતીયોમાં 'મહાદેવનું DNA', જામિયાના VC મઝહર આસિફના નિવેદનથી વિવાદ!
BJP માં નવી યુવા ટીમની ઘોષણાનું કાઉન્ટડાઉન
જો કે થોડા મહીનાઓ પહેલા જ ભાજપે 46 વર્ષીય નીતિન નબીન (Nitin Nabin) ને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને પરિવર્તનનો પ્રારંબ કરી જ દીધો છે. પણ 4 મે પછી આ પરિવર્તન સંગઠનના માળખા અને સરકાર સુધી પહોંચવા લાગશે. ચૂંટણી પરિણામો બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન નવી ટીમના ગઠન માટે ઉચ્ચસ્તરીય બેઠકોનો તબક્કો શરૂ કરશે.
ભાજપના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષે સંસદીય બોર્ડ, ઉમેદવારોની પસંદગી કરનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની સાથે રાષ્ટ્રીય પદાધિકારીઓ અને મોરચાના પુનર્ગઠનને પણ ઝડપી બનાવવાના છે. આ નવી ટીમમાં યુવા અને અનુભવી નેતાઓનું સંતુલન બનાવવાની સાથે મહિલાઓને પણ વધારેમાં વધારે સ્થાન આપવામાં આવશે, કારણ કે મહિલાઓને 33 ટકા અનામતનો મુદ્દો ભાજપ આગામી સમયમાં આગળ વધારશે, ત્યારે તઓ ખુદ તેના પર અમલ કરી રહ્યા છે, તેવું દર્શાવવું પણ અને લોકોને તેવું લાગવું જરૂરી છે. 4 મેના ચૂંટણી પરિણામો આવ્યાના 15થી 25 દિવસમાં નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની ઘોષણાની સંભાવના છે. તેના પછી ભાજપના રાષ્ટ્રીય મુખ્યાયલનું સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જવાનું છે.
આ પણ વાંચો : બંગાળમાં એક્ઝિટ પૉલ પર કેમ 'ફૂલસ્ટોપ'? AxisMyIndia ના પ્રદીપ ગુપ્તાએ જાહેર કર્યું ચોંકાવનારું કારણ!
Congress માં રાષ્ટ્રીય અધ્યક્ષ બદલાશે?
પીએમ મોદી (PM Modi) અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) ની જોડીએ 46 વર્ષીય નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) સામે દુવિધા ઉભી કરી દીધી છે. મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge) 85 વર્ષે પહોંચી ગયા છે અને તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પરંતુ 2029ની લોકસભાની ચૂંટણી (Loksabha Election) માં કોંગ્રેસને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો મુકાબલો કરવા સક્ષમ યુવા નેતાની રાજકીય મજબૂરી વશ આવશ્યકતા પડવાની છે.
રાહુલ ગાંધી હજીપણ એ વાત પર અડગ દેખાય છે કે ગાંધી પરિવારના કોઈપણ સદસ્ય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નહીં બને. પણ કૉંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) ને આગળ કરવા માટે એક જૂથ સક્રિય છે. જો પ્રિયંકા ગાંધી વાડ્રા આના માટે સંમત નહીં થાય તો તેવા સજોગોમાં બંનેના માનીતા નેતા સચિન પાયલટ (Sachin Pilot) કોંગ્રેસના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની પ્રબળ સંભાવના ધરાવે છે. જો કે આમા રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સચિન પાયલટના રાજકીય પ્રતિદ્વંદ્ધી અશોક ગહલોત (Ashok Gehlot) કોંગ્રેસના વૃદ્ધ નેતાઓ સાથે મળીને કોઈ ખેલ કરી દેશે તો સચિન પાયલટનું પત્તું કપાઈ પણ શકે છે.
આ પણ વાંચો : કર્ણાટકના 'CM' જંગ પર ખડગેનું ફૂલસ્ટોપ! સિદ્ધારમૈયા રહેશે કે ડી.કે. શિવકુમાર? જાણો હાઈકમાન્ડનો નિર્ણય
ખડગેને કર્ણાટકના CM તરીકે મોકલવામાં આવશે?
કૉંગ્રેસની અંદર પણ ગણગણાટ છે કે પાર્ટી પોતાના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ભલે જૈફવયના હોય, પણ તેમને કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah) અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર (D.K.Shivkumar) વચ્ચે ચાલી રહેલી જૂથબંધી પર લગામ કસવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કૉંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી મોકલે તેવી પણ સંભાવના છે. આમ થાય તો કૉંગ્રેસ નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને વિચાર કરશે. આવા સંજોગોમાં કોંગ્રેસના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બને છે, તો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પણ યુવા નેતા જ હશે અને તેના પછી કોંગ્રેસના મુખ્યમથકમાં નવા ચહેરાઓની પણ ભરમાર થશે. જો કે કૉંગ્રેસમાં બની શકે કે આવા પરિવર્તનની ઝડપ ભાજપની સરખામણીએ ખાસી ધીમી રહી શકે છે.
આ પણ વાંચો : BJP ના વોટ વધે છે તો પ્રાદેશિક પક્ષોનું બેન્ડ વાગે છે! કેજરીવાલ-પટનાયક પછી મમતાનો વારો?


