મોબાઈલ નંબર Blacklist માં નાંખ્યો તો પૂર્વ મંગેતરે યુવકને ચપ્પાના ઉપરાછાપરી ઘા માર્યા
Blacklist : અમદાવાદના છેવાડે આવેલા શેલા (Ahmedabad Shela) વિસ્તારમાં મોપેડ પર જઈ રહેલા યુવકની હત્યાનો પ્રયાસ થયો છે. યુવકના મોપેડને કારથી ટક્કર મારી પાડી દીધા બાદ ચપ્પા વડે ઉપરાછાપરી ત્રણ ઘા મારીને ફરાર થઈ ગયેલી મહિલાને બોપલ પોલીસ (Bopal Police) શોધી રહી છે. મોબાઈલ નંબર Blacklist કર્યો હોવાથી પૂર્વ મંગેતરે (Ex-fiance) યુવકની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક કારણ બોપલ પોલીસે લીધેલી FIR માં સામે આવ્યું છે.
યુવકે શું નોંધાવી છે પોલીસ ફરિયાદ ?
મૂળ મહેસાણા જિલ્લા (Mahesana District) ના વતની અને હાલ અમદાવાદ શેલા આકાશ રેસીડેન્સી ખાતે રહેતા જયકુમાર દિનેશભાઈ પટેલે (ઉ.30) બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station)માં ફરિયાદ નોંધાવી છે. જયકુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, 13 વર્ષ અગાઉ તેમની તથા તેમના બહેનની સગાઈ સામસાટામાં થઈ હતી. જયકુમારની રિન્કુ પટેલ અને જયકુમારના મોટા બહેનની સગાઈ રિન્કુના ભાઈ ભાવેશ સાથે થઈ હતી. મનમેળ નહીં રહેતા બે મહિનામાં જ બંને ભાઈ બહેનની સગાઈ તોડી નાંખવામાં આવી હતી. ત્યારબાદ રિન્કુના લગ્ન મહેસાણા જિલ્લાના યુવક સંદીપ સાથે થયા હતા. જયકુમાર પટેલના લગ્ન વર્ષ 2016માં મોનિકા પટેલ સાથે થયા હતા. ગત દિવાળીના થોડા સમય અગાઉ રિન્કુ પટેલે જયને ફોન કરી પરિવારના હાલચાલ પૂછ્યા હતા અને કહ્યું કે, "તે સગાઈ તોડી નાંખી પણ જો મારા લગ્ન તારી સાથે થયા હોતા તો સારું હતું". ત્યારબાદ રિન્કુ પટેલે અવારનવાર ફોન કરવા લાગી અને વાત કરવા દબાણ કરતી હતી. રિન્કુ પટેલનો સ્વભાવ ઉગ્ર હોવાથી તેને ફોન કરવાની જય પટેલે ના પાડી હતી. જય પટેલ રિન્કુ પટેલનો મોબાઈલ નંબર Blacklist માં નાંખી દેતા તો રિન્કુ અન્ય મોબાઈલ નંબરથી ફોન કરતી હતી. એકાદ સપ્તાહ અગાઉ રિન્કુએ જય પટેલને ફોન કરીને મારા પતિને આપણે બંને વાતચીત કરીએ છીએ તેની ખબર પડી ગઈ હોય તેવું લાગે છે તેમ જણાવ્યું હતું. જેથી જય પટેલે રિન્કુ પાસે તેના સાસુ, પતિ અને મમ્મીનો નંબર વાતચીત કરવા માગ્યો હતો, પરંતુ રિન્કુએ આપ્યો ન હતો. ગત 25 ફેબ્રુઆરીના રોજ જય પટેલ ભાટ ખાતેની સાઈટ પરથી ઘરે પરત ફરતા હતા તે સમયે તેમના મોપેડને એક વાહને જોરથી ટક્કર મારતા રોડ પર પટકાયા હતા. દરમિયાનમાં એક કારમાંથી રિન્કુ પટેલ ચપ્પા સાથે નીચે ઉતરીને મારી નજીક આવી હતી. તું મારી સાથે વાત કેમ નથી કરતો અને મારા મોબાઈલ નંબરો Blacklist માં કેમ નાંખી દે છે તેમ કહીને પેટમાં ચપ્પાનો ઘા માર્યો હતો. ચપ્પાનો ઘા વાગતા જય પટેલ ભાગવા જતાં રિન્કુએ તેમની પીઠમાં તેમજ ડાબા હાથના બાવડા પર ચપ્પાના ઘા માર્યા હતા. એક એક્ટિવા ચાલક મળી જતા તેમની પાછળ જય પટેલ બેસી જતા રિન્કુ પટેલ પણ દોડીને કારમાં બેસીને ફરાર થઈ ગઈ હતી. મદદ કરનાર એક્ટિવા ચાલકે 108 માં કોલ કરતા જય પટેલને સારવાર અર્થે નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
આ પણ વાંચો -‘દાનનો અનેરો મહિમા’ વાળીનાથ મંદિરમાં પરિવારે કર્યુ દીકરાનું દાન, મહંત જયરામગીરી બાપુએ વ્યક્ત કર્યો રાજીપો
ફરાર યુવતીની શોધખોળ શરૂ
જય પટેલની હૉસ્પિટલમાં સારવાર બાદ બોપલ પોલીસે રિન્કુ પટેલ સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ આરંભી છે. રિન્કુ પટેલ હાલ ફરાર છે. પોલીસ તેના મોબાઈલ નંબર અને તેના સરનામાઓના આધારે રિન્કુને ઝડપી લેવા પ્રયત્નશીલ બની છે. સાથે જ Bopal Police ઘટના સ્થળ અને આસપાસના CCTV કેમેરાના ફૂટેજ મેળવી રહી છે. રિન્કુ પટેલ કોની કારમાં આવી હતી અને તેની સાથે અન્ય કોઈ શખ્સ સામેલ હતો કે કેમ તેની પણ પોલીસ કરી રહી છે.