Love Jihad કે The Kerala Story-2 સામેનો પ્રોપેગેન્ડા? મોનાલિસા-ફરમાનના લગ્નથી ઉઠયા સવાલ
કુંભમેળાની કિશોરીથી લઈને અભિનેત્રી બન્યા બાદ મોનાલિસાએ પરિવારની મરજી વિરુદ્ધ આંતરધર્મીય લગ્ન કર્યા
. કેરળના મંદિરમાં થયેલા આ લગ્નમાં CPM ના નેતાઓની હાજરી અને 'Real Kerala Story' ના ટેગથી વિવાદ
. સો. મીડિયા પર મોનાલિસાના પિતા અને પતિનો સાથે લંચ કરતો વીડિયો જોઈ લોકો આને પબ્લિસિટી સ્ટંટ માની રહ્યા છે
આનંદ શુક્લ: The kerala Story અને The Kerala Story-2 દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ઉઠેલા લવ જેહાદના મુદ્દાને લઈને બનાવવામાં આવી છે. 2023માં The kerala Story અને હવે તેની સિક્વલ ફિલ્મ The kerala Story-2 પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મમાં હિંદુ ( Hindu) યુવતીઓના મુસ્લિમ (Muslim) પ્રેમીઓના પ્રપંચમાં ફસાઈને મુસ્લિમ બન્યા પછી તેમના પર થયેલા અત્યાચારોનું એક કથાનક આ બંને ફિલ્મોની કથાનો કેન્દ્રીય ભાગ છે. The kerala Story-2 જ્યારે થિયેટરોમાં પ્રદર્શિત થઈ છે, ત્યારે તેને મળેલા પ્રતિસાદ પર કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટીપ્પણી કરી હતી કે આ ફિલ્મ કોઈ જોવા જઈ રહ્યું નથી. હવે કેરળમાં એક મંદિરમાં થયેલા લગ્ન પણ આ ફિલ્મની પૃષ્ઠભૂમિમાં ચર્ચામાં છે.
Monalisa એ મુસ્લિમ બૉયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા
2025માં કુંભમેળા (Kumbh Mela) માં ભૂરી-આસામાની આંખોવાળી એક રુદ્રાક્ષ (Rudraksha) વેચતી કિશોરી તમને યાદ હશે, તેને ત્યારે રુદ્રાક્ષ ગર્લ (Rudraksha Girl) તરીકે ઓળખવામાં આવતી હતી. આ કિશોરીનું નામ મોનાલિસા (Monalisa) છે. મોનાલિસા ભોંસલે નામની આ કિશોરી રુદ્રાક્ષ ગર્લ (Rudraksha Girl) તરીકે વાઈરલ થયા બાદ તેને બોલીવુડમાં ફિલ્મની ઓફર પણ મળી. તેનો કાયાકલ્પ થઈ પણ થઈ ગયો.
આ મોનાલિસાએ 6 માસના પ્રેમ સંબંધ બાદ પોતાના પ્રેમી ઉત્તર પ્રદેશના બાગપત (Bagpat) ના ફરમાન ખાન (Farman Khan) સાથે પોતાના પરિવારની મરજી વિરુદ્ધ પહેલા કોર્ટ મેરેજ અને પછી કેરળના પાટનગર તિરુવનંતપુરમ (Thiruvananthapuram ) ના અરુમાનુર મંદિર (Arumanoor Temple) માં લગ્ન કર્યા છે. મોનાલિસાના પતિ ફરમાન ખાનના માથા પર તિલક દેખાય છે અને તે મંદિરની સીડીઓને ઝુકીને પ્રણામ કરીને મંદિરમાં પ્રવેશે છે. મંદિરમાં હિંદુ વિધિથી બંનેના લગ્ન થાય છે. આ લગ્ન સમારંભ પોલીસ પ્રોટેક્શનમાં કરવામાં આવ્યો.
મોનાલિસા તાજેતરમાં પી. બિનુ વર્ગીઝ (P Binu Varghese) દ્વારા નિર્દેશિત મલયાલમ ફિલ્મ નાગમ્મા (Nagamma) ના શૂટિંગ માટે પુવાર (Poovar) માં છે. ત્યારે મોનાલિસાના પરિવારને તેના ફરમાન ખાન સાથેના લગ્નના સમાચાર મળતા તેમને આઘાત લાગ્યો હતો.
અહીં સવાલ એ છે કે જ્યાં The kerala Story અને The kerala Story-2 ફિલ્મોના કથાનકની પૃષ્ઠભૂમિ છે, તેવા કેરળની જ પસંદગી મોનાલિસા-ફરમાન ખાને લગ્ન માટે શા માટે પસંદ કરી હશે? શું આની પાછળ આ બંને ફિલ્મોના કથાનકને પડકારવાની કળા કોઈ પ્રોપગેન્ડા માસ્ટરે બંનેના પ્રેમપ્રસંગના આધારે તો કરી નથી ને?
#WATCH | Thiruvananthapuram, Kerala: Monalisa Bhosle, the viral 'Rudraksha Girl' of the 2025 Maha Kumbh Mela, has married her boyfriend Furman Khan
Furman Khan says, "This is not love jihad. Both of us follow our own religions, but we also respect all religions. We are both… pic.twitter.com/GrQyafT9J5
— ANI (@ANI) March 12, 2026
આ પણ વાંચો: MonaLisa's age: મોનાલિસાની ઉંમર કેટલી? 17 કે 18? તેના પિતા સામે FIR,તે સગીર સાબિત થાય તો વધી શકે છે મુશ્કેલી
This is “real Kerala Story”!
આ સિવાય સોશયલ મીડિયા પર વહેતી થયેલી એક તસવીર પણ ઘણું બધું કહી જાય છે. જેમાં મોનાલિસા અને ફરમાનખાનના કોર્ટમાં મેરેજ રજિસ્ટર થયા બાદ કોઈ નેતા બંનેને - This is “real Kerala Story” અને સીપીઆઈએમ લખેલી બંનેના ફોટોગ્રાફ સાથેની એક ફોટોફ્રેમ ભેંટ કરે છે. શું આ લવજેહાદના મુદ્દાને ઉઠાવતી ઉપરોક્ત બંને ફિલ્મોને પડકારવાની કોઈ વળતી વ્યૂહરચનાનો ભાગ તો નથી ને? કે આ બંનેના લગ્નનો આમા ઉપયોગ કરાય રહ્યો છે?
કુંભમેળામાં વાઈરલ રુદ્રાક્ષ ગર્લ 2025માં લગ્ન પોતાના માતાપિતાની મરજીથી જ કરવાની વાત દ્રઢતાપૂર્વક જણાવી રહી હતી. પરંતુ 2026માં જ્યારે મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે, તો તે કહી રહી છે કે તેના પિતા તેને તેના ફોઈનાછોકરા સાથે લગ્ન કરાવવા માટે દબાણ કરતા હતા અને તે તો તેનો ભાઈ થાય. તે યુવક તેને પસંદ પણ ન હતો.
જો કે મોનાલિસાએ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા છે અને મોટાભાગના મુસ્લિમ પરિવારોમાં કઝીન મેરેજને ધાર્મિક મંજૂરી હોય છે, શું આ તથ્યથી મોનાલિસા અજાણ હશે?
આ પણ વાંચો: Monalisa Wedding : ડાયરેક્ટર સનોજ મિશ્રાને ધમકી મળતા મામલો ગરમાયો
Monalisa ની પ્રતિક્રિયા
મોનાલિસા (Monalisa ) જે બોલી રહી છે, તે લાગે છે કે તેને કાયદાકીય તૈયારીઓ પણ સારી એવી કરાવવામાં આવી હશે. મોનાલિસાએ લગ્ન બાદ કહ્યું છે કે મેં હિંદુ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ લવજેહાદ નથી. હું તમામ ધર્મોનો આદર કરું છું અને તમામ ધર્મોને એકસરખા માનું છું. આ બંનેના લગ્ન વખતે સીપીએમના નેતા એ. એ. રહીમ અને તેમની સાથે બીજા કેટલાક નેતાઓ પણ હાજર રહ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે.
મોનાલિસાના માતાપિતા આ લગ્નથી નાખુશ છે અને પરિવારના લોકો મોનાલિસાને બ્રેનવોશ કરીને ફસાવ્યાનો આરોપ પણ લગાવી રહ્યા છે. કહેવામાં આવે છે કે ફરમાન ખાન અને મોનાલિસા વચ્ચે ફેસબુકના માધ્યમથી સંપર્ક થયો હતો અને 6 માસના પ્રેમ સંબંધ બાદ મોનાલિસાના કહેવાથી બંનેએ લગ્ન કર્યા છે.
Monalisa, The viral Kumbha Girl
Before Getting famous:
I will marry as per my parents wishAfter getting famous:
Got married to Farman Khan against the wish of parents 🤡I fail to understand, despite so many bad examples, girls are getting trapped in love Jehad? When will… pic.twitter.com/7jYxh6KzBm
— Chota Don (@choga_don) March 11, 2026
ડાયરેક્ટર સનોજ મિશ્રાએ ગણાવી Love Jihad
મોનાલિસાને ફિલ્મોમાં તક આપનારા નિર્દેશક અને સ્ક્રિપ્ટ રાઈટર સનોજ મિશ્રા (Sanoj Mishra) એ સોશયલ મીડિયા પર પોતાની લાંબી લચક પોસ્ટમાં મોનલિસાના આ પગલાને વિદ્રોહ નહીં, પણ લવજેહાદ ગણાવી છે. સનોજ મિશ્રાએ સોશયલ મીડિયા પર દાવો ક્રયો છે કે તેમને "સિર તન સે જુદા" કરવાની ધમકીઓ મળી રહી છે.
ફરમાન ખાનના પિતા પણ તેમના પુત્રના હિંદુ યુવતી સાથેના લગ્નથી નારાજ છે અને તેમને ઘરમાં નહીં આવવા દેવાની વાત કરી રહ્યા છે. પણ ગંભીર સવાલો એ ઉઠી રહ્યા છે કે આગામી સમયમાં મોનાલિસા હિંદુ ધર્મને અનુસરી શકશે? સોશયલ મીડિયા પર પણ આવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.
જો કે આ મામલામાં મોનાલિસાના પિતા જયસિંહ ભોંસલે (Jaysingh Bhosale) નો ફરમાન સાથેનો એક વીડિયો સોશયલ મીડિયામાં સામે આવ્યો છે. આ વીડિયો ખુદ જયસિંહે પોસ્ટ કર્યો છે અને તેમાં જયસિંહ મોનાલિસાના પતિ ફરમાનની સાથે લંચ કરતા દેખાઈ રહ્યા છે. આ વિવાદ બાદ આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો કોમેન્ટમાં આને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે.
વીડિયોના કોમેન્ટ સેક્શનમાં યૂઝર્સ મોનાલિસાના પિતા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે મને તો પિતા પણ મળેલો દેખાય છે. તો એક યૂઝરે લખ્યું છે કે પૈસાની ચમકની આગળ કંઈપણ દેખાઈ રહ્યું નથી.
આ પણ વાંચો: VIDEO : મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે Monalisa એ કર્યા લગ્ન, મંદિરમાં લીધા આશિર્વાદ
પણ આવું શક્ય બની શકે?
જો મોનાલિસા અને ફરમાન ખાના લગ્ન કોઈ પબ્લિસિટી સ્ટંટ કે લવ જેહાદ ન હોય તો શું મોનાલિસાનું ધર્માંતરણ નહીં થાય તેવી કોઈ ખાતરી છે?
શું પ્રેમ ખાતર મોનાલિસાને સ્થાને આગામી સમયમાં આવી સ્થિતિ પેદા થાય તો ફરમાન ખાન હિંદુ બની શકે છે?
શું બંનેના બાળકો થાય તો તેમના નામ મુસ્લિમના સ્થાને હિંદુ નામ હોઈ શકે?
શું અન્ય આવા આંતરધર્મીય લગ્નોમાં હિંદુ યુવતીઓ થોડા સમયગાળા બાદ અત્યાચારના આરોપ લગાવે છે, તેવી સ્થિતિ મોનાલિસાની નહીં થાય ને?
આ પણ વાંચો: Monalisa Viral Girl Marriage : લગ્ન કર્યા બાદ શું મોનાલિસા ઈસ્લામ કબૂલશે? આપ્યો જવાબ


