ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Montu Namdar હત્યારા મોન્ટુ નામદારને મજાવાળી જેલ હવે છોડવી પડશે, અદાલતે આપ્યો આદેશ

Montu Namdar : ભાજપ કાર્યકર્તાની હત્યા, પેરોલ જમ્પ, પોલીસ જાપ્તામાંથી ફરાર અને આર્મ્સ એક્ટ/1.80 કરોડની રોકડના કેસમાં Montu Namdar ની ધરપકડે એક નવો ઇતિહાસ સર્જર્યો છે.
02:52 PM Apr 25, 2025 IST | Bankim Patel
Montu Namdar : ભાજપ કાર્યકર્તાની હત્યા, પેરોલ જમ્પ, પોલીસ જાપ્તામાંથી ફરાર અને આર્મ્સ એક્ટ/1.80 કરોડની રોકડના કેસમાં Montu Namdar ની ધરપકડે એક નવો ઇતિહાસ સર્જર્યો છે.
Montu_Namdar_Bilodara_Jail_Nadiad_District_Jail_Vadodara_Central_Jail_Gujarat_First

Montu Namdar : ભાજપ કાર્યકર્તાની હત્યા, પેરોલ જમ્પ, પોલીસ જાપ્તામાંથી ફરાર અને આર્મ્સ એક્ટ/1.80 કરોડની રોકડના કેસમાં Montu Namdar ની ધરપકડે એક નવો ઇતિહાસ સર્જર્યો છે. અમદાવાદના રાયપુર વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવી કરોડપતિ બનેલો મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર એક પછી એક ગુનાઓ આચરી રહ્યો છે. રૂપિયાના જોરે જેલમાં તેમજ પોલીસ જાપ્તાની હાજરીમાં Montu Namdar મજા કરતો હોવાના પુરાવા અનેક વખત સામે આવ્યાં છે. નડિયાદ-બિલોદરા જેલ (Bilodra Jail Nadiad) માં 27 મહિના મજા કર્યા બાદ હવે મોન્ટુ નામદારને વડોદરા મધ્યસ્થ જેલ (Vadodara Central Jail) માં જવું પડશે. શા માટે મોન્ટુ નામદારની જેલ ટ્રાન્સફર કરવામાં આવી ? વાંચો આ અહેવાલ...

જેલ ટ્રાન્સફર માટે અદાલતમાં બબ્બે અરજી

ગેમ્બલર Montu Namdar નડિયાદ-બિલોદરા જેલમાં મોબાઈલ ફોન સહિતની તમામ સુવિધાઓ અને શોખ ભોગવી રહ્યો હોવાની હત્યા કેસના ફરિયાદી મહિનાઓ અગાઉ રજૂઆત કરી ચૂક્યાં છે. અમદાવાદ સેશન્સ કોર્ટ (Ahmedabad Sessions Court) માં પણ ફરિયાદીએ મોન્ટુ નામદારની જેલ બદલવા અરજી કરી હતી. તાજેતરમાં જ નડિયાદ-બિલોદરા જેલના અધિક્ષક તરીકે પ્રશાંત ગોહેલની નિમણૂક થતાં તેમણે પણ અદાલતને Montu Namdar ની જેલ બદલી કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. અદાલતમાં એક જ રજૂઆતની બબ્બે અરજી થતાં જેલ સત્તાધીશોને સરકારી વકીલે અરજી પરત લેવડાવી હતી. એડિશનલ સેશન્સ જજ બી. બી. જાદવે (Bharat Bhaskarbhai Jadav Judge) અગાઉની અરજી સંદર્ભે જેલ સત્તાધીશો પાસે મોન્ટુ નામદારના મામલામાં અદાલતે રિપોર્ટ માગ્યો હતો. જો કે, અદાલતે લખેલો પત્ર તત્કાલિન જેલ સત્તાવાળાઓને મળ્યો નથી એટલ કે, ગુમ થઈ ગયો છે.

જેલ અધિક્ષકે શું કરી હતી અરજી ?

ગત 25 માર્ચના રોજ નડિયાદ-બિલોદરા જેલ અધિક્ષક પ્રશાંત ગોહેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં Montu Namdar ની જેલ શિસ્ત અને સલામતીના કારણોસર અન્ય જેલમાં બદલી કરવા અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે, Montu Namdar એ વર્ષ 2023માં પેરોલ જમ્પ કરી ફરાર થઈ જતાં પોલીસે તેને 94 દિવસ ઝડપી પાડ્યો હતો. જૂન-2024માં Montu Namdar પીએસઆઈ કક્ષાના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો અને 30 દિવસ બાદ ઝડપાયો હતો. આ મામલે અસલાલી પોલીસ સ્ટેશન (Aslali Police Station) માં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ગત 15 માર્ચના રોજ ખેડા એલસીબી (Kheda LCB) ની ટીમે બિલોદરા જેલમાં સર્ચ દરમિયાન મોન્ટુ નામદારને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સાથે ઝડપી ફોન કબજે લઈ પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. નડિયાદ જિલ્લા જેલ ખાતે અંદરના ભાગે વિવિધ બાંધકામ ચાલુ હોય અને મજૂરોની અવર-જવર રહેતી હોય છે. હાલ નડિયાદ જેલ ખાતે હાઈ સિક્યુરિટી સેલ ઉપલબ્ધ નહીં હોવાથી તેમજ ગાર્ડિંગ સ્ટાફ ઓછો હોવાથી ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીને અમદાવાદ સિવાય અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા અદાલતને વિનંતી કરી હતી.

અમદાવાદથી નડિયાદ અને હવે વડોદરા જેલ

BJP Worker Murder Case માં મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) વર્ષ 2022ની તારીખ 15 જૂનના રોજ ધરપકડ કરી હતી અને તપાસ બાદ જેલ હવાલે કરાયો હતો. સાબરમતી જેલ (Sabarmati Jail) માં રહેલો મોન્ટુ નામદાર અમદાવાદમાં ખતરો હોવાનું કારણ દર્શાવી પોતાને અનૂકુળ એવી નડિયાદ જિલ્લા જેલ (Nadiad District Jail) માં જાન્યુઆરી-2023માં ટ્રાન્સફર થઈ ગયો હતો. પેરોલ જમ્પ અને જાપ્તામાંથી ફરાર થવાના કારણે મોન્ટુ નામદાર કુખ્યાત કેદીઓની યાદીમાં આવી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, Montu Namdar એ ભાજપ કાર્યકર્તાના હત્યા કેસમાં જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના દ્વાર ખખડાવ્યા છે.

આ પણ વાંચો :   Montu Namdar : ભાજપ કાર્યકતાના હત્યારા મોન્ટુ નામદારની આર્મ્સ એક્ટમાં થઈ ધરપકડ

Tags :
Ahmedabad Crime BranchAhmedabad Sessions CourtAslali Police StationBankim PatelBharat Bhaskarbhai Jadav JudgeBilodra Jail NadiadBJP Worker Murder CaseGujarat FirstGujarat High CourtKheda LCBNadiad District JailSabarmati JailVadodara Central Jail
Next Article