Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Exclusive: ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું? જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે...

Exclusive: ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું? જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે..
exclusive  ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું  જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે
Advertisement
  1. યુવાનો નાની નાની વાતોમાં પણ આક્રોશમાં આવી જાય છે
  2. સોશિયલ મીડિયા પણ યુવાનોના સ્વભાવ માટે ખાસ જવાબદાર
  3. ઘરનું વાતાવરણ બાળકોના માનસ પર ખાસ અસર કરે છે

Gujarat First Exclusive: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેર જ્યારે ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા રાજ્યમાં બનતી ઘટનાઓનો એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ શહેરમાં પાંચ જેટલા હત્યાના કેસો સામે આવ્યા છે. જેને લઈને અમદાવાદ શહેરના લોકો પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આજના યુવાનોમાં આક્રોશ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. જાણે યુવાનોની અંદર સહનશીલતા ખૂટી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે નાની નાની વાતોમાં પણ આક્રોશમાં આવીને એકબીજા ઉપર મારામારી કરતા હોવાના કેસ પણ સામે આવે છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી સાથે ખાસ વાત (Exclusive Conversation ) કરવામાં આવી.  ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે યુવાનોમાં ધીરજ નામનો શબ્દ જોવા મળી રહ્યો નથી. નાની નાની વાતોમાં આક્રોશ કરી રહ્યા છે. જેને લઈને હત્યા કેસ વધુ જોવા મળી રહ્યા છે. તેની પાછળનું કારણ અનેક જવાબદારો છે.

Advertisement

આ પણ વાંચો: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, PM-JAY યોજનામાં આવતી 7 હોસ્પિટલને કરી સસ્પેન્ડ

યુવાન આક્રોશ આવવવાનું કારણ શું?

આજના આધુનિક સમયની અંદર મોબાઈલમાં ટેકનોલોજીના કારણે સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની રિલ્સ બનાવી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષણ માટે પણ અલગ અલગ પ્રકારની રિલ્સ બનાવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મોબાઇલની અંદર અલગ અલગ ક્રાઈમની વેબ સિરીઝ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જેવી સિરીઝ જોઈને આજનો યુવાન ક્રાઈમ તરફ વળ્યો છે. ક્રાઈમ સિરીઝ જોઈને યુવાન કઈ રીતે ક્રાઈમ કરી શકાય અને કેવી રીતે બચી શકાય તે માટે પણ પ્રેરાઈ રહ્યા છે. આ ઉપરાંત ઘરનું વાતાવરણ પણ જવાબદાર હોય છે. ઘરમાં બાળકોની સામે માતા-પિતા ઝઘડો કરતા હોય છે. ત્યારે પણ બાળક પોતાનો ગુસ્સો ઘરની બહાર પણ ઠાલવતો જોવા મળી આવે છે. આજના યુવાનોમાં ખૂબ મોટા પ્રમાણમાં નશો કરતા જોવા મળતા હોય છે. જે નશાની લતમાં પણ યુવાનો ક્રાઈમ તરફ વધુ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Vadodara : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે 2 પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી!

કેવી રીતે બાળકો આક્રોશ શાંત કરી શકાય?

બાળકોમાં આક્રોશ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે પરંતુ આ આક્રોશને કેવી રીતે શાંત કરી શકાય તે સૌથી મહત્વનો પ્રશ્ન ઊભો થયો છે. બાળકનો આક્રોશ શાંત કરવા માટે સૌથી મહત્વની બાબત બાળકોને સોશિયલ મીડિયામાં પોતાનું આદ્ય જમાવવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેની ઉપર અંકુશ મૂકવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત હાલના સમયમાં ક્રાઇમને લગતી ફિલ્મ અને વેબસરીઝ પણ દૂર રાખવું સાથે સાથે ઘરમાં વાતાવરણ પણ શાંત હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, ઘરના વાતાવરણને કારણે પણ બાળક જલ્દી આક્રોશમાં આવીને પોતાનો ગુસ્સો બહાર ઠાલવતો હોય છે. બાળકનું નાનપણમાં જ વધારે આકૃષ્ટમાં જોવા મળતો હોય તો તેને જલ્દી સાયકોલોજિસ્ટની મદદથી પણ તેનો આક્રોશ શાંત કરી શકાય છે.

અહેવાલઃ રાહુલ ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Surat : ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ, હત્યાનું કારણ ચોંકાવનારું!

Tags :
Advertisement

.

×