Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!
. આતંકી સંગઠનો હવે ડિજિટલ પ્રચાર અને સામાજિક સ્તરે છૂપા રહીને કામ કરતી આખી ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છે
. ડોક્ટર, એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ્સ જેવાની સ્વચ્છ છબીનો ઉપયોગ આતંકી લોજિસ્ટિક્સ અને ફંડિંગ માટે કરવામાં આવે છે
. સોશિયલ મીડિયા દ્વારા ભ્રામક માહિતી ફેલાવીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરોધી માહોલ ઊભો કરવામાં આવે છે
આનંદ શુક્લ (Anand Shukla) : જમ્મુ-કાશ્મીર (Jammu - Kashmir) ભારતની સ્વતંત્રતા સાથે ઉભો થયેલો કૂટનીતિક કોયડો હતો અને તેને બંધારણના અનુચ્છેદ-370 (Article-370) અને બાદમાં અનુચ્છેદ-35-એ (Article-35-A) લાગુ કરીને વધારે જટિલ બનાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આ બંને અનુચ્છેદો ભાગલાવાદ (Separatism) ના વાહક બન્યા અને ભાગલાવાદ અહીં આતંકવાદ (Terrorism) નું કારણ બન્યો.
પુલવામા એટેક (Pulwama Attack) પછી પરિવર્તન
પુલવામા (Pulwama) ખાતે 2019માં લોકસભાની ચૂંટણી પહેલા 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફ (CRPF) ના કાફલા પર થયેલો ભીષણ આતંકી હુમલો અને 44 જવાનોના બલિદાને દેશને ખળભળાવી દીધો હતો. ચૂંટણી રોકીને પાકિસ્તાન (Pakistan) ને ઠોકવાની માગણી સાથે એક અલગ જ માહોલ બની ગયો હતો. તેના પછી બાલાકોટ એરસ્ટ્રાઈક (Balakot AirStrike) થઈ અને તેમાં પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને ઘણાં મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડવામાં આવ્યું. પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish E Mohhamad) ના સરગના મસૂદ અઝહર (Masood Azhar) ના પરિવારને મોટું નુકશાન પણ થયું હોવાના મીડિયા અહેવાલ હતા.
તેના પછી ભારતમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election) યોજાઈ અને ફરી એકવાર મોદી સરકાર (Modi Government) વધુ મોટી બહુમતી સાથે સત્તામાં આવી. બીજી ટર્મમાં સત્તામાં આવ્યાના માત્ર 100 દિવસમાં જ એટલે કે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં તમામ સમસ્યાઓના મૂળ એવા અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એને બિનઅસરકારક કરીને તેના રાષ્ટ્રીય પ્રવાહમાં સમરસ થવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો.
આ પણ વાંચો: 'લફંગા-લવજેહાદીઓ' દ્વારા હિંદુ (Hindu) યુવતીઓ આટલી 'મૂર્ખ' શા માટે સાબિત થઈ રહી છે?
હાલ જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો લડાખ અને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા અલગ પ્રશાસનિક એકમોમાં તબ્દીલ કરવામાં આવ્યું છે. પથ્થરબાજો, સ્લીપર સેલ્સ અને આતંકવાદીઓની અપવાદરૂપ હરકતો હોવા છતાં જમ્મુ-કાશ્મીર એકંદરે શાંત છે.
પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં પોતાના આતંકના ખેલને એમ મૂકવા તૈયાર ન હતું અને તેથી પહેલગામ (Pahelgam) ખાતે ધર્મ પુછીને હિંદુ (Hindu) પ્રવાસીઓની હત્યાનો ખેલ પણ આતંકીઓએ ખેલ્યો. તેનો જવાબ ભારત સરકારે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) થી આપ્યો. આ એક યુદ્ધ જ છે અને આતંક સામેના યુદ્ધમાં પરસ્પર ક્ષતિ થતી રહેવાની છે અને તેના માટે ભારત તથા ભારતના લોકોએ તૈયાર રહેવાનું છે. આતંક સામે ડરી ગયા, તો સમજો હારી ગયા. આતંક સામે શૌર્ય જ જીત અપાવી શકે છે.
આ પણ વાંચો: હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!
ઈકોસિસ્ટમ વૉરફેર (EcoSystem Warfare)
ભારતના બદલાયેલા વલણને જોઈને હવે છેલ્લા 10 વર્ષથી એટલે કે અનુચ્છેદ-370ના હટાવ્યા પહેલાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ નવું સંઘર્ષ તંત્ર ઉભું કરવાનું શરૂ કર્યું છે. પહેલા આતંકીઓ મુખ્યત્વે સશસ્ત્ર દળો, નાગરિકો અને પ્રવાસીઓને નિશાન બનાવતા હતા. પરંતુ આતંકવાદને નવું સ્વરૂપ પણ ધારણ કર્યું છે. આ જે પરિવર્તન છે, તેમાં ડિજિટલ, વૈચારિક અને ભૌતિક સ્તરો પર ઘણાં પ્રકારના લોકો કામ કરી રહ્યા છે અને તેને ઈકોસિસ્ટમ વોરફેર તરીકે ઓળખવામાં આવે છે.
દેખાય શકે તેવા લોકોની ઓળખ અને ગતિવિધિઓ સ્પષ્ટ હોય છે અને આવા લોકો ખુલ્લેઆમ શસ્ત્રો સાથે ચાલનારા આતંકવાદીઓ હોય છે. પરંતુ છૂપાયેલા લોકો ડિજિટલ અને વૈચારિક ક્ષેત્રોમાં ગુપ્તપણે કામ કરે છે. તેઓ ઓળખ છૂપાવાની સામે આવ્યા વગર અન્યોને પ્રભાવિત કરે છે.
પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે બનાવેલા જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને હવે જંગલોમાં લડનારા આતંકીઓની ભરતી સિવાય પણ બહુસ્તરીય સમર્થન તંત્ર બનાવવા માટે ડિજિટલ પ્રચાર અને શિક્ષિત પ્રોફેશનલ્સને સામેલ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે આતંકને લોકોના મન-મસ્તિષ્કમાં જીવિત રાખી શકાય તેવી રણનીતિને વાસ્તવિકતામાં ફેરવી શકાય અને આ જ ઈકોસિસ્ટમ વોરફેર છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓના આંકડા મુજબ, તાજેતરના વર્ષોમાં એન્કાઉન્ટરોમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ તેની સાથે ઓવરગ્રાઉન્ડ વર્કર્સે નેટવર્ક, ડિજિટલ કટ્ટરતાના મામલા અને નાણાંકીય મદદની ચેનલોમાં વધારો થયો છે. એટલે કે હિંસામાં ઘટાડો થયો છે, પણ આતંકવાદને સહારો કરવાનું સંપૂર્ણ તંત્ર હવે વધારે જટિલ, મજબૂત અને વ્યવસ્થિત થઈ ગયું છે.
આ પણ વાંચો: "વ્યભિચારી મુસ્લિમને પણ ગાંધીથી શ્રેષ્ઠ માનું છું!": મુહમ્મદ અલીનો વિવાદ Dr. Ambedkar ના શબ્દોમાં
વ્હાઈટ કૉલર આતંકવાદ (White Collar Terrorism)
હવે ડૉક્ટર, એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ્સ અને શિક્ષણવિદ્દ જેવા વ્યવસાયિકો પણ જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો દ્વારા ઓપરેશન્સમાં સહયોગ માટે સામેલ કરાઈ રહ્યા છે. આ લોકો પરંપરાગત આતંકવાદથી અલગ હોય છે, કારણ કે આવા લોકોની જાહેર છબી સ્વચ્છ હોય છે. આવા લોકોની ઓળખ પણ મુશ્કેલ થઈ જાય છે. આતંકી તંત્ર આવા લોકોને સામાન્ય સામાજિક અને આર્થિક માળખામાં સામેલ કરીને પોતાની તકનીકી અને લોજિસ્ટિક ક્ષમતા વધારે છે અને પોતાની ગતિવિધિઓ છૂપાવીને રાખે છે.
આવા પ્રોફેશનલ્સ પાસે જટિલ નાણાંકીય લેણદેણ, ડ્રોન દ્વારા મોનિટરિંગ અને એન્સ્ક્રિપ્ટેડ સંચાર જેવા કામ કરાવી શકાય છે. આમ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ હવે હાઈબ્રિડ સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના વર્ષોમાં સાઈબર મોનિટરિંગમાં તીવ્રતા આવી છે, તેને જોતા માહિતી યુદ્ધનું મહત્ત્વ વધી ગયું છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓની રાજકીય એકતા તોડવાનો રોડમેપ!
નરેટિવ વૉર (Narrative War)
હવે ડિજિટલ ક્ષેત્ર (Digital Sector) માં મન-મસ્તિષ્કમાં એવા બીજ રોપવાનું શરૂ કરાયું છે કે જેનાથી આતંકવાદને જમીન પર સંઘર્ષ કરતી વખતે ઈકો-સિસ્ટમની રાહે મદદ મળી શકે. તેના માટે સોશયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને ગુમનામ રીતે ખાસ પ્રકારના નરેટિવ બનાવીને તેનો પ્રસાર પણ કરવામાં આવે છે. આ નરેટિવમાં ઓળખ અને મજહબ સાથે જોડાયેલા મુદ્દાઓને સ્થાનિક સમસ્યાથી વૈશ્વિક મામલાઓ સાથે જોડવાની કારીગરી કરવામાં આવે છે.
આ નરેટિવ ટેરરિઝમ (Narrative Terrorism) છે. જેમાં સ્થાનિક લોકો આવા નરેટિવને ઓળખ અને આસ્થાના રક્ષક તરીકે રજૂ કરે છે. સ્થાનિકોમાં આવા લોકો સ્વીકાર્ય પણ બની જતા હોય છે.
આવા નરેટિવ્સ દ્વારા વિદેશોમાં રહેતા લોકો પણ સ્થાનિક મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવે છે અને સરકાર પર દબાણ ઉભું કરવાનો માહોલ બનાવે છે. આ નેટવર્કમાં અલગ-અલગ લોકોની જુદીજુદી ભૂમિકાઓ હોવાથી તે મજબૂત પણ છે. જો કોઈ એક વ્યક્તિ આઘું-પાછું થાય તો પણ આખી સિસ્ટમ બંધ થયા વગર ખુદને બદલીને કામ કરતી રહે છે.
આ પણ વાંચો: Corporate Jihad: નાસિકનો TATA ની TCS કંપનીનો કાંડ હિંદુ મહિલાઓ માટે વોર્નિંગ!
ડિજિટલ ક્ષેત્ર (Digital Sector) બન્યું રણભૂમિ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા અભિયાનો, પ્રશાસનિક નિર્ણયોને ભાવનાત્મક રીતે ઉઠાવીને વિરોધ અને અસંતોષના નરેટિવમાં બદલવાનું કામ ડિજિટલ ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. આ નરેટિવને એક વ્યૂહરચના હેઠળ તૈયાર કરવામાં આવે છે, જેમાં પોસ્ટ હથિયાર અને નરેટિવ્સ પ્રહાર બની જાય છે. તેને સંબંધિત સોશયલ મીડિયાના અલ્ગોરિધમ પ્રમાણે એડિટ પણ કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં તેને પ્રસારિત પણ કરાય છે. જેના કારણે તે ઝડપથી વાઈરલ પણ થાય છે.
ડિજિટલ ગતિવિધિને ચલાવવા માટે કોઈ નેતાની જરૂર પડતી નથી. તેને સ્ત્રોત સુધી પહોંચવું અને તેને રોકવું બંને મુશ્કેલ હોય છે. આની સાથે લોકો જોડાય તેના પરથી સંબંધિત મુદ્દાઓથી બનતા નરેટિવ્સના પ્રભાવનું પણ માપન થઈ શકે છે. આના દ્વારા ભારતમાં તેનો અન્ય ઠેકાણે પણ પ્રસાર કરી શકાય છે અને આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેને આગળ વધારી શકાય છે.
આવા હિતધારકોના વૈવિધ્યથી આતંકી નેટવર્ક વધુ મજબૂત થઈ રહ્યું છે. માત્ર વ્યૂહાત્મક જીતથી હંમેશા રણનીતિક સફળતા મળતી નથી. તેના માટે સુરક્ષા એજન્સીઓએ પણ રણનીતિ બદલીને સાઈબર વૉરફેરના ઈકોસિસ્ટમ વોરફેરના સ્વરૂપને લઈને વળતી વ્યવસ્થા કરવાનું શરૂ કરી જ દીધું છે. પરંતુ આના માટે રિયલ ટાઈમમાં ખોટી જાણકારીનું ખંડન, પારદર્શક માહિતી પ્રસારણ, સમાજ-આધારીત શાસનને પ્રોત્સાહન અને નાગરિક સોસાયટી સાથે સામંજસ્યથી આતંકના તંત્રને તોડવા માટેની કામગીરી થઈ શકે છે. આના માટે કાયદેસરના આર્થિક વિકલ્પ અને મજબૂત સ્થાનિક શાસન પણ વિકસિત થવું જરૂરી છે.
ભારતે પણ ડિજિટલ, સામાજિક અને વૈચારિક એમ તમામ પાસાઓને સાથે લઈને ચાલનારા એક સંપૂર્ણ ઈકોસિસ્ટમ આધારીત દ્રષ્ટિકોણને વિકસિત કરવાની વ્યવસ્થાને વધુ નક્કરતાથી બનાવવાની જરૂર છે. પાકિસ્તાન, પાકિસ્તાન પ્રેરિત-પોષિત-પ્રેષિત આતંકી સંગઠનો જમ્મુ-કાશ્મીરમાં ઉથલધડાં કરવા માટે હાથ-પગ મારી રહ્યા છે. હવે પાકિસ્તાનને અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થતા કરવાના નામે ડોનાલ્ડ ટ્રમ્પના તેના પ્રત્યેના કૂણાં વલણનો ફાયદો મળવાની પણ ગણતરી છે. તેથી જ ભારતે વધુ સતર્ક બનીને વધુ નક્કર રણનીતિથી આવા ઈકોસિસ્ટમ વોરફેરનો સામનો કરવાનો છે.
આ પણ વાંચો: નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત


