ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના મૉસ્ટ વૉન્ટેડ બુકીઓએ Delhi Elections પર કરોડોનો સટ્ટો રમાડ્યો

ભારત તેમજ ભારતની બહાર બેસેલા સટ્ટોડીયાઓ રૂપિયા કમાવવાનો એકપણ મોકો છોડતા નથી. Online Betting ના મહારથીઓ દેશમાંથી પ્રતિદિન કરોડો રૂપિયા ખંખેરી જાય છે.
07:20 PM Feb 07, 2025 IST | Bankim Patel
ભારત તેમજ ભારતની બહાર બેસેલા સટ્ટોડીયાઓ રૂપિયા કમાવવાનો એકપણ મોકો છોડતા નથી. Online Betting ના મહારથીઓ દેશમાંથી પ્રતિદિન કરોડો રૂપિયા ખંખેરી જાય છે.
Delhi Elections 2025 Online Betting Most Wanted Bookie Saurabh Chadrakar Bookie Rakesh Rajdev

Delhi Elections : ભારત તેમજ ભારતની બહાર બેસેલા સટ્ટોડીયાઓ રૂપિયા કમાવવાનો એકપણ મોકો છોડતા નથી. Online Betting ના મહારથીઓ દેશમાંથી પ્રતિદિન કરોડો રૂપિયા ખંખેરી જાય છે. દિલ્હીની ચૂંટણી (Delhi Elections) માં કયો પક્ષ મેદાન મારશે તે આવતીકાલે શનિવારે જાણવા મળશે, પરંતુ સટ્ટોડીયાઓના મતે કોણ હૉટ ફવેરિટ (Hot Favourite) છે ? વાંચો આ અહેવાલમાં...

ક્રિકેટની જેમ ચૂંટણીમાં બુકીઓને બખ્ખે બખ્ખાં

ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ (International Cricket Tournament) થી લઈને સ્થાનિક લીગમાં સટ્ટાના ભાવ ખોલતા સટ્ટોડીયાઓ વર્ષોથી ચૂંટણી કોણ જીતશે તેના પર જુગાર રમાડતા આવ્યા છે. ગત લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) બાદ સટ્ટાબજારના મોટા ગજાના બુકીઓએ Delhi Elections પર ભાવ ખોલ્યા છે. ગત લોકસભા ઈલેકશનની હાર-જીત પર દેશની બહાર બેસીને અબજો રૂપિયાનો સટ્ટો રમાડ્યો હતો. આ વખતે Delhi Elections પર પણ પ્રતિદિન કરોડો રૂપિયાનો સટ્ટો લાગ્યો છે.

સટ્ટા કીંગ RR અને Mahadev ચર્ચામાં

પોલીસ ચોપડે વૉન્ટેડ બુકી રાકેશ રાજદેવ (Bookie Rakesh Rajdev) અને બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ (Bookie Saurabh Chandrakar urfe Mahadev) આ વખતે Delhi Elections 2025 પર ઑનલાઈન સટ્ટો જાહેર કર્યો છે. બુકી આર.આર. અને Bookie Mahadev એ દિલ્હીની 70 બેઠકોમાં BJP અને AAP ને કેટલી બેઠકો મળશે તેના પર સટ્ટો રમાડ્યો છે. વૉન્ટેડ બુકીઓએ દર્શાવેલી BJP અને AAP દ્વારા જીતી શકાય તેવી સંભવિત સંખ્યાને લઈને હાલ સટ્ટા બજારમાં ચર્ચા છે. અત્રે નોંધનીય છે કે, સટ્ટા બજારમાં કૉંગ્રેસ પક્ષ (Congress Party) નો ઉલ્લેખ જ નથી.

બુકીઓના મતે કયો પક્ષ ફેવરિટ ?

ગુરૂવારે Delhi Elections ના મતદાન બાદ સટ્ટાબજાર (Speculation Market) માં ચાલતી બેઠકોમાં વધારો-ઘટાડો થયો છે. છતીસગઢના સૌરભ ચંદ્રાકર ઉર્ફે Bookie Mahadev ની ઑનલાઈન વેબસાઈટ My99exch.com પર AAP ને 40 થી 42 બેઠક અને BJP ને 28 થી 30 બેઠક મળે તેવું દર્શાવ્યું છે. જ્યારે મૂળ ગુજરાત રાજકોટના રાકેશ રાજદેવ (Bookie RR) ની ઑનલાઈન વેબસાઈટ Taj7.com પર BJP ને 39 થી 41 બેઠક અને AAP ને 29 થી 31 બેઠક પર સટ્ટો રમાડ્યો છે. Bookie Saurabh Chandrakar ના મતે દિલ્હીમાં AAP અને Bookie Rakesh Rajdev ના મતે BJP ને ફેવરિટ દર્શાવી છે.

લોકસભા ચૂંટણીના સટ્ટામાં મહાદેવ હજારો કરોડ લઈ ગયો

ગત લોકસભા ચૂંટણીમાં સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવે BJP ઓછી બેઠકો મેળવે છે તેવું દર્શાવીને 7 હજાર કરોડ રૂપિયા હવાલાથી ભારત બહાર લઈ ગયો હોવાની એક ચર્ચા બુકી બજારમાં છે. ક્રિકેટ સહિત અલગ-અલગ ગેમ પર ઑનલાઈન સટ્ટો રમાડીને મહાદેવ રોજના કરોડો રૂપિયા ચોક્કસ આંગડીયા પેઢીઓ થકી દેશના અર્થતંત્રમાંથી ઉલેચી જાય છે. બીજી તરફ ED તેમજ પોલીસ એજન્સીઓ સૌરભ ઉર્ફે મહાદેવ સામે કાગળ પર કાર્યવાહી કરીને સમાચાર માધ્યમોમાં સ્થાન મેળવી લે છે.

આ પણ વાંચો :  BJP, AAP or Congress દિલ્હીવાસીઓના દિલ પર કોણ રાજ કરશે, જાણો સી-વોટર સર્વે શું કહે છે?

Tags :
Bankim PatelBookie MahadevBookie Rakesh RajdevBookie RRBookie Saurabh ChandrakarDelhi electionsDelhi elections 2025Gujarat FirstInternational Cricket TournamentLok Sabha Election 2024Online bettingspeculation market
Next Article